10 વર્ષથી અર્ધ બેભાન અવસ્થામાં રહેલી મહિલાએ આપ્યો બાળકને જન્મ, હવે પોલીસ આ રીતે કરશે તપાસ

ફિનિક્સની એક ખાનગી હોસ્પિટલમાં, તાજેતરમાં 10 વર્ષથી વધુ સમયથી અર્ધ બેભાન અવસ્થામાં રહેલી એક મહિલાએ બાળકને જન્મ આપ્યાની મળી હતી.

Ad

તે બાદ પોલીસે આરોગ્ય કેન્દ્રના તમામ પુરુષોના ડીએનએ ટેસ્ટ માટે સર્ચ વોરંટ જાહેર કર્યું હતું. તો વળી તે જ સમયે, આરોગ્ય કેન્દ્રના સીઈઓએ રાજીનામું આપ્યું છે.

‘હસીએન્ડા હેલ્થ સેંટર’ એ કહ્યું હતું કે તેમના કર્મચારીઓના ડીએનએ ટેસ્ટ કરવાની વાતને તેઓ સ્વીકારે છે.

કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, “અમે આ ખૂબ જ ગંભીર અને અણધારી પરિસ્થિતિથી સંબંધિત તમામ તથ્યોને બહાર લાવવા માટે ફિનિક્સ પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓને સહયોગ આપવાનું ચાલુ રાખીશું.”

 

સ્થાનિક સમાચાર વેબસાઇટ ‘એજફેમીલી.કોમ’ એ સૌપ્રથમ અહેવાલ આપ્યો હતો કે 10 વર્ષથી વધુ સમયથી અર્ધ બેભાન અવસ્થામાં પડેલી મહિલાએ 29 ડિસેમ્બરના રોજ એક બાળકને જન્મ આપ્યો છે.

તેની ઓળખ છતી થઈ નથી. તેનું કોઈ કુટુંબ કે કોઈ જાણીતું છે કે કેમ તે વિશે પણ કંઈ જાણી શકાયું નથી.

બોર્ડના સભ્ય ગેરી ઑરમને કહ્યું હતું કે આરોગ્ય કેન્દ્ર આ ગંભીર પરિસ્થિતિ માટે સંપૂર્ણ જવાબદારી નક્કી કરશે. ઓરમને કહ્યું હતું કે,”અમે અમારા દરેક દર્દીઓ અને કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરીશું.”

આ આ અંગે હસીન્ડાના સીઈઓ બિલ ટિમોન્સે પણ સોમવારે રાજીનામું આપ્યું હતું. આ અંગે માહિતી આપતાં પ્રવક્તા ડેવિડ લેબોવિટ્ઝે જણાવ્યું હતું કે બોર્ડના તમામ સભ્યોએ સર્વાનુમતે આ નિર્ણયને સ્વીકાર્યો હતો.

 

રાજ્યના રાજ્યપાલની કચેરીએ આ પરિસ્થિતિને ‘ખૂબ જ પરેશાન કરનારી’ ગણાવી હતી. જો કે, ફિનિક્સ પોલીસે હજુ સુધી આ કેસ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *