ઈન્ટરનેટ પર વાયરલ ફોટામાં દેખાતું આ કપલ કોણ છે.. જાણો

તમે ફેસબુક વાપરો છો એનો મતલબ એવો છે કે તમે રોજ ઈન્ટરનેટ પણ વાપરતા જ હશો ત્યારે તમને ફેસબુક ઉપર અમારા પેજની જેમ બીજી માહિતી પણ મળતી જ હશે ત્યારે તમે ક્યાંય ને ક્યાંય એક આવો ફોટો જોયો હશે જેમાં લોકો આ ફોટાની મજાક પણ ઉડાવતા હતા કે સરકારી નોકરી કરનાર ની વાઈફ, કે બ્લેક એન્ડ વાઈટ નામની કોમેન્ટથી

તો આવો આજે જાણીયે ઇન્ટરનેટ ઉપર સેન્સેન્સન બનેલ આ જોડી કોણ છે ? ક્યાંની છે આ વાઈરલ જોડી ? શુ કરે છે તેઓ રોજ ?

ફેસબુક અને ટ્વિટર તથા વોટ્સએપ પર હાલ એક શ્યામ રંગનો છોકરો અને એક ખૂબસૂરત છોકરીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ જોડીને લઈ યુઝર્સ પોસ્ટ અને કોમેન્ટ્સ કરી મજાક ઉડાવી રહ્યા છે. ફોટોમાં જોવા મળી રહેલો યુવાન સાધારણ લાગે છે, પણ તેના દેખાવ પર જશો નહીં. તે કોઈ સામાન્ય પણ ખાસ વ્યક્તિ છે. ડિરેક્ટર અને સ્ક્રીન રાઈટર

-આ ફોટો તમિલ ફિલ્મ્સના ડિરેક્ટર અને સ્ક્રીન રાઈટર એટલી કુમારનો છે.
– 21 સપ્ટેમ્બર 1986ના રોજ તમિલનાડુના મદુરાઈમાં જન્મેલા એટલીનું આખું નામ અરૂણ કુમાર છે.
-એટલીએ વર્ષ 2013 ‘રાજા રાની’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું.
– ‘રાજા રાની’એ સાઉથ ઈન્ડિયન બોક્સ ઓફિસ પર ચાર વીકમાં 500 મિલિયનથી વધુની કમાણી કરી હતી.
-ત્યાર બાદ તેને બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટર માટે વિજય એવોર્ડ પણ મળ્યો હતો.

3 ઈડિયટ્સની બનાવી રિમેક

– એટલી કુમારે વિખ્યાત ડિરેક્ટર એસ શંકર સાથે પાંચ વર્ષ સુધી કામ કર્યું હતું.
– આસિસ્ટન્ટ ડિરેક્ટર કુમારે પોતાની આગામી ફિલ્મ Nanban (2012)માં તેની સાથે કરવાનું ચાલુ રાખ્યું. જે હિન્દી ફિલ્મ 3 ઈડિયટ્સની રિમેક હતી.

– તેણે પોતાના પ્રોડક્શન હાઉસ એ એપલ પ્રોડક્શન શરૂ કર્યું અને ફોક્સ સ્ટાર સ્ટુડિયોજ સાથે પોતાની પહેલી ફિલ્મ ‘Sangili Bungili Kadhava Thorae’ બનાવી.

કૃષ્ણા પ્રિયા સાથે લગ્ન

– લગભગ 8 વર્ષની રિલેશનશિપ બાદ એટલી અને કૃષ્ણા પ્રિયા લગ્ન બંધનમાં બંધાયા હતા.
– 2014માં આ કપલના લગ્નમાં સાઉથ ઈન્ડિયાની દિગ્ગજ હસ્તીઓ સામેલ થઈ હતી.
– કૃષ્ણા પ્રિયા વિખ્યાત ટીવી એક્ટ્રેસ છે અને અનેક સીરિયલ્સમાં લીડ રોલ કરી ચૂકી છે.– આ સિવાય તે સાઉથની સુપરહિટ ફિલ્મ ‘સિંઘમ’માં દિવ્યા મહાલિંગમના કેરેક્ટરમાં જોવા મળી ચૂકી છે.

બાંગ્લાદેશી સ્ટાર પણ થઈ ચૂક્યો છે ટ્રોલ

– આ પહેલા બાંગ્લાદેશી સુપરસ્ટાર અલોમ ઉર્ફે અશરફુલ આલમ સઈદનો ફોટો પણ વાયરલ થયો હતો.– બોલિવૂડ અને હોલિવૂડના ‘હીરો’ની પર્સનાલિટીથી અળગ દેખાતા અલોમની સોશિયલ મીડિયા પર ખૂબ મજાક ઉડાવી હતી. તે સાધારણ, કદ, કાઠી, પાતળા શરીર અને શ્યામ રંગનો જોવા મળે છે.
– જોકે ભારતના ખૂબ ઓછા લોકો અલોમને ઓળખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *