એ1 અને એ2 મિલ્ક શું હોય છે? કેમ વધી રહી છે A2 દૂધની ડીમાંડ, જાણો A2 દૂધ પીવાના ફાયદા

દૂધ પીવું ભારતીય સંસ્કૃતિમાં જરૂરી માનવામાં આવે છે કારણકે તે આપણને જરૂરી ઉર્જા આપે છે. કેલ્શિયમનો સ્તોર્ત છે અને દુધના સ્ત્રોત મોટાભાગે ભેંસ, ગાય, બકરી, ઊંટડી વગેરેને કહેવામાં આવે છે પરંતુ તાજેતરમાં જ ગાયના દુધનો એક નવો પ્રકાર સામે આવ્યો છે જેને એ2 દૂધ કહેવામાં આવે છે. આ દૂધ બાકીના પ્રકારના દુધોની તુલનામાં બહુ જલ્દીથી પછી જાય છે. પોતાના આ જ ગુણોના કારણે વિદેશોમાં પણ એ2 દુધની ડીમાંડ વધી રહી છે.

દુધની ગુણવત્ત ગાયની બ્રીડ પર પણ નિર્ભર કરે છે. અત્યારે એ1 દુધથી વધારે એ2 દુધને વધારે સ્વાસ્થ્યવર્ધક કહેવામાં આવે છે. એ2 દૂધ તે લોકો માટે યોગ્ય માનવામાં આવે છે જે લોકો લેક્ટોઝ ઇનટોલરંટ હોય છે. સામાન્યપણે આ બન્ને પ્રકારના દુધમાં એક જંગ છેડાયેલું હોય છે કે તેમાંથી કયું દૂધ વધુ સારું છે? તો આવો જાણીએ આ બન્ને પ્રકારના દૂધ પીવાના મતલબ જાણી લઈએ.

Ad

શું હોય છે એ1 અને એ2 દૂધ? દુધના પ્રોટીનને કેસીન કહેવામાં આવે છે. આ કેસીનના ઘણા પ્રકારો હોય છે જેમાંથી એક હોય છે બીટા કેસીન. આ બીટા કેસીનના બે પ્રકાર હોય છે જેમને આપણે એ1 અને એ2 દૂધ કહીએ છીએ. તો આવો ઊંડાણથી જાણીએ કે એ1 તેમજ એ2 બીટા કેસીન દુધના વિષયમાં. એ1 દૂધ: જે દૂધ ઉત્તરીય યુરોપિયન ગાયોની મોટાભાગની નસલોમાં જોવા મળે છે તેને સામાન્યપણે એ1 બીટા કેસીન કહેવામાં આવે છે. આ ગાયોમાં ભારતીય દેશી ગાયોની તુલનામાં ઓછી પ્રોટીન માત્રા હોય છે.

એ2 દૂધ: જે દૂધ મોટાભાગની ભારતીય દેશી ગાયોની નસલોમાં જોવા મળે છે તેને એ2 બીટા કેસીન કહે છે. તેમાં દરેક લેક્ટેશન ચક્રનો સમય લગભગ ૧૪૦૦-૨૪૦૦ કિલોગ્રામ દૂધ નીકળે છે. સામાન્ય દુધમાં બન્ને એ1 તેમજ એ2 મળે છે પરંતુ જો આપણે માત્ર એ2 દૂધ લઈએ છીએ તો તેમાં એ1 નથી હોતું. સામાન્યપણે કહેવાય છે કે એ2 લોકો માટે વધુ સુરક્ષિત હોય છે.

એ2 દુધના લાભ: લેક્ટોઝ ઇનટોલરન્સ: લુઝ મોશન કે લેક્ટોઝ ઇનટોલરન્સની જેવી કોઈ સમસ્યા છે અથવા તો પેટ સામાન્ય દૂધ પીવાના કારણે ખરાબ રહે છે તો તમે એ2 દૂધનો પ્રયોગ કરી શકો છો. તેનાથી તમને જરૂરી પોષણ તેમજ કેલ્શિયમ તો મળશે જ સાથે સાથે તમને દૂધ પીવાથી થતી સાઈડ ઈફેક્ટસ પણ નહીં જોવા મળે. શિશુ માટે લાભદાયક: શિશુ માટે એ2 દૂધનું સેવન સુરક્ષિત છે. કારણકે તે સરળતાથી પચી જાય છે. એન્ટી ઇન્ફલેમેટરી ગુણ: એ2 દુધમાં સોજા વિરોધી ગુણ હોય છે જેનાથી શરીરમાં થતા સોજા યોગ્ય થઇ જાય છે.

એ1 પ્રોટીનની કેટલીક ખામીઓ:
ટાઈપ 1 ડાયાબીટીસ થવાની સંભાવના: સામાન્યતઃ માનવામાં આવે છે કે જે લોકો a1 દૂધ પીવે છે તેમને ટાઈપ ૧ ડાયાબીટીસ થવાનું જોખમ રહે છે. હ્રદયરોગનું જોખમ: કેટલાક અભ્યાસોએ તે સાબિત કર્યું છે કે આ પ્રકારના દુધથી લોકોને હ્રદય સંબંધિત રોગ થવાની શક્યતા વધી જાય છે.

શિશુનું મૃત્યુ થવાનું જોખમ” એ1 પ્રકારના દુધમાં બીસીએમ ૭ હોય છે. જેથી તે શિશુઓનું મૃત્યુઉ પણ કારણ માની શકાય છે. ઓટીઝમ થવાની શક્યતા: બીસીએમ ૭ પણ તમને તે સ્થિતિમાં લાવવા માટે પૂરેપૂરું જવાબદાર હોય છે. અને જેમ કે આપણે જાણીએ જ છીએ કે એ1 દુધમાં બીસીએમ ૭ હોય છે અને એટલે જ તમને ઓટીઝમ થવાની શક્યતાઓ વધી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *