‘તારક મહેતા’ શો ના સ્ટાર્સનો અસલી પરિવાર, જુઓ દરેક પાત્રની રિયલ લાઈફ તસવીરો

તારક મહેતા કા ઉલટા ચશ્માં હાલમાં ટીવી દુનિયાના સૌથી ચર્ચિત અને લોકપ્રિય શોમાંથી એક છે. આ શો ની વાત કરીએ તો તેને ઘરના બાળકોથી લઈને મોટેરાઓ પણ જોઈ શકે છે.

આજે આ શો ના લાખોની સંખ્યામાં ફેંસ છે, કે જેની સાથે જોડાયેલી દરેક અપડેટ્સ રાખે છે. આ શો ના દરેક પાત્ર પણ લોકોના દિલોમાં પોતાની અલગ જગ્યા અને ઓળખ બનાવી ચુક્યા છે.

તેવામાં આજે આ ખબરમાં તમને આ શોના કેટલાક જાણીતા પાત્રોની અસલી જિંદગી વિશે જણાવીશું અને સાથે જ કેટલીક તસ્વીરો પણ બતાવીશું.

દિલીપ જોશી

શો ના સૌથી ચર્ચિત પાત્ર જેઠાલાલને અભિનેતા દિલીપ જોશી નિભાવી રહ્યા છે. આજે તેમની પ્રસિદ્ધિ કોઈ બોલીવુડ સ્ટારથી ઓછી નથી. તેમણે જયમાલા સાથે લગ્ન કર્યા છે. આજે લગ્ન બાદ તેમને બે બાળકો પણ છે, જેમના નામ ઋત્વિક અને નિયતિ છે.

શૈલેશ લોધા

શૈલેશ લોઢાની વાત કરીએ તો તેમને શો માં તારક મહેતાનું પાત્ર ભજવતા જોવામાં આવે છે. તેમની અસલી જિંદગીની વાત કરીએ તો તેઓ એક્ટર હોવાની સાથે એક લેખક પણ છે. તેમણે સ્વાતી લોધા સાથે લગ્ન કર્યા છે જેમને એક પુત્રી પણ છે. તેમની દીકરીનું નામ સ્વરા લોધા છે.

અમિત ભટ્ટ

શોમાં સૌથી ફેમસ પાત્રોમાં ચંપકલાલનું નામ પણ સામેલ છે, કે જે શોમાં બાપુજીનો ભાગ ભજવે છે. અસલી જિંદગીમાં આ પાત્ર અમિત ભટ્ટ નિભાવે છે જેઓ કૃતિ ભટ્ટને પોતાના જીવનસાથી બનાવી ચુક્યા છે. લગ્ન બાદ તેમના બે બાળકો પણ છે. જેમની સાથે તેઓ ઘણી ખુશહાલ જિંદગી જીવી રહ્યા છે.

જેનીફર મિસ્ત્રી

અભિનેત્રી જેનીફર મિસ્ત્રી શો માં રોશન સોઢીનું પાત્ર ભજવતા જોવા મળે છે. જેનીફરની વાત કરીએ તો તેઓ એકવાર આ શોમાંથી દુર પણ થયા હતા પરંતુ ચાહકોની ભારે ડીમાંડના કારણે તેમને પાછા લાવવામાં આવ્યા હતા. તેમના પતિનું નામ મયુર બંસીવાલા છે જેમને એક દીકરી પણ છે.

શ્યામ પાઠક

શોમાં તમે પોપટલાલના પાત્રને જોયું હશે કે જે પોતાના લગ્ન વિશે જ કાયમ વિચાર્યા કરે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે તેમની અસલી જિંદગીમાં લગ્ન થઇ ચુક્યા છે. તેમની પત્નીનું નામ રેશમી છે અને આજે તેઓ ૩ બાળકોના પિતા પણ છે.

મંદાર ચંદવાદકર

તારક મહેતા શોમાં મંદાર ચંદવાદકરને ગોકુલધામ સોસાયટીના ભીડે ભાઈના પાત્રમાં જોવામાં આવે છે. અસલી જીંદગીમાં તેમણે સ્નેહલ ચંદવાદકર સાથે લગ્ન કર્યા છે, જેમને એક પુત્ર પણ છે જેનું નામ પાર્થ ચંદવાદકર છે.

સોનાલિકા જોશી

ધારાવાહિકમાં ગોકુલધામ સોસાયટીના માધવી ભીડેનું પાત્ર અભિનેત્રી સોનાલિકા જોશી નિભાવે છે. અસલી જિંદગીમાં તેમના પતિનું નામ સમીર જોશી છે. તેમને એક પુત્રી પણ છે જેનું નામ આર્ય જોશી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *