એક્ટિંગ છોડીને ભાજપમાં જોડાયેલી આ મહિલા નેત્રીએ છોડી દીધી પાર્ટી.. કારણ છે….

ફેબ્રુઆરીમાં યોજાયેલ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટી હાર મળી. પરિણામ આવ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે સ્વીકાર્યું હતું કે તેમના નેતાઓની હેટ સ્પીચને કારણે પાર્ટીની આ હાલત થઇ. અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્મા અને કપિલ મિશ્રાએ જે વિવાદાસ્પદ નિવેદનો આપ્યા તે. તેનો ઝટકો તો પાર્ટીને લાગ્યો જ પણ હજુ તેના આફ્ટરશોકસ ચાલુ છે.

બંગાળમાં આવનારા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યાની ભાજપની નેત્રી સુભદ્રા મુખર્જીએ પાર્ટી છોડી દીધી છે. સુભદ્રાએ પોતાની જ પાર્ટીના નેતાઓ તરફથી વારંવાર આગ ઝરતા નિવેદનો અપાઈ રહ્યા હોવાનું કારણ આપ્યું છે. તેમનું કહેવું છે કે જે પક્ષમાં આવી નફરત ફેલાવનારી વાત કરનારા અનુરાગ ઠાકુર અને કપિલ મિશ્રા છે તે પક્ષમાં તે નથી રહેવા માંગતી.

સુભદ્રા મુખર્જીનું ૨૦૧૩ થી પહેલા એક્ટિંગમાં એક્ટીવ કરિયર હતું. તે કેટલીક ફિલ્મો અને ટીવી સીરીયલોમાં કામ કરી ચુકી છે. ૨૦૧૩ માં એક્ટિંગ છોડીને રાજકારણમાં આવી. ભાજપમાં જોડાઈ.

સુભદ્રાનું કહેવું છે કે, મેં ૨૦૧૩ માં પક્ષની વિચારધારા અને કામ કરવાની પદ્ધતિથી પ્રભાવિત થઈને પક્ષમાં જોડાઈ હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં જે થયું છે, એ યોગ્ય નથી. અનુરાગ ઠાકુર અને કપિલ મિશ્રા જેવા નેતાઓ ભડકાઉ અને નફરત ફેલાવતા નિવેદનો આપી રહ્યા છે અને તેના પર કોઈ એક્શન નથી લેવાઈ રહ્યા.

ઉલેખનીય છે કે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે દિલ્હી ચૂંટણી દરમિયાન એક રેલીમાં ‘દેશ કે ગદ્દારો કો, ગોલી મારો **કો નો નારો લગાવ્યો હતો, તેના કેટલાક દિવસો પછી ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ શાહીન બાગમાં એન્ટી -સીએએ પ્રોટેસ્ટ કરનારાઓ વિશે કહ્યું હતું કે આ લોકો કેટલાક દિવસ પછી ઘરમાં ઘૂસીને બહેન દીકરીઓ પર રેપ કરશે, હત્યા કરશે, કપિલા શર્માએ દિલ્હી ચૂંટણીને ભારત- પાકિસ્તાનનો મુકાબલો જણાવ્યો હતો. ચૂંટણી પૂરી થઇ, ભાજપને હાર મળી પણ નફરત ફેલાવતા નિવેદનો ના અટક્યા, ચૂંટણી બાદ કપિલ મિશ્રાએ શાહીન બાગ ખાલી કરાવવા માટે દિલ્હી પોલીસને ત્રણ દિવસનો સમય આપતા કહ્યું હતું કે ત્યારબાદ તેઓ પોતાની રીત અપનાવશે. આ ભડકાઉ નિવેદન માટે તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવાની માંગણી કરવામાં આવી. દિલ્હી હાઈકોર્ટમાં કેસ ગયો. હવે આ નિવેદનોને કારણે જ સુભદ્રાએ પાર્ટી છોડી દીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *