અમેરિકાના શહેરોમાં આજકાલ મંગળ ગ્રહ જેવો નજારો કેમ જોવા મળી રહ્યો છે? તસવીરો છે ડરામણી

અમેરિકાના જંગલ ફરીથી ધગી રહ્યા છે. જ્વાળાઓએ ઓરેગોન, કેલિફોર્નિયા અને વોશિંગટન રાજ્યોના જંગલોને ઝપટમાં લીધા છે. તેના ધુમાડા અને રાખથી શહેરોના આકાશ લાલ અને નારંગી થઇ ચુક્યા છે.

લોકોનું કહેવું છે કે તેવું લાગી રહ્યું છે કે જાણે અમે મંગળ ગ્રહ પર રહી રહ્યા હોઈએ. દરેક તરફ રાખનો વરસાદ થઇ રહ્યો છે. રીપોર્ટસ અનુસાર લગભગ ૯ લાખ એકરનો વિસ્તાર સળગીને ખાખ થઇ ચુક્યો છે. સેંકડો પશુ-પક્ષી ભસ્મ થઇ ગયા છે. આગ લગભગ ૨૪ કિલોમીટર પ્રતિદિનની ગણતરીથી ફેલાતી જઈ રહી છે.

હાલત એટલી ગંભીર છે કે ૫ લાખથી વધારે લોકોને તેમના ઘરોથી નીકાળીને સુરક્ષિત જગ્યાઓ પર પહોંચાડવામાં આવ્યા છે. આગથી અત્યારસુધીમાં લગભગ ૧૦ લોકોના મોત થઇ ચુક્યા છે. લગભગ ૧૫ હજાર કર્મચારી લાયબંબા અને હેલિકોપ્ટરોથી આગ ઓલવવામાં લાગ્યા છે.

ફાયર વિભાગનું કહેવું છે કે તેમણે આટલી ઝડપથી આગ ફેલાતી ક્યારેય નથી જોઈ. રીપોર્ટસમાં કહેવામાં આવ્યું છે કે એક મોટી ચિંતા તો તે પણ છે કે આગને યોશેમાઈટ નેશનલ પાર્ક અને આજુબાજુના શહેરો સુધી પહોંચતી કેવી રીતે રોકવામાં આવે. રાખના ધુમાડાઓથી લોકોનો શ્વાસ રૂંધાતો જઈ રહ્યો છે.

આવો તસવીરોમાં જોઈએ કેટલી ખોફનાક છે હાલત:

#1

હાઈવે ૧૬૨ પર ગાડીઓની ઉપર આગની જ્વાળાઓ ખૌફ ઉભો કરે છે.

#2

સેપ્તટેન, ફ્રેશ્રો કાઉન્ટીમાં ઝડપથી ફેલાતી આગ ચિતાનું સબબ બનેલી છે.

#3

આગ ઓલવવા માટે હેલિકોપ્ટરોને પણ લગાવવામાં આવ્યા છે.

#4

આગની જ્વાળાથી કેલીફોર્નીયાનો પ્રખ્યાત ગોલ્ડન ગેટ બ્રીજ નારંગી ધુમાડામાં લપેટાયેલો દેખાય છે.

#5

આગ ઓલવવાના કામમાં હજારો ફાયર ફાઈટર્સને લગાવવામાં આવ્યા છે.

#6

કેલીફોર્નીયામાં આગથી હજારો ઘર ખાક થઇ ચુક્યા છે. સળગતા ઘરની આ તસ્વીરો બટ કાઉન્ટીની છે.

#7

ફાયર કર્મીઓને સમજાઈ નથી રહ્યું કે આગને કઈ રીતે કાબુમાં લેવામાં આવે.

#8

તેજ હવા અને પવનોના કારણે આગ ઝડપથી ફેલાઈ રહી છે.

#9

૯ સપ્ટેમ્બરની સવારે ૦૯:૪૭ કલાકે ગોલ્ડન બ્રિજનું દ્રશ્ય

#10

૯ સપ્ટેમ્બરની સવારે સેન ફ્રેન્સીસ્કોના આકાશમાં આવો નજરો જોવા મળ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *