રાત્રે સારી રીતે ઊંઘી નથી શકતા.. તો આજે જ અજમાવો આ ઉપાય.. આવશે મીઠી અને સારી ઊંઘ

આજના મોડર્ન જમાનામાં સૌ કોઈ અનિદ્રાની સમસ્યાથી લડી રહેલા જોવા મળે છે. કેટલાક લોકો તો તેવા પણ હોય છે જે ઊંઘ ના આવવા પર ઊંઘની ગોળીઓ ખાઈ લે છે. તો કેટલાક આંખો બંધ કરીને ઘણીવાર સુધી પથારી પર પડ્યા રહે છે.

Ad

તેમને ઊંઘ જ નથી આવતી. જયારે ઊંઘ પૂરી નથી થતી તો બીજો દિવસ ખુબજ બેકાર અને થાકેલો રહે છે. તમને દિવસભર આળસ આવે છે. બધા જ કામ બગડે છે. જો તમે એક સારી ઊંઘ માટે તરસી રહ્યા છો તો વાસ્તુ ટીપ્સ તમારા કામમાં લાગી શકે છે.

આજે અમે તમને કેટલીક એવી વાસ્તુ ટીપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જે તમને સારી ઊંઘ માટે મદદ કરશે.

ઈલેક્ટ્રોનિક સામાન બેડરૂમથી હટાવી લેવો

મોટાભાગના લોકોના બેડરૂમમાં ટીવી, લેપટોપ કે કોઈ અન્ય ઈલેક્ટ્રોનિક સામાન જરૂરથી હોય છે. તમારે આવો સામાન બેડરૂમથી બહાર નીકાળી દેવો જોઈએ.

વાસ્તુ અનુસાર આ પ્રકારની વસ્તુઓ તમારી ઊંઘમાં વિઘ્ન ઉભું કરી શકે છે. તો ઊંઘતા પહેલા મોબાઈલ ફોન પણ પોતાનાથી ઘણો દુર રાખવો જોઈએ. ઊંઘવા માટે એક શાંત માહોલ પણ જરૂરી હોય છે, જે આ ઇલેક્ટ્રિક સામાનના કારણે ના બની શકે.

બેડરૂમ ઉપર પાણીની ટાંકી

બેડરૂમની ઉપર વહેતું પાણી ના હોવું જોઈએ. તેનાથી તેની ઉપર તમે પાણીની ટાંકી કે બાથરૂમ ના રાખો. આવું કરવાથી ના માત્ર તમારી ઊંઘમાં વિઘ્ન આવશે પરંતુ પતિ પત્નીના સબંધો પણ બગડવા લાગશે. એટલે આવું કરતા પહેલા ખાસ ધ્યાન રાખો.

ઊંઘવાની દિશા

તમે કઈ દિશામાં ઊંઘો છો તે પણ ઘણું મહત્વ ધરાવે છે. જો તમે ખોટી દિશામાં ઊંઘો છો તો ઊંઘ ના આવવાની શક્યતાઓ વધી જાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આપણે ક્યારેય પણ ઉત્તર દિશાની તરફ માથું રાખીને ઊંઘવું ના જોઈએ.

પૂર્વ દિશામાં માથું રાખીને ઊંઘવું ખુબજ ફાયદાકારક કહેવામાં આવે છે. તેનાથી તમને સારી ઊંઘ આવી શકે છે.

પલંગ અને દરવાજો

તમારા બેડરૂમનો પલંગ દરવાજાની એકદમ સામે ના હોવો જોઈએ. જેનાથી તમને ઊંઘવામાં તકલીફ આવી શકે છે. એટલે એવું હોય તો પલંગને દરવાજાની સામેથી હટાવી લેવો. જો તેવું શક્ય ના બને તો દરવાજો બંધ કરીને અથવા તેના પર પડદો નાખીને ઊંઘવું જોઈએ.

તો આ કેટલાક વાસ્તુ નિયમો તમારે ઊંઘતા સમયે ધ્યાનમાં રાખવા જોઈએ. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો શેર કરવાનું ના ભૂલતા અમે તમારી સાથે આ પ્રકારની જ રસપ્રદ વાતો શેર કરતા રહીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *