મહિલાઓ એક દિવસમાં સેક્સ વિશે કેટલી વખત વિચાર કરતી હોય છે? જાણો

એક રીસર્ચ અનુસાર એવું કહેવાતું હોય છે કે સરેરાશ પુરુષો દિવસમાં લગભગ 34 વાર સેક્સ અંગે વિચારી લેતા હોય છે. ત્યારે તમને શું લાગે છે મહિલાઓ દિવસમાં કેટલી વખત સેક્સ વિશે વિચાર કરી લેતી હશે? આમ તો મહિલાઓ સ્વભાવે શરમાળ કહેવાતી હતી, સેક્સ માટેની પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરવામાં પણ ભલે મહિલાઓ શરમાતી હોય એવું કહેવામાં આવતું પણ આ અંગે વિચારવામાં તેઓ પણ કઈ કમ નથી.

એક રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે સરેરાશ મહિલાઓ એક દિવસમાં એવરેજ 19 વાર સેક્સ અંગે વિચારી લેતી હોય છે. જો આ આંકડાઓને મિનિટમાં રૂપાંતરીત કરવામાં આવે તો એમ કહી શકાય કે દર 51 મિનિટે એક વખત સરેરાશ મહિલાઓના મનમાં સેક્સ વિશેના વિચારો આવતા હોય છે.

Ad

સેક્સ અંગે વાત કરવી કે પછી સેક્સ વિશે વિચારવામાં કાઈ જ ખોટું નથી. સેક્સ આપણા શરીરની કુદરતી જરૂરિયાત છે અને એક સ્વાભાવિક પ્રક્રિયા છે. આપણે આપણા શરીરની જરૂરિયાત વિશે વિચારવામાં શરમાવાનું હોય જ નહીં. જ્યારે પણ આપણા મનમાં સેક્સ વિશેના વિચારો આવે ત્યારે તેને નકારાત્મક રીતે લેવા જોઈએ નહીં. સેક્સનો મતલબ પણ અલગ-અલગ લોકો માટે જુદો-જુદો હોય છે.

જ્યાં એકબાજુ પુરુષો દિવસમાં 34 વખત સેક્સ વિશે વિચારે છે ત્યાં બીજી બાજુ મહિલાઓ દિવસમાં 18 વખત સેક્સ વિશે વિચારે છે તેવું એક રિસર્ચમાં જાણવા મળ્યું છે. મહિલાઓની સરખામણીમાં પુરુષોમાં સેક્સની ઈચ્છાનું ટેસ્ટોસ્ટેરોન લેવલ વધારે જોવા મળે છે. આ કારણે મહિલાઓની સરખામણીમાં પુરુષો સેક્સ વિશે વધારે વખત વિચારે છે. આ સિવાય પુરુષોના મગજમાં સેક્સની કલ્પના પણ વધારે જોવા મળે છે.

મહિલાઓ સેક્સમાં પ્રેમની શોધ કરતી હોય છે જ્યારે કે પુરુષો પોતાનો અહંકાર સંતોષવા માટે સંભોગનો સહારો લેતા હોય છે. તમે શારીરિક જરૂરિયાતો સંતોષી શકો છો પણ ક્યારેય પણ અહંકારને કોઇપણ રીતે સંતોષી શકશો નહીં. પુરુષ વધારે અલગ અલગ પાર્ટનર ઈચ્છતા હોવાને લીધેપણ સેક્સ વિશે વધુ વિચારતા હોય છે જ્યારે કે મહિલાઓ પોતાના એક જ પાર્ટનરને પણ સાચા પ્રેમથી સંતોષ આપવાનું વિચારતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *