સૂર્યગ્રહણ દરમિયાન આ બાબતોનું રાખવું ધ્યાન, ભૂલથી પણ ના કરતા આ કામ.. જાણો

૨૧ જુને વર્ષ ૨૦૨૦ નું પ્રથમ સૂર્યગ્રહણ છે. ભારતીય સમયાનુસાર આ ગ્રહણ સવારે ૯ વાગ્યે અને ૧૫ મિનિટથી શરુ થશે, તો તે બપોરે ૧૨:૧૦ મિનીટે તેના સૌથી વધારે પ્રભાવમાં રહેશે. ત્યારબાદ તે બપોરે ૦૩:૦૪ મિનિટે સમાપ્ત થઇ જશે.

જણાવી દઈએ કે, આ વર્ષે થનારું આ સૂર્યગ્રહણ બાકી ગ્રહણોથી ઘણું અલગ છે અને ત્યારબાદ તે ૨૦૩૯ માં જ જોવા મળશે.

હકીકતમાં ૨૧ જુને તો વર્ષનો સૌથી મોટો દિવસ હોય છે. આ દિવસે પુર્થ્વી, સૂર્યની પરિક્રમા કરતા કરતા, સૂર્યની તરફ સૌથી વધારે નમવા સુધી પહોંચી જાય છે.

સૂર્ય ગ્રહણનો સમય

ભારતીય માનક સમય પ્રમાણે આંશિક સૂર્યગ્રહણ સવારે ૯:૧૫ થી આરંભ થશે, જયારે કે પૂર્ણ સૂર્ય ગ્રહણની અવસ્થા સવારે ૧૦:૧૭ મિનીટ પર શરુ થશે. બપોરે ૧૨:૧૦ મિનીટ પર સૂર્ય ગ્રહણ તેના સૌથી વધારે પ્રભાવમાં રહેશે, ત્યારબાદ તેની આંશિક અવસ્થા બપોરે ૦૩:૦૪ મિનિટે સમાપ્ત થશે.

ક્યાં ક્યાં જોવા મળશે સૂર્ય ગ્રહણ?

ભારતના દહેરાદુન, સિરસા અને ટિહરી વગેરે શહેરોમાં પૂર્ણ સૂર્ય ગ્રહણ જોવા મળશે. તો દેશના અન્ય હિસ્સાઓમાં આંશિક સૂર્ય ગ્રહણ જોવા મળશે.

સૂર્ય ગ્રહણ સમયે શું શું કરવું અને શું કરવાથી બચવું?

૧. ગ્રહણકાળમાં ભૂલથી પણ ખાવા પીવાનું, બુમ પાડવાનું કે કોઇપણ પ્રકારનું શુભકાર્ય જેમ કે પૂજા -પાઠ વગેરે ના કરવા જોઈએ.

૨. જો કે તમે ઈચ્છો તો આ સમય દરમિયાન ગુરુ મંત્રનો જાપ, કોઇપણ મંત્રની સિદ્ધિ, રામાયણ, સુંદરકાંડના પાઠ વગેરે કરી શકો છો.

૩. સુતક લાગ્યા બાદ ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર ના નીકળવું જોઈએ, ગ્રહણ કાળમાં સૂર્યના પાર જાંબલી કિરણો નીકળતા હોય છે. આ કિરણો ગર્ભસ્થ શિશુ માટે હાનિકારક હોય છે.

૪. ગ્રહણ ખત્મ થઇ ગયા બાદ પવિત્ર નદીઓમાં સ્નાન કરીને શુદ્ધિકરણ કરી લેવું જોઈએ.

૫. સુતક લાગતા પહેલા ઘરમાં રહેલી ખાવાની દરેક વસ્તુઓમાં તુલસીના પાન કે પછી ઘાસ નાખી દેવા જોઈએ.

૬. સાથે જ ઘરના મંદિરને સુતક લાગતા પહેલા જ પડદાથી ઢાંકી દેવા અથવા તેના કપાટ બંધ કરી દેવા.

૭. કહેવાય છે કે ગ્રહણ ખત્મ થયા બાદ મનની શુદ્ધિ માટે પુન દાન કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *