શ્રુતિ હાસનની અન્ડર વોટર તસ્વીરોએ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, જુઓ પાણીમાં એક્ટ્રેસનો જોરદાર અંદાજ

બોલીવુડ એક્ટ્રેસ શ્રુતિ હાસન સોશિયલ મીડિયા પર પોતાના લેટેસ્ટ પોસ્ટ દ્વારા ફેંસ સાથે જોડાયેલી રહે છે. દર વખતનો તેમનો નવો અંદાજ ચાહકોને ખુબ જ પસંદ આવે છે. શ્રુતિ હાસને ફરીથી પોતાની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે ઘણું ધ્યાન ખેંચી રહી છે.

શ્રુતિ હાસનની આ તસ્વીરોની ખાસ વાત એ છે કે તેને અન્ડર વોટર એટલે કે પાણીની અંદર શૂટ કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર શ્રુતિ હાસનની આ તસ્વીરો ખુબ વાયરલ થઇ રહી છે. ચાહકો પણ તેના પર ઘણા રીએક્શન આપી રહ્યા છે.

શ્રુતિ હાસને બે તસ્વીરો શેર કરી છે, જેમાં એકમાં તે બ્લેક એન્ડ વ્હાઈટમાં નજર આવી રહી છે. જયારે કે બીજા ફોટોમાં તે કલરફૂલ જોવા મળી રહી છે. તેમણે કેપશનમાં લખ્યું છે: ‘વોટર બેબી”

 

View this post on Instagram

 

Water baby ❤️ #throwback

A post shared by @ shrutzhaasan on

શ્રુતિ હાસનની લેટેસ્ટ તસ્વીરોને અઢી લાખથી વધારે વખત જોવાઈ ચુકી છે. તસ્વીરોમાં શ્રુતિ હાસન ઘણી ખુબસુરત જોવા મળે છે. ચાહકો પણ ખુલીને તેની પ્રશંસા કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

I can dance anywhere 🖤

A post shared by @ shrutzhaasan on

સાઉથથી લઈને બોલીવુડનો પડાવ પાર કરતા હોલીવુડ પહોંચનારી શ્રુતિ હાસન એક સારી એક્ટ્રેસ હોવાની સાથે એક સારી સિંગર પણ છે. શ્રુતિ હાસનની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા એ ખબર પડે છે કે શ્રુતિ હાસન સિંગિંગ પણ ઘણું સારું કરી લે છે.

 

View this post on Instagram

 

I can go anywhere I dream of 🖤

A post shared by @ shrutzhaasan on

તેલુગુ ફિલ્મોમાં પોતાની એક્ટિંગ કેરિયરની શરુઆત કરનારી શ્રુતિ હાસને બોલીવુડમાં અત્યારસુધી વેલકમ બેક, રમૈયા વસ્તાવૈયા, ગબ્બર ઈઝ બેક, લક, ડી- ડે, બહન હોગી તેરી, રોકી હેન્ડસમ અને તેવર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે અને આવનારા દિવસોમાં પણ તે ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *