રિયલ લાઈફનો હીરો: માં ના નામ પર ગરીબ બાળકોને સ્કોલરશિપ આપશે સોનુ સૂદ.. જાણો પ્રોસેસ

લોકડાઉન દરમિયાન સોનુ સુદે દેશવાસીઓની મદદ કરવાનું શરુ કરી દીધું હતું. શાહરૂખ ખાન સહિતના અનેક એક્ટરોએ ડોનેશન આપ્યા હતા, પોતાની મિલકતો તંત્રને ઉપયોગમાં લેવા આપી હતી તો સોનુ સુદે પણ ગરીબ મજુરોને ઘરે પહોંચાડવા માટેનું બીડું ઝડપ્યું હતું.

સોનું સુદે મજૂરોને તેમના ઘરે મોકલવાથી લઈને વિદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓને ઘરે પરત લાવવા સુધી સોનુ સુદે દરેક વ્યક્તિની મદદ કરવાના પ્રયત્નો કર્યા છે અને આ પ્રયત્નોને દેશભરમાં લોકોએ વખાણ્યા છે.

સોનુ સુદે ગણેશ ઉત્સવ દરમિયાન અનેક મજૂરોને મહારાષ્ટ્ર અને કોંકણના દુરદુરના વિસ્તારોમાં મોકલ્યા, જેથી તે લોકો તેમના પરિવાર સાથે તહેવાર મનાવી શકે.

બીજીતરફ આ સાથે સોનુ સુદ હવે સેવાકાર્યોને વેગ આપવા હવે નવી પ્રવૃત્તિ શરુ કરવા જઈ રહ્યા છે. જે અંગેની પૂરી જાણકારી મેળવવા માટે છેક આ આર્ટિકલ સુધી વાંચો અને જાણો.

મોટાભાગની શિક્ષણ સંસ્થાનોએ ઓનલાઈન કલાસીસ શરુ કરી દીધા છે પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસ નથી કરી શકતા.


તેવા ઘણા વિદ્યાર્થીઓ છે જે ઓનલાઈન ક્લાસ ફક્ત એટલે નથી કરી શકતા કારણકે તેમની પાસે જરૂરી ઉપકરણ નથી.

ગરીબ બાળકોની તકલીફ દુર કરવા માટે સોનુ સુદે તેમની દિવંગત માં ના નામ પર સ્કોલરશિપ શરુ કરવાનો નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા સોનુ સુદે તેની જાણકારી આપી.

ઉલ્લેખનીય છે કે આ સ્કોલરશિપ માટે અપ્લાય કરવા માટે, અરજી આપવા માટે તમારી માહિતી અને એન્ટ્રીઝ scholarships@sonusood.me પર મોકલી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *