હનીટ્રેપનું કાવતરું ઘડનારી મહિલાને લાગ્યું પુરુષ અમીર છે, જયારે બ્લેકમેઈલ કર્યો ત્યારે ખબર પડી આતો..

દર વર્ષે ઘણા લોકો હની ટ્રેપની જાળમાં આવી જાય છે. આ જાળ પાથરરનાર ગ્રૂપ સૌથી વધુ પૈસાવાળા લોકોમેં જ ફક્ત નિશાન બનાવે છે. પરંતુ મધ્યપ્રદેશના ઇન્દોરમાં હની ટ્રેપ કરનારા એક ગ્રૂપને એક આંચકો લાગ્યો જ્યારે તેઓને ખબર પડી કે તેઓ જે ખેડૂત પાસેથી લાખો રૂપિયા લેવાનું વિચાર કરી રહ્યા હતા, તેની બાદ પછી થયું એવું કે બધા ચોકી ઉઠ્યા.

મિસ કોલના કારણે ફસાયો હતો ખેડૂત: આરોપી મહિલાએ જણાવ્યું કે લોકડાઉનમાં ભૂલથી તેનો એક મિસ્કોલ રાજેશ નામના ખેડૂતને લાગી ગયો હતો. આ પછી રાજેશે મહિલાને ફરીથી ફોન કર્યો. તેણે પોતે મહિલા આગળ મોટી મોટી વાતો કહેવાનું શરૂ કર્યું. તેના ઉપર છાપ પાડવા લાગ્યો. ખેડૂતની વાત સાંભળીને મહિલાને લાગ્યું કે આ માલદાર પાર્ટી છે, તેને સરળતાથી ફસાવી શકાય છે.

પતિ પણ કાવતરામાં હતો સામેલ: આ અંગે મહિલાના પતિ સંજયને જાણ થતાં તેણે પત્નીને ઠપકો આપ્યો હતો. જો કે પત્નીએ તેને ગામનો ખેડૂત છે, મને પ્રેમ કરે છે, માલદાર પાર્ટી છે, જલ્દી ફસાઈ જશે એમ કહીને તેમને મનાવી લે છે. આ પછી સંજયે પણ આ યોજનામાં તેના કેટલાક મિત્રોને ઉમેર્યા હતા. આ રીતે, મહિલાઓ સહિત કેટલાક પાંચ લોકો ખેડૂતને ફસાવવાની પ્લાનિંગ કરવા લાગ્યા.

પૈસા માંગતાં ભાંડો ફૂટ્યો: નિશ્ચિત પ્લાન મુજબ ખેડૂતને મહિલાના ઘરે બોલાવવામાં આવ્યો. પછી જ્યારે તે આવ્યો ત્યારે વધુ ચાર લોકો ઓરડામાંથી બહાર આવ્યા અને ખેડૂત પર મહિલા પર બળાત્કારનો આરોપ લગાવી દીધો. તેમણે ખેડૂતને ડરાવી, ધમકાવી અને થપ્પડ માર્યા. પહેલા ખેડૂત પાસેથી પાંચ લાખ રૂપિયા માંગ્યા. પરંતુ તેણે કહ્યું કે તેની પાસે એટલા પૈસા નથી.

Advertisements

પછી તેણે વિચાર્યું કે જો તે એક લાખ રૂપિયા પણ આપે તો તે પણ ચાલશે, પણ ખેડૂત એટલો ગરીબ હતો કે તેની પાસે આ રકમ પણ નહોતી. બાદમાં ખેડૂતે તેના મિત્રનો હવાલો આપીને પૈસા લાવવા કહ્યું. જોકે, આ ગેંગ લાલચમાં આવી ગઈ હતી. તેમને વિચાર્યું કે તે ઉજ્જૈન ગામનો ખેડૂત છે. શું બગાડી લેશે. આવી સ્થિતિમાં તેણે બીજા દિવસે પોતાની કાર અને મોબાઈલ પણ છીનવી લીધો હતો.

Advertisements

તમામ આરોપીઓની કરાઈ ધરપકડ: એમઆઈજી પોલીસ સ્ટેશનના પ્રભારી નીતિન પટેલના જણાવ્યા મુજબ આ ગેંગના પાંચેય સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં આ ગેંગના પાંચમા સભ્યની ધરપકડ કરવામાં આવી હતી. તે ઓટો ચલાવે છે. તેણે કહ્યું કે જ્યારે સંજયે લાલચ આપી, ત્યારે તે પણ આ પ્લાનમાં જોડાયો હતો.

Advertisements
Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *