હજારો લોકોને ઘરે પહોંચાડી ચુકેલા સોનું સુદના ઘરની આ ૯ તસ્વીરો જોઇને દિલ ખુશ થઇ જશે….

કોરોનાકાળમાં અભિનેતા સોનુ સુદ અનેક લોકોને માટે મસીહા બનીને સામે આવ્યા છે. સોનુ સુદના કારણે ખબર નહીં કેટલાય મજુર અને મજબુર લોકો સુરક્ષિત પોતાના ઘરે પહોંચી શક્યા. એટલું જ નહીં, હવે તે જરૂરીયાતમંદોને નોકરી અપાવવામાં પણ મદદ કરશે.

ખરેખર સોનુ સુદની આ રીતે દિવસ- રાત મજબુર લોકોની મદદ કરવું ઘણું સરાહનીય અને પ્રેરણાદાયક છે.

આવો જોઈએ સોનું સુદ બીજાને પોતાના ઘરે પહોંચાડે છે, તેમનો પોતાનો આશીયાનો કેવો છે?

૧. રસોડું

સોનું સુદે પોતાના રસોડાને Contemporary અને આધુનિક લુક સાથે તૈયાર કર્યું છે. સફેદ રંગનું રસોડું ઘણું આકર્ષક લાગી રહ્યું છે. સાઈડમાં બેસીને ખાવાની સુવિધા પણ છે. જો નવું રસોડું બનાવવાનું વિચારી રહ્યા છો. તો તેનાથી પ્રેરણા લઇ શકો છો.

૨. ડાઈનીંગ એરિયા

ડાઈનીંગ એરિયાને ગ્રે, ક્રીમ અને સફેદ રંગથી તૈયાર કરવામાં આવ્યો છે, જે ઘણું સુંદર દેખાઈ રહ્યું છે. ડાઈનીંગ એરિયાની વોલ ઘણી સારી રીતે શણગારેલી છે, સૌથી વધારે આકર્ષક વસ્તુ તો ફોટોફ્રેમ છે.

૩. ડ્રોઈંગ રૂમ

સોનુ સુદનો ડ્રોઈંગ રૂમ ઘણો સિમ્પલ, પણ સ્ટાઈલીશ છે. રૂમમાં ક્લાસી સોફા રાખેલા છે અને ઈટાલીયન ટ્રેવટીન ફલોરિંગ તેને ઘણું આકર્ષક બનાવી રહ્યું છે. સોનુ સુદે પોતાના ડ્રોઈંગ રૂમને વધારે ભડક ના બનાવી ઘણો સાધારણ રાખ્યો છે.

૪. લિવિંગ રૂમ

લીવીંગ રૂમ મનોરંજન એરિયા છે. એટલે તેની થીમ પણ એ જ હિસાબથી બનાવવામાં આવી છે.

૫. મોર્ડન બેડરૂમ

સોનું સુદનો બેડરૂમ જેટલો મોર્ડન છે, એટલો જ સિમ્પલ પણ છે. રૂમની સ્પેસને ઘણી સારી રીતે ઉપયોગમાં લીધી છે. બેડરૂમની સાદગીનું ધ્યાન રાખતા તેને ઘણો ક્લાસી લૂક આપ્યો છે.

સોનું સુદનો ખુબસુરત એપાર્ટમેન્ટ અંધેરીમાં લોખંડવાલામાં છે, કે જે ૨૬૦૦ સ્ક્વેર ફૂટમાં બનેલો છે. લોખંડવાલા સોનુ સુદનું ફેવરેટ લોકેશન છે. જ્યાં તેઓ ઘણા વર્ષોથી રહી રહ્યા છે.

અભિનેતા સોનુ સુદે ઘર વસ્તુ શાસ્ત્રના હિસાબથી બનાવેલું છે, જેથી ઘરમાં પોઝીટીવિટી રહે. સોનું સુદના આ સુંદર એપાર્ટમેન્ટની કિંમત ૨૦ કરોડ રૂપિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *