ખુબજ બોલ્ડ છે, તારક મહેતા કા ઉલટા ચશ્માના નવા અંજલિ ભાભી, જુઓ સુનૈના ફૌજદારની તસવીરો..

૧૨ વર્ષથી સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં સુનૈના ફૌજદારની એન્ટ્રી થઇ ચુકી છે. તે શોમાં અંજલી ભાભીનો ભાગ ભજવતા જોવા મળશે. એક્ટ્રેસ નેહા મહેતા છેલ્લા ૧૨ વર્ષથી અંજલી ભાભીનું પાત્ર ભજવીને મનોરંજન કરી રહ્યા હતા.

જો કે તેમના ફેંસ માટે તે સારા સમાચાર નહોતા કે તેઓ શો છોડીને જઈ રહ્યા છે. જો કે તે વાત હજુ સામે નથી આવી શકી કે તેમણે શો કેમ છોડ્યો છે પરંતુ કહેવામાં આવે છે કે એક નવા પ્રોજેક્ટને કારણે તેમણે ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ને અલવિદા કર્યું છે. આવો જાણીએ કોણ છે સુનૈના ફૌજદાર:

સુનૈના ફોજદાર તેમની અસલ જીંદગીમાં ખુબજ સ્ટાઇલીશ છે. ઇન્સ્ટાગ્રામ પર તેમની કેટલીક ફોટો જોઈએ તો તેઓ ખુબજ બોલ્ડ લુકમાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે સુનૈના ફૌજદારના લગ્ન થયેલા છે, સુનૈનાએ ૪ વર્ષના સબંધો બાદ તેમના બોયફ્રેન્ડ કૃણાલ ભંબવાની સાથે લગ્ન કર્યા છે કે જે એક બિઝનેસમેન છે.

સુનૈના ફૌજદારે તેના એક્ટિંગ કરિયરની શરૂઆત સ્ટાર પ્લસના શો સંતાનથી કરી હતી. તેની સિવાય તે રાજા કી આયેગી બારાત, કુબૂલ હૈ, રહના હૈ તેરી પલકો કે છાંવ મેં, સી.આઈ.ડી, સાવધાન ઇન્ડિયા, આહટ, એક રિશ્તા સાજેદારી કા, લગી તુઝસે લગન અને ફીયર ફાઈલ્સ જેવી સીરીયલ્સમાં જોવા મળી ચુક્યા છે.

સુનૈના ફૌજદાર ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ માટે ખુબ જ એક્સાઈટેડ જોવા મળી રહી છે. સો ની ટીમ તરફથી તે રોલને લઈને કોઇપણ પ્રકારનું દબાણ નથી અનુભવી રહી. જો કે શો ના પ્રોડ્યુસરથી લઈને બાકી સૌએ તેનું સ્વાગત કર્યું.

સુનૈનાના અનુસાર નેહતા મહેતા છેલ્લા ૧૨ વર્ષથી તે શોનો એક મહત્વનો હિસ્સો હતી. તેમને રિપ્લેસ કરવું સુનૈના માટે ચેલેન્જીંગ રહેશે. સુનૈના ઈચ્છે છે કે નેહાના ફેંસ તેને પણ સ્વીકાર કરે.

તેમણે કહ્યું કે નેહાની જગ્યા લેવી ખુબ જ અઘરી છે પરંતુ હું શોને મારા ૧૦૦ ટકાનું યોગદાન આપવાના પ્રયત્ન કરીશ.

સુનૈનાએ તેમના પરિવારમાં કોઈને નહોતું જણાવ્યું કે તેઓ આ શો સાથે જોડાઈ રહ્યા છે. સૌને સમાચાર જોઇને જ ખબર પડી. સુનૈના તેવું વિચારીને ડરી ગયેલ કે ક્યાંક શુટિંગ શરુ થશે પણ કે નહીં, પરંતુ શૂટ શરુ થયું તો તેના આનંદનો પાર ના રહ્યો. સુનૈનાની ફેમીલી પણ ઘણી એક્સાઈટેડ છે.

તસ્વીરો સુનૈના ફૌજદારના ઈન્સ્ટાગ્રામથી લેવામાં આવી છે. આવી જ જાણકારી અને માહિતી મેળવા રહેવા માટે અમારું મોજે ગુજરાતનું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *