પતિના સપનાને લીધે મહિલા બની ગઈ અબજોપતિ, એક જ પળમાં થઇ ગઈ ૩૪૦ કરોડની માલિક, જાણો

એક મહિલા પોતાના પતિને કારણે અબજોપતિ બની ગઈ છે. ઘણા વર્ષો પહેલા આ મહિલાના પતિના સપનાએ તેમનું ભાગ્ય સંપૂર્ણપણે બદલી નાખ્યું છે અને એક મિનિટમાં તેઓ કરોડો રૂપિયાના માલિક બની ગયા છે. આ ઘટના ટોરોન્ટોની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટોરોન્ટોમાં રહેતી મહિલાના પતિનું સ્વપ્ન તેના માટે લોટરી સમાન સાબિત થયું છે.

કેનેડામાં રહેતી ડેંગ પ્રાવટૂડોમ છેલ્લા 20 વર્ષથી એક જ નંબરની લોટરી રમતી હતી અને આ લોટરીએ તેની સ્થિતિ બદલી નાખી છે. તેણે 340 કરોડ રૂપિયાના લોટ્ટો મેક્સ જેકપોટ જીતી લીધો છે. મતલબ કે હવે તે કરોડપતિ બની ગઈ છે. હાલમાં ડેંગ પ્રાવટૂડોમ 57 વર્ષની થઇ ગઈ છે. ડેંગ પ્રાવટૂડોમના જણાવ્યા મુજબ તેના પતિએ 20 વર્ષ પહેલા કેટલીક લોટરી નંબરો વિશે એક સ્વપ્ન જોયું હતું. તે 20 વર્ષથી તે જ લોટરી નંબર સાથે રમી રહી છે અને હવે તેને જેકપોટ મળી ગયો છે.

ડેંગ પ્રાવટૂડોમ 1980 માં તેના 14 ભાઈ-બહેનો સાથે કેનેડાથી લાઓસ આવ્યા હતા અને લાંબા સમયથી અહીં રહેતા હતા. આ સમય દરમિયાન તે તેના પતિને મળી હતી. તેણી અને તેનો પતિ મજૂર તરીકે કામ કરતા હતા. ડેંગ પ્રાવટૂડોમ અનુસાર, તેનો પતિ અને તે 40 વર્ષથી કામ કરી રહ્યા હતા.

ડેંગ પ્રાવટૂડોમના જણાવ્યા અનુસાર તે અને તેના પતિ 20 વર્ષથી સમાન લોટરી નંબર લેતા હતા, જે તેના સ્વપ્નમાં આવ્યું હતું. તે જ સમયે જેકપોટ આ નંબર પર ખુલી ગયો હતો અને 340 કરોડ રૂપિયા મેળવીને તેઓ ખૂબ જ ખુશ છે. તેઓ કહે છે કે તેઓ આ પૈસાથી દુનિયા ફરવા માગે છે. ડેંગ અને તેના પતિ પણ પોતાના માટે નવું ઘર શોધી રહ્યા છે.

Advertisements

ડેંગનું કહેવું છે કે 340 કરોડ રૂપિયા જીત્યા બાદ તે અને તેનો પરિવાર ખૂબ ખુશ છે. હવે તે અને તેના પતિ આ પૈસાથી નવું મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે. આ પૈસાથી, તેઓ તેમના બાળકોને પણ મદદ કરશે. ડેંગે જણાવ્યું હતું કે આ પૈસાથી તે કોરોના રોગચાળા પછી આખી દુનિયાની યાત્રા કરશે.

Advertisements

ડેંગની જેમ ભારતમાં કેરળમાં રહેતા વ્યક્તિનું ભાગ્ય પણ આ જ રીતે બદલાઈ ગયું છે. કેરળના કોલ્લમ જિલ્લામાં રહેતો આ વ્યક્તિ 2013 માં ગલ્ફ દેશોમાં કામ કરીને ભારત પરત આવ્યો હતો. ભારત આવીને તેણે લોટરી ખરીદવાનું શરૂ કર્યું અને તેને 12 કરોડનો જેકપોટ મળ્યો હતો. તમને જણાવી દઈએ કે 46 વર્ષનો આ વ્યક્તિ 2013 થી લોટરી વેચતો અને ખરીદતો હતો.

Advertisements
Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *