ક્યાંક રાત્રે તમે તો નથી કરતા આવી હરકત, જાણો સ્લીપ સેકસના લક્ષણો અને કારણો વિશે..

સેક્સોમેનીયા એ સેક્સ સાથે સંકળાયેલ માનસિક રોગ છે. આ રોગમાં, સેક્સને લઈને મેનિયા થાય છે. દરેક સમયે સેક્સ વિશે વિચારવું અને તેને ફિલ કરવુ એ સેક્સોમેનીયાનું લક્ષણ હોઈ શકે છે.

તેને સ્લીપ સેક્સ પણ કહેવામાં આવે છે, કારણ કે તેના દર્દી સૂતી વખતે પણ સેક્સ કરે છે. મતલબ કે સેક્સને ફિલ કરે છે. સેક્સોમેનિયા એ એક ગંભીર માનસિક બિમારી છે જે ગુસ્સો, ભય, દ્વેષ અને નકારાત્મકતાને જન્મ આપે છે.

સેક્સોમેનિયા સંબંધોને સંપૂર્ણપણે બગાડી શકે છે. સેક્સોમેનીયાના દર્દી બરાબર એવુ જ કામ કરે છે જેમકે લોકો ઊંઘમાં ચાલે છે અને બોલે છે, પણ તે તેમને યાદ નથી રહેતું, તે જ રીતે સેક્સોમેનીયાના દર્દીને પણ ઊંઘમાં સેક્સ કરવાનું યાદ રહેતું નથી.

સેક્સોમેનીયાના લક્ષણો

જો કે, સેક્સોમિનીયાના લક્ષણો અલગ અલગ હોઈ શકે છે. જેમ કે કેટલાક દર્દીઓ અંધારામાં અથવા નિંદ્રામાં શરીરને પંપાળે છે, વિચિત્ર અવાજો કાઢે છે વગેરે.

ઘણી વાર તેઓ માસ્ટરબેશન સાથે સેક્સ કરવા લાગે છે પણ સવારે તેમને કંઇ યાદ નથી હોતું. જો ઊંઘમાં તેઓ સંતુષ્ટ ન થાય તો, કેટલીકવાર તેઓ હિંસક પણ બની જાય છે.

Advertisements

સેક્સોમેનીયા બની શકે છે જોખમી

સેક્સોમેનીયાને ક્યારેય હળવાશથી લેવુ જોઈએ નહીં.તે ખતરનાક માનસિક બીમારીનું કારણ બની શકે છે. નકારાત્મકતા અને ગુસ્સોને લીધે, ઘણી વખત આવા લોકો હિંસક વલણ અપનાવી શકે છે. તેઓને ઊંઘમાં પણ સિટીસફેક્શન જોઈએ છે. ઘણી વાર સેક્સ પૂર્ણ ન થવા પર પણ તેઓ નફરતથી ભરાઇ જાય છે.

સેક્સોલોજિસ્ટ અથવા સાયકોલોજીસ્ટને મળો

આ રોગ સંપૂર્ણપણે માનસિક છે અને વિશેષ વાત એ છે કે દર્દીને તેના રોગ વિશે ખબર હોતી નથી. આ રોગની ખબર ફક્ત તેની સાથે રહેતા લોકો અથવા તેના જીવનસાથીને જ હોય છે.

Advertisements

આવી સ્થિતિમાં, તેના જીવનસાથીનું કામ સેક્સોલોજિસ્ટ અથવા સાયકોલોજીસ્ટને મળવું અને તેના જીવનસાથીને પણ આ વિશે કહેવું છે. શરૂઆતમાં સારવાર દ્વારા તેના લક્ષણોને નાબૂદ કરી શકાય છે.

Advertisements
Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *