અભિનેતા ઈરફાન ખાનને કઈ મોટી બીમારી હતી ? જાણો

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ચર્ચિત અભિનેતા ઈરફાન ખાન હવે નથી રહ્યો. લગભગ બે વર્ષથી તેઓ એક દુર્લભ બીમારીનો સામનો કરી રહ્યા હતા. આ બીમારી વિશે તેમણે પોતે જ ટ્વીટર પર જાણકારી આપી હતી. ૫ માર્ચ ૨૦૧૮ ના રોજ તેમણે ટ્વીટ કરીને તેમની બીમારી વિશેનો ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ એક ખતરનાખ બીમારીથી પીડિત છે.

તેમના ટ્વીટ બાદ લોકો તેમની બીમારી વિશે જાતજાતની અટકળો લગાવવા લાગ્યા હતા, કેટલાક દિવસ બાદ તેમણે વધુ એક ટ્વીટ કરીને જણાવ્યું કે તેમને ન્યુરોએન્ડોક્રાઈન ટ્યુમર’ છે

શું લખ્યું હતું તેમણે પોતાની બીમારી વિશે

ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે, ”જીવનમાં અનપેક્ષિત પરિવર્તન તમને આગળ વધવાનું શીખવાડે છે. મારા વીતેલા કેટલાક દિવસોનું એવું જ છે. જાણકારી મળી છે કે મને ન્યુરોએન્ડોક્રાઈન ટ્યુમર થઇ ગયું છે. તેને સ્વીકાર કરવું અઘરું છે. પરંતુ મારી આજુબાજુ જે લોકો છે, તેમનો પ્યાર અને તેમની દુવાઓએ મને શક્તિ આપી છે. કેટલીક આશાઓ છે. હાલમાં બીમારીના ઈલાજ માટે મારે દેશથી દુર જવું પડી રહ્યું છે. પરંતુ હું ઈચ્છીશ કે તમે તમારા સંદેશ મોકલતા રહો.”

શું હોય છે આ ટ્યુમરમાં?

એન.એચ.એસ. ડોટ યુકે ના અનુસાર, ન્યુરોએન્ડોક્રાઈન ટ્યુમર’ એક દુર્લભ પ્રકારનું ટ્યુમર હોય છે જે શરીરમાં કેટલાય અંગોમાં વિકસિત થઇ શકે છે. જો કે દર્દીઓની સંખ્યા કહે છે કે આ ટ્યુમર સૌથી વધારે આંતરડાઓમાં થાય છે.

તેની સૌથી શરુઆતની અસર તે બ્લડ સેલ્સ પર થાય છે જે લોહીમાં હોર્મોન છોડે છે. આ બીમારી ઘણીવાર ખુબ જ ધીમી ઝડપે વધે છે પરંતુ દરેક વખતે એવું થાય એ જરૂરી નથી.

શું હોય છે તેના લક્ષણ?

દર્દીના શરીરમાં આ ટ્યુમર કેટલાક ભાગમાં થયું હોય, તેનાથી જ તેના લક્ષણ નક્કી થાય છે.

જો તે પેટમાં થઇ જાય તો દર્દીને સતત કબજિયાતની ફરિયાદ રહે છે, જો ફેફસામાં થાય તો દર્દીને સતત કફ રહે. આ બીમારી થયા બાદ દર્દીનું બ્લડ પ્રેશર અને સુગર લેવલ વધતું- ઘટતું રહે છે.

ન્યુરોએન્ડ્રોક્રાઈન ટ્યુમર થવાના અનેક કારણ હોઈ શકે છે, પરંતુ તે વારસાગત પણ હોય છે. કહેવાય છે કે જેમના પરિવારમાં આ પ્રકારનું અગાઉ થઇ ચુક્યું હોય તે લોકોમાં આનું જોખમ વધુ રહે છે.

બીમારીના કારણ?

ડોક્ટર અત્યારસુધી આ બીમારીના કારણોને લઈને કોઈ નિષ્કર્ષ પર નથી પહોંચી શક્યા. ઘણી માહિતી બ્લડ ટેસ્ટ, સ્કીન અને બાયોપ્સી કર્યા બાદ જ આ બીમારી પકડમાં આવે છે.

શું છે તેની સારવાર?

ટ્યુમર કયા સ્ટેજમાં છે, તે શરીરમાં કયા ભાગમાં છે અને દર્દીની તબિયત કેવી છે. તે બધાનો આધાર પર જ તે નક્કી થાય છે કે દર્દીની સારવાર કઈ રીતે કરવામાં આવશે.

સર્જરી દ્વારા તેને નીકાળી શકાય છે પરંતુ મોટાભાગે સર્જરીનો ઉપયોગ બીમારી પર કાબુ કરવા માટે કરવામાં આવે છે. આ ઉપરાંત દર્દીને એવી દવાઓ આપવામાં આવે છે જેનાથી શરીર ઓછી માત્રામાં હાર્મોન છોડે.

હારી ગયા જંગ ઈરફાન

ગત વર્ષે ૨૦૧૯ માં ઈરફાન ખાન લંડનથી સારવાર કરાવીને પરત ફર્યા હતા અને બાદમાં તેઓ કોકીલાબેન હોસ્પીટલના ડોકટરોની દેખરેખમાં જ સારવાર અને રૂટીન ચેકઅપ કરાવી રહ્યા હતા.

બીમારીની જાણકારી મળ્યા બાદથી ઈરફાનની સારવાર લંડનમાં ચાલી રહી હતી. મંગળવારે તબિયત બગડ્યા બાદ ઈરફાન ખાનને મુંબઈમાં કોકીલાબેન હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. તેમની તબિયત સારી નહોતી અને તેઓ આઈ.સી.યુ.માં હતા અને બુધવારે તેમનું નિધન થઇ ગયું.

પોતાની આ બીમારીના દિવસોમાં એકવાર તેમણે ટ્વીટ કર્યું હતું, જિંદગીમાં અચાનક કંઈક એવું થઇ જાય છે, જે તમને આગળ લઇ જાય છે. મારા જીવનના છેલ્લા કેટલાક દિવસ એવા જ રહ્યા છે. મને ન્યુરોએન્ડોક્રાઈન ટ્યુમર નામની બીમારી થઇ છે. પરંતુ મારી આસપાસના હાજર લોકોના પ્રેમ અને તાકાતે મારામાં આશા જગાડી છે. ગયા વર્ષે માર્ચમાં ઈરફાને ટ્વીટ કરીને લોકોનો આભાર માન્યો હતો. પણ અંતે ઈરફાન આ જંગ હારી ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *