બોલીવુડ જગતના આ સિતારાઓ એકબીજાની પત્નીઓ પર થઇ ગયા હતા દિવાના, જાણો બોલીવુડના સિક્રેટ લવ અફેર વિશે….

બોલીવુડ જગતમાં અફેર અને બ્રેકઅપ એકદમ સામાન્ય છે. અહીં દરરોજ ઘણા સિતારાઓ પ્રેમમાં પડે છે. જેમાથી અમુકની લવ સ્ટોરી હેડલાઇન્સ બનાવે છે, જ્યારે અમુકના અફેર એકદમ સિક્રેટ રહે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એવા સિતારાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેઓ ક્યારેક સિક્રેટ અફેરને કારણે હેન્ડલાઇન્સમાં હતા. તો ચાલો આપણે જાણીએ કે આ યાદીમાં કોણ કોણ શામેલ છે.

રણવીર સિંહ અને અહના દેઓલ: પ્રખ્યાત અભિનેતા રણવીર સિંહે કોલેજના સમયગાળા દરમિયાન હેમા માલિનીની નાની પુત્રી અહના દેઓલ સાથે અફેર કર્યું હતું. બંને એક બીજાના પ્રેમના સંબંધમાં પાગલ હતા પરંતુ તેમનો પ્રેમ ફક્ત કોલેજ સુધી ચાલ્યો હતો અને તેમની કોલેજ પૂર્ણ થતાંની સાથે જ સંબંધ પણ સમાપ્ત થઈ ગયો હતો. હાલમાં રણવીરસિંહે દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યા છે, જ્યારે અહાનાએ વૈભવ વોહરા સાથે લગ્ન કરી લીધા છે.

Ad

રણબીર કપૂર અને અવંતિકા મલિક: કપૂર પરિવારનો ચિરાગ રણબીર કપુર ખૂબ જ હેન્ડસમ લાગે છે પરંતુ શું તમે જાણો છો કે રણબીર કપૂરને પહેલી વખત કોની સાથે પ્રેમ થઈ ગયો હતો? જો ના તો તમને જણાવી દઈએ કે રણબીર અવંતિકા મલિક સાથે પહેલા પ્રેમમાં હતો. જોકે હાલમાં અવંતિકા બોલિવૂડ એક્ટર ઇમરાન ખાનની પત્ની છે જે આમિર ખાનનો ભત્રીજો છે.

આમિર ખાન અને પૂજા ભટ્ટ: 1991 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દિલ હૈ માનતા નહીં’ માં આમિર ખાન અને પૂજા ભટ્ટ એક સાથે જોવા મળ્યા હતા, આ ફિલ્મ દરમિયાન આમિર અને પૂજા બંનેને પસંદ કરવા લાગ્યા હતા, જોકે તેમની વચ્ચેના સંબંધની બહુ ઓછી ચર્ચા કરવામાં હતી.

દીપિકા પાદુકોણ અને નિહાર પંડ્યા: રણવીર સિંહ સાથે લગ્ન કરતા પહેલા દીપિકા પાદુકોણના એક કરતા વધારે અફેર હતા. દીપિકા ફિલ્મોમાં આવતા પહેલા મોડેલિંગ કરતી હતી, તે જ સમયે નિહાર પંડ્યા સાથે તેનું અફેર હતું. તમને જણાવી દઈએ કે બંને હિમેશ રેશમિયાના આલ્બમ આપ કા સુરુરમાં સાથે જોવા પણ મળ્યા હતું. જ્યારે ફરાહ ખાને દીપિકાને ફિલ્મ ઓમ શાંતિ ઓમ માટે સાઇન કરી હતી, ત્યારે દીપિકાએ નિહાર સાથેના સંબંધો સમાપ્ત કર્યા હતા.

અનુષ્કા શર્મા અને જોહેબ યુસુફ: જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા મોડલિંગ કરતી હતી, ત્યારે તેનું જોહેબ યુસુફ સાથે અફેર હતું, પરંતુ જ્યારે અનુષ્કાને ફિલ્મમાં બ્રેક મળ્યો ત્યારે તેમનું પ્રેમ પ્રણય ત્યાં જ સમાપ્ત થઈ ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *