રવિવારે સૂર્યગ્રહણ: આ રાશિઓને થશે વિશેષ ધન લાભ, જાણો કેવો પડશે પ્રભાવ..!!

૨૧ જુન, રવિવારે થનારું સૂર્ય ગ્રહણ ઘણું ખાસ છે. આ સૂર્ય ગ્રહણ સવારે ૯: ૧૫ કલાકે શરુ થશે અને બપોરે ૩:૦૪ કલાકે ખત્મ થશે. ૨૧ જુન ૨૦૨૦ ના રોજ સમગ્ર ભારતમાં કંકણ રૂપ એટલે કે ખંડગ્રાસ રૂપમાં સૂર્ય ગ્રહણ દેખાશે. આ ગ્રહણ મૃગશિરા, આદ્રા ક્ષત્ર અને મિથુન રાશિમાં થશે.

સૂર્ય મિથુન રાશિમાં છે અને મિથુન રાશિમાં જ ગ્રહણ થઇ રહ્યું છે. જે સમયે આ ગ્રહણ થઇ રહ્યું છે તે સમયે સિંહ રાશિનો ઉદય થઇ રહ્યો છે. આ ગ્રહણ મૃગશિરા નક્ષત્રમાં લાગી રહ્યો છે. આ નક્ષત્રનો સ્વામી મંગળ હોય છે.

ગ્રહણનો કુલ સમય ૫ કલાક ૪૮ મિનીટ. સૂર્યગ્રહણઉ સૂતક ૨૦ જુન ૨૦૨૦ ના રાતના ૦૯:૧૬ થી શરુ થશે અને ગ્રહણ સમાપ્ત થવા પર ખત્મ થશે. આ ગ્રહણકાળ દરમિયાન ૬ ગ્રહ વક્રી રહેશે જે ગ્રહણની સાથે મળીને રાશિઓને પ્રભાવિત કરશે.

મેષ- મેષ રાશિના જાતકોને ધનની તકલીફ ઘણી વધારે થશે, સાથે જ સંતાનના પ્રત્યે ચિંતા પણ વધશે. ગ્રહણકાળ દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરવો, તેનાથી તમારા અટકેલા કાર્યો પૂર્ણ થશે.

વૃષભ: આ રાશિના જાતકોને પણ ધનની તકલીફ રહેશે. તમારી રાશિના સ્વામી શુક્ર કેન્દ્રના સ્થાન પર હશે. તમે તમારી રાશિના સ્વામીને મજબુત કરવા માટે સરસ્વતી દેવીની પૂજા- આરાધના કરો અને અન્નનું દાન કરો.

મિથુન: તમારી જ રાશિ પર સૂર્યનું ગ્રહણ થવા જઈ રહ્યું છે, તેવામાં તમને ક્રોધ ઘણો વધારે આવશે. ગુસ્સાના કારણે તમારો ભાષા પ્રયોગ ખરાબ થઇ શકે છે. વ્યર્થની ચિંતાઓ થયા કરશે અને ધન ખર્ચ થશે. લડાઈ ઝગડાથી દુર રહેવું. સૂર્યના મંત્રોનો જાપ કરવો અને મગની દાળનું દાન કરવું.

સિંહ: તમારા મિત્ર તમારી વિરુદ્ધ ષડ્યંત્ર કરી શકે છે. મિત્રો સાથે ઝગડો થઇ શકે છે. હાઈ પ્રોફાઈલ લોકોથી મુલાકાત થશે અને તેનાથી તમને ફાયદો પણ મળી શકે છે. સૂર્યના બીજ મંત્રનો જાપ જરૂરથી કરો.

કન્યા: તમારી સુખ સમૃદ્ધિમાં ખલેલ પડી શકે છે. તમે કાર્ય કરવા માંગશો પણ ચિંતાઓના કારણે કાર્ય નહીં કરી શકો. તેવામાં ગણેશ અને સૂર્યની પૂજા કરવી તમારા માટે ફાયદાકારક રહેશે.

તુલા: તુલા રાશિના લોકો આળસનો શિકાર થઇ શકે છે. તમે તમારા કાર્યોને ઇચ્છીને પણ કરી નહીં શકો. ક્રોધ ઘણો આવશે અને તેના કારણે તમારી ભાષા પણ ખરાબ થઇ શકે છે. વિષ્ણુના મંત્રોનો જાપ કરવો. તેનાથી તમને લાભ થશે.

વૃશ્વિક: જો તમારી રાશિ વૃશ્વિક છે તો તમારી પાસે ઘણું બધું ધન આવનારું છે પરંતુ તેના માટે તમારે મહેનત કરવી પડશે. પરિવારની સમસ્યાથી પરેશાન રહેશો. સુંદરકાંડનો પાઠ કરવાથી તમારી સમસ્યાઓ દુર થઇ શકે છે. તેની સાથે જ મંગળના બીજ મંત્રનો જાપ કરવો.

ધન: ધન રાશિના લોકો કોઈ બીમારીથી પરેશાન થઇ શકે છે. કોઈની સાથે લડાઈ- ઝગડો પણ થઇ શકે છે. તેવામાં મહામૃત્યુંજય મંત્રનો જાપ જરૂરથી કરવો. શિવની ઉપાસના પણ કરવી.

મકર: ખર્ચા વધારે થશે અને ઘણા રોગ હેરાન કરી શકે છે, ખાસ કરીને હાડકાનો કોઈ રોગ તમને પરેશાન કરી શકે છે. શનિની શાંતિ માટે પૂજા અર્ચના જરૂરથી કરવી અને શનિના મંત્રોનો જાપ કરવો. કાળા તલનું દાન કરવું.

કુંભ: સૌથી વધારે ઘન તમારી રાશીને જ મળવાનું છે. આ ધન પ્રાપ્ત કરવા માટે તમારે થોડી મહેનત કરવી પડશે અને તમને તમારી મહેનતનું ફળ જરૂરથી મળશે. કોઈ પ્રકારના દગાથી બચવા માટે શનિદેવની આરાધના જરૂરથી કરવી. અડદની દાળનું દાન કરવું.

મીન: તમારી માતાના સ્વાસ્થ્યનું ધ્યાન જરૂરથી રાખવું. આર્થિક સંકટ પણ તમને હેરાન કરી શકે છે. વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ જરૂરથી કરવા. ચણાની દાળનું દાન કરવું. આવું કરવાથી લાભ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *