વિયેતનામનો બે હાથ પર ટકેલો ‘ગોલ્ડન બ્રિજ’ છે એટલો આકર્ષક કે તમે તેને જોયા જ કરશો..

આકર્ષક, ગઝબ અને ખુબસુરત કોતરણી અને વાસ્તુકલા – પછી ભલે તે આધુનિક હોય કે ઐતિહાસિક – પરંતુ પર્યટન અને પર્યટકોને તો તે આકર્ષક કરતી જ રહે છે. કારણકે તેનું સૌંદર્ય તે તરફ ઈશારો કરે છે કે ક્લાકારીના આ અત્યંત સુંદર નમુનાને માનવ અને મશીને સાથે મળીને બનાવ્યો છે.

તેનું એક જ ઉદાહરણ છે કાઉ વાંગ પુલ જેને ગોલ્ડન બ્રિજ પણ કહેવામાં આવે છે. આ અત્યંત સુંદર પુલ છે, જે વિયતનામના દા નંગ’સ બીએ ના હિલ્સ ઉપર બનાવવામાં આવ્યો છે. પરંતુ તમે જાણીને આશ્ચર્ય પામશો કે આટલી ઊંચાઈ પર હોવા છતાં ફક્ત આ બ્રિજ બે આર્ટીફીશીયલ હાથો પર ટકેલો છે. હાં પણ આ હકીકત છે.

સમુદ્રથી લગભગ ૧૪૦૦ મીટરની ઉંચાઈ પર બનેલો આ બ્રિજ ગોલ્ડન બ્રિજ એવો લાગે છે કે જાણે રસ્તા જેવી એક પટ્ટીઆકાશમાં લટકેલી છે અને તેને બે હાથોના આધારે રોકેલો છે.

જો માનવામાં ના આવતું હોય તો જોવો આ વિડીયો :

આ બ્રિજને પર્યટકો માટે વધુ સુંદર અને પ્રાકૃતિક બતાવવા માટે તેની બન્ને તરફ લોબેલિયા ક્રાઈસેંથેમમ ફૂલ લગાવવામાં આવ્યા છે, જે તેની ખુબસુરતીમાં ચાર ચાંદ ઉમેરી દે છે.

જેવું કે તેના નામથી પ્રતીત થાય છે કે ગોલ્ડન બ્રિજ જાદુઈ બાના હિલ્સ ટાઉનમાં આવેલો છે, જ્યાં તેના નામનો એક આલીશાન રિસોર્ટ પણ આવેલો છે.

જેમકે નામથી જ ખબર પડે છે, ગોલ્ડન બ્રિજ જાદુઈ બાના હિલ્સ ટાઉનમાં આવેલો છે, જ્યાં તેના નામનું એક આલીશાન રિસોર્ટ પણ આવેલું છે. વિયતનામ પહેલેથી તેના પર્યટન આકર્ષણો માટે ટુરિસ્ટ વચ્ચે ફેમસ છે. ત્યારે તો પહેલા ત્યાં એક ડ્રેગન બ્રિજ અને હવે તે વિશાળ ગોલ્ડન બ્રિજ, જે પર્યટકોને ઘણું આકર્ષિત કરે રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *