કોરોના વાયરસને હરાવનારો દુનિયાનો પહેલો દેશ, ખુલી ગઈ સ્કુલ, કેફે અને ફૂડ આઉટલેટ્સ

દુનિયાભરમાં કોરોનાએ કહેર મચાવ્યો છે, આપણા ગુજરાત અને ભારતમાં પણ લોકડાઉન ચાલી રહ્યું છે, લોકો ઘરમાં જ છે, જીવનજરૂરી વસ્તુઓની તેમજ નિશ્ચિત જગ્યાઓએ સરકારે આપેલી છૂટ પ્રમાણેની દુકાનો જ ખુલ્લી છે અને તેને ખરીદવા સિવાય બહાર કોઈ નીકળતું નથી ત્યારે આ પરિસ્થિતિમાં સૌ કોઈ એ દિવસો યાદ કરી રહ્યા છે જયારે તેઓ બહાર હરતા ફરતા, બહાર હોટલોમાં ખાતા, ધાર્મિક સ્થાનોએ જતા, બહાર બસ ભીડ જ ભીડ દેખાતી અને હાલમાં એકદમ માહોલ શાંત છે.

કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે તેમજ છૂટ આપવાથી કોરોના વધુ ફેલાય તેવી પણ ભીતિ રહેલી છે આ પરિસ્થિતિમાં લોકો વિચારી રહ્યા છે કે ક્યારે કોરોનાથી છુટકારો મળશે અને ક્યારે બધું પૂર્વવત થશે અને આ જ પરિસ્થિતિ દુનિયાના મોટાભાગના દેશોમાં છે ત્યારે દુનિયામાં એક દેશ એવો પણ છે જે કોરોના મુક્ત થઇ ગયો છે અને ઘણુંબધું શરુ થઇ ગયું છે.

આ દેશ છે ન્યુઝીલેન્ડ. ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેકીંડા ઓર્ડને જાહેરાત કરી છે કે તેમના દેશે હવે કોરોના વાયરસને ખત્મ કરી દીધો છે, ૨૭ એપ્રિલે ન્યુઝીલેન્ડમાં કોરોનાના ફક્ત ૫ કેસ જ સામે આવ્યા હતા. ન્યુઝીલેન્ડમાં કોરોનાનું કમ્યુનીટી ટ્રાન્ઝેકશન પણ નથી. આ કારણથી જ વડાપ્રધાન જેસીંડા ઓર્ડણે પોતાના દેશને કોરોના મુક્ત જાહેર કરી દીધો છે.

આ સાથે જ વડાપ્રધાન જેસીંડા ઓર્ડને ન્યુઝીલેન્ડમાં લોકડાઉનમાં છૂટ આપવાની વાત પણ કરી છે. દેશમાં રહેલ લેવલ 4 ના સૌથી અઘરા પ્રતિબંધ હેઠળ લગભગ ૫ અઠવાડિયા પસાર થયા બાદ દેશમાં સોમવારે લેવલ ૩ ના પ્રતિબંધ રહી જશે, જેના અંતર્ગત કેટલાક વ્યવસાય ટેકઅવે ફૂડ આઉટલેટ અને સ્કુલ ખુલી જશે.

આ સાથે જ ૨૭ એપ્રિલની અડધી રાતથી જ અર્થવ્યવસ્થાને પાટે લાવવા માટે કન્સ્ટ્રકશન જેવા કામોને મંજુરી આપી દેવામાં આવી છે. આ જાહેરાત બાદથી જ લગભગ ૫ લાખ મજૂરો પોતપોતાના કામ પર પરત ફરવા તૈયાર છે. જો કે, આવનારા આદેશ સુધી સોશિયલ ડીસ્ટન્સિંગ યથાવત રહેશે.

સ્વાસ્થ્ય વિભાગના ડાયરેક્ટર જનરલ એશ્લે બ્લૂમફિલ્ડે કહ્યું કે ન્યુઝીલેન્ડે કોરોનાણે ખત્મ કરવાનો પોતાનો ઉદ્દેશ્ય હાંસલ કરી લીધો છે. કોરોનાના ખત્મ થવાનો મતલબ બિલકુલ પણ એ નથી કે હવે દેશમાં કોરોનાનો કોઈ નવો કેસ નહી આવે.

ન્યુઝીલેન્ડમાં કુલ ૧૪૭૨ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા, જયારે કે ૧૯ લોકોના મોત થયા છે. તો આજસુધી કુલ ૧૨૧૪ લોકો સંપૂર્ણ સ્વસ્થ થઇ ચુક્યા છે. ન્યુઝીલેન્ડમાં આ સમયે કોરોનાના માત્ર ૨૩૯ એક્ટીવ કેસ છે. ફક્ત ૧ વ્યક્તિની હાલત ગંભીર છે.

વર્ષ ૨૦૧૮ ની વસ્તી ગણતરી અનુસાર ન્યુઝીલેન્ડની કુલ વસ્તી ૪૮.૯ લાખ છે. ન્યુઝીલેન્ડમાં દર ૧૦ લાખ લોકોમાં ફક્ત ૩૦૫ લોકો જ કોરોના પોઝીટીવ મળ્યા છે. જયારે કે દર ૧૦ લાખ લોકોમાંથી માત્ર 4 લોકોના જ મોત થયા છે.

ન્યુઝીલેન્ડમાં અત્યારસુધી ૧૨૬, ૦૬૬ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, તો દર ૧૦ લાખ લોકોમાંથી ૨૬,૧૪૩ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી ચુક્યો છે.

કોરોના વિરુદ્ધ ચાલેલી જંગમાં ન્યુઝીલેન્ડની જીતનો સૌથી વધુ શ્રેય તેની ભૌગોલિક સ્થિતિને જાય છે. ન્યુઝીલેન્ડ એક એવો દેશ છે જેની આંતરરાષ્ટ્રીય સીમા સરળતાથી બંધ કરી શકાય છે. ન્યુઝીલેન્ડની વસ્તી ૫૦ લાખથી પણ ઓછી છે. એટલે ત્યાં કોરોના સંક્રમણ રોકવું પણ સરળ હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *