જંગલી કુતરા પાછળ દોડ્યો ભૂખ્યો વાઘ, તો વિચિત્ર રીતે ભસવા લાગ્યો કુતરો પછી.. જુઓ વિડીયો

કર્ણાટકના કાબિનીમાં કઈક એવું બન્યું કે જેનાથી સૌ કોઈ જોઇને ચોંકી ઉઠ્યા છે. એક જંગલી કુતરું વાઘથી પોતાનો જીવ બચાવતો જોવા મળ્યો. વિડીયોમાં કુતરાને જીવ બચાવીને ભાગતો જોવા મળે છે તો બીજીતરફ ભૂખ્યો વાઘ શિકાર કરવા માટે દોડતા જોવા મળી રહ્યો છે.

જંગલી કુતરો, જે પોતે એક શિકારી છે તે પોતાને શિકારથી બચતો દેખાયો. લોકોને આ વિડીયો ઘણો પસંદ આવી રહ્યો છે. સોશિયલ મિડિયા પર પણ ટ્વીટર પર શેર થયેલો આ વિડીયો ઘણો વાયરલ થઇ રહ્યો છે.

પીછો કરવાનો એક વિડીયો મૂળ રૂપે ફાઈવઝેરો સફારીઝ દ્વારા શેર કરવામાં આવ્યો હતો અને સોશિયલ મિડિયા પર વાયરલ થઇ ગયો હતો, તેને એક વન્યજીવ ફોટોગ્રાફરે ટ્વીટ કર્યો હતો, જેણે કુતરાના અવાજને અજીબ કહ્યો હતો. તેમણે કહ્યું, ‘મેં જંગલમાં જંગલી કુતરાનું આવું એલાર્મ ક્યારેય નથી સાંભળ્યું. તદુપરાંત તે પોતે એક શિકારી છે. વાઘથી બચવા માટે તે એવો દોડતો જોવા મળ્યો. કેવી વિચિત્ર છે અવાજ.

આ વિડીયોને ૧૪ મે ની સવારે પોસ્ટ કરવામાં આવ્યો હતો,જેના અત્યારસુધી ૨૨ હજારથી વધારે વ્યુ મળી ચુક્યા છે. સાથે જ હજારથી વધારે લાઈક્સ અને ૨૦૦ થી વધારે રિ- ટ્વીટસ થઇ ચુકી છે અને ઘણી કમેન્ટ્સ આવી ચુકી છે.

ભારતીય વન સેવા અધિકારી સુશાંત નંદાના અનુસાર, સોશિયલ મિડિયા પર વિડીયો સામે આવ્યા બાદથી જંગલી કુતરાના વિચિત્ર વ્યવહાર માટે ઘણા સ્પષ્ટિકરણ આપવામાં આવ્યા હતા. કાબિની ક્ષેત્રના તેના કેટલાક સહયોગીઓએ કહ્યું કે જંગલી કુતરો વાઘને આગળ જતો રોકવાના પ્રયત્નો કરી રહ્યો હતો કારણકે તેની જોડે ગલુડિયા હતા.

જુઓ તે વિડીયો:

આ વિડીયોનો પછીનો હિસ્સો

સેઈન ડીએગો પ્રાણી સંગ્રહાલય અનુસાર, જંગલી કુતરા આમ તો એકબીજા સાથે વાત કરવા માટે એક સીટીનો ઉપયોગ કરતા હોય છે. આ જંગલી કુતરા મહાન સંચારક હોય છે જે અલગ અલગ પ્રકારના અન્ય અવાજોનો પણ ઉપયોગ કરતા હોય છે, જેમાં હાઈ પીચવાળી ચીસો સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *