ફોટો પડાવી રહ્યો હતો બાળક, અચાનક પાછળથી શિકાર કરવા વાઘે મારી તરાપ અને..

આપણે ત્યાં ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં અને જિલ્લાઓમાં સિંહ અને દિપડાઓના હુમલાથી ઘણા લોકો જીવ ગુમાવતા હોવાનું સામે આવે છે. આ પ્રાણીઓ ઘણીવાર હિંસક બની જતા હોય છે.

વિડીયો જોવા નીચે સ્ક્રોલ કરો..

ત્યારે આયર્લેન્ડના ડબલીનમાં એક એવી ઘટના બની જેનાથી સૌ કોઈ હેરાન પરેશાન છે. બાળક તેના પિતા સાથે પ્રાણી સંગ્રહાલયમાં ફરવા ગયો હતો, જ્યાં એક વાઘે તેના પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો.

આ હુમલાનો વિડીયો જોઇને તમારો પણ શ્વાસ એક સમય ને માટે તો અદ્ધર થઇ જાય. જો કે વિડીયો પૂરો જોવો તો તમને ખ્યાલ આવશે કે જેવો વાઘ દોડીને બાળક પર તરાપ મારવા જાય છે.. કે

ત્યાં જ વચ્ચે કાચ આવી જાય છે, એટલે કે કાચ હોવાના કારણે તેનો જીવ બચી ગયો. ૭ વર્ષીય સીન નામનો બાળક પ્રાણીસંગ્રહાલયમાં એક વાઘની જગ્યાની બહાર ફોટો ક્લિક કરાવવાનો પોઝ આપી રહ્યો હતો. પાછળ વાઘ ઉભો હતો અને બાળકને ઘુરીને જોતો હતો..

જેવું બાળકે પાછળ ફરીને જોયું તો વાઘ શિકાર કરવા માટે દોડ્યો અને કાચથી અથડાયો. બાળક જોઇને નીચે પડી ગયો. બાળકના પિતા રોબે સૌભાગ્યથી પોતાના કેમેરા પર આ ક્ષણ કેપ્ચર કરી લીધી. તેમના દ્વારા ટ્વીટર પર શેર કરાયેલ વિડીયો એક ઝાટકે દુનિયાભરમાં વાયરલ થઇ ગયો.

આ વિડીયોને ટ્વીટર પર ૨૩ ડીસેમ્બરના દિવસે પોસ્ટ કરાયો છે, જેને અત્યારસુધી ૨ મીલીયન વ્યુઝ મળી ચુક્યા છે. સાથે જ ૪૬ હજાર લાઈક્સ અને ૧૦ હજારથી વધારે રી ટ્વીટસ થઇ ગયા છે. કેટલાય લોકોએ આ વિડીયો પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

જુઓ Video :

એક યુઝરે લખ્યું, ‘વાઘને માથા પર બહુ જોરથી વાગ્યું હશે, તેનું માથું સીધું જ કાચ સાથે અથડાયું હતું. એક યુઝરે લખ્યું, બાળક માટે બહુ જોરદાર પળ પણ વાઘ માટે ઘણું દુઃખ લાગી રહ્યું છે. તેને ઘણા જોરથી વાગ્યું હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *