પતિનો શોખ પૂરો કરવા માટે પત્ની કરવા લાગી આ કામ.. જાણીને તમે પણ ચોંકી ઉઠશો..

એક બ્રાન્ડની ટેગ લાઈન છે. તમે પણ સાંભળ્યું હશે. ‘શોખ મોટી ચીજ છે’. ટીવી પર અથવા મોબાઈલ પર તમે આ કંપનીની જાહેરાત જરૂરથી જોઈ હશે. આ શોખ નામની ચીજને હમેશાથી મોટી ચીજ જ કહેવામાં આવી છે.

હવે હરિયાણાના રેવાડીની જ આ વાત જાણી લો, એક મહિલાની ધરપકડ થઇ છે. જે ફક્ત શોખ માટે આજે પકડાઈ છે. તેને પતિના મોટા મોટા શોખ પુરા કરવા હતા અને તેના માટે કરતી હતી એવું કામ કે ખોટી પ્રવૃત્તિ હતી.

રેવાડીમાં આ મહિલાની ધરપકડ થઇ છે લોકોના પાકીટ ચોરવાના કારણે. પતિના શોખ પુરા કરવા તે ચોરતી હતી પાકીટ. તમને આશ્ચર્ય થશે પણ પોલીસે આવા જ એક કેસનો ખુલાસો કર્યો છે. પણ તેમાં ય મોટી વાત તો એ છે કે તે મહિલાનો પતિ જ તેને ચોરી કરવા માટે પ્રોત્સાહિત કરતો હતો.

પતિ મહિલાને પોતાની બાઈક લઈને મુકવા જતો

વાત ૧૧ નવેમ્બરની છે. જયારે દિનચર્યા પ્રમાણે આ શાતિર મહિલા ઓટોમાં ચડી. ઓટો સુધી છોડવા માટે તેનો પતિ જ બાઈક લઈને આવ્યો હતો. ઓટોમાં ચડ્યા બાદ જ મહિલાએ સાથે બેઠેલી એક મહિલાનું પર્સ ગાયબ કરી દીધું.

પછી પર્સ ચોરીને આ મહિલા ઓટો રીક્ષાથી ઉતરીને નીકળી ગઈ. પછી જયારે ચોરીની જાણકારી ભોગ બનેલી મહિલાને થઇ તો તે ધમપછાડા કરવા લાગી. ત્યાં હાજર પોલીસે પૂરી વિગત જાણી. પછી જ્યાં તે મહિલા બેઠી હતી અને જ્યાં તેણે હોબાળો કર્યો તે વચ્ચેના તમામ સીસીટીવી ફૂટેજ પોલીસે શોધવાના શરુ કર્યા.

ફૂટેજમાં પોલીસને એક શંકાસ્પદ મહિલા દેખાઈ, જે બાઇકથી ઉતરીને રીક્ષામાં બેસી હતી. ત્યારબાદ પોલીસે તે મહિલાને રડાર પર લઇ લીધી.

સીસીટીવી ફૂટેજમાં જોવા મળતી મહિલાને પકડવા માટે પોલીસે પોતાની ટીમને કામે લગાવી દીધી. સાંજ થતામાં મહિલા તેની દીકરી સાથે બજારમાં ફરતી જોવા મળી.

પોલીસે જયારે મહિલાને પકડી અને પુછપરછ કરી તો સમગ્ર મામલો સામે આવી ગયો. તેણે રીક્ષામાં ચોરીની વાત કબુલી. પછી તેણે જ કહ્યું કે પતિની કમાણી એટલી નહોતી કે જેનાથી તે પોતાના શોખ પુરા કરી શકે, એટલું જ નહીં પણ તેને ચોરી કરવા માટે તેનો પતિ જ સાથ આપતો હતો.

રેવાડીના ગોકુલ ગેટ ચોકીના પ્રભારી કરણસિંહના જણાવ્યા અનુસાર મહિલાની તરફથી ગુનો કબુલ્યા બાદ હવે તેના પતિની શોધખોળ કરવામાં આવી રહી છે. પતિની ધરપકડ બાદ જ પોલીસ તે નિષ્કર્ષ પર પહોંચશે કે અત્યારસુધીમાં આ બન્ની મળીને કેટલી ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *