સેક્સ રેકેટ માટે દેશભરમાં કુખ્યાત સોનું પંજાબણ આ રીતે બની લેડી ડોન.. જેમની સાથે લગ્ન કર્યા તેમનું થઇ ગયું…

સ્કેસ રેકેટ માટે કુખ્યાત લેડી ડોન સોનું પંજાબણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જો કે હવે તે ખતરાથી બહાર છે. દિલ્હી દ્વારકા કોર્ટ દ્વારા એક કેસમાં દોષિત ઠેરવાયા બાદ જેલની અંદર જ તેણે ઝેરીલો પદાર્થ ખાઈ લીધો હતો. આમ તો આજે પોતાનો જીવ આપવાનો પ્રયત્ન કરનારી સોનું પંજાબણે ખબર નહીં કેટલીય છોકરીઓની જિંદગી બરબાદ કરી છે.

સોનું પંજાબણને પૈસા અને પાવરની એવી હવસ ચડી હતી કે તેને ના માત્ર દુનિયાના એક સૌથી જુના ધંધાને પસંદ કર્યો પરંતુ તેનો કલેવર બદલીને તેને કંપનીમાં ફેરવી દીધો.

સોનું પંજાબણનું અસલી નામ ગીતા અરોડા છે. તે મૂળ રૂપથી હરિયાણાના રોહતકની રહેનારી છે. તેના પિતા રોજગાર શોધતા શોધતા દિલ્હી ગયા હતા. ત્યાં તેઓ ઓટો રીક્ષા ચલાવતા હતા. દસમું ધોરણ પાસ કર્યા બાદ જ ગીતાએ બ્યુટી પાર્લર ખોલી દીધું.

કહેવાય છે કે એક મર્ડર કેસમાં આવ્યા બાદ હરિયાણાના કુખ્યાત ગેંગસ્ટર વિજય સાથે લવ મેરેજ કર્યા હતા. વિજય યુપીના ખૂંખાર હિસ્ટ્રીશીટર પ્રકાશ શુક્લનો નજીકનો માનસ હતો, જેનું ૧૯૯૮ માં યુપીના ગાઝીયાબાદમાં એન્કાઉન્ટર થઇ ગયું હતું. ત્યારબાદ યુપી STF એ વિજયને હાપુડમાં મારી નાખ્યો હતો.

વિજયના એન્કાઉન્ટર બાદ ગીતા અરોડાએ દીપક નામના એક ગુનેગાર સાથે લગ્ન કર્યા હતા. વર્ષ ૨૦૦૩ માં અસમ પુલીસે દીપકને પણ ઠાર મારી દીધો હતો.

ત્યારબાદ ગીતાએ દીપકના ભાઈ હેમંત સાથે લગ્ન કરી લીધા. આ લગ્ન બાદથી તે ગીતાથી સોનું પંજાબણ થઇ ગઈ. ૨૦૦૬ માં હેમંતનું પણ એન્કાઉન્ટર થઇ ગયું.

હેમંતના એનકાઉન્ટર બાદ સોનું પંજાબણ તેના દોસ્ત અશોક બંટીની ઘણી નજીક જતી રહી. અશોકે જ તેને દેહવ્યાપારના ધંધાનો આઈડિયા આપ્યો.

કેટલાક સમય બાદ અશોકનું પણ એન્કાઉન્ટર થઇ ગયું. અશોકના એન્કાઉન્ટર બાદ સોનુ પંજાબણે પોતાના ધંધાને ઘણો ઉપર પહોંચાડી દીધો.

કડકડાટ અંગ્રેજી બોલનારી સોનુ પંજાબણના પાપોનો એક દિવસ ઘડો ભરાઈ ગયો અને તે પોલીસના હાથે ચડી ગઈ. હવે તે જેલમાં પોતાના કર્મોની સજા ભોગવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *