આ ગુજરાતી યુવતી દુનિયાની સુંદર ફિટનેસ ટ્રેનરોમાંથી છે એક.. જેમણે બનાવ્યો છે એક રેકોર્ડ

આજના સમયમાં સૌ કોઈ ફિટનેસ મેળવવા – જાળવવા માટે આકરી મહેનત કરે છે, પરંતુ કેટલાક લોકો શરૂઆતમાં ઉત્સાહ બતાવે અને બાદમાં થાકી જાય અને કેટલાક એવા હોય છે જે મક્કમ મનોબળ સાથે પોતાના લક્ષ્ય પર કેન્દ્રિત રહે છે અને સફળતા મેળવતા હોય છે અને પોતાની એક વિશિષ્ટ ઓળખ ઉભી કરતા હોય છે.

સોશિયલ મિડિયા પર સમયાંતરે એક એવી મહિલા ટ્રેનરની કહાની અને તસ્વીર વાયરલ થતી હોય છે જે દેશની અને દુનિયાની ફિટનેસ ટ્રેનર્સમાં ઘણી સુંદર માનવામાં આવે છે. સપના વ્યાસ ના નામથી ઈન્ટરનેટ પર સક્રિય આ ટ્રેનરના લાખો ફોલોઅર્સ છે.

૧૯ વર્ષની ઉંમરમાં ૮૦ કિલો વજનથી પરેશાન સપનાએ આકરી મહેનતથી ઘણું વજન ઓછું કર્યું અને પોતાને પરફેક્ટ બનાવી દીધી. સપના કોઈ એક્ટ્રેસ નથી તેમ છતાં સોશિયલ મીડિયા પર તેમને ફોલો કરવાવાળાઓની સંખ્યા ખુબ જ મોટી છે.

સપના સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. સપનાને અમેરિકન કાઉન્સિલ ઓફ એકસરસાઈઝનું સર્ટીફીકેશન પણ મળી ચુક્યું છે. તો સપના વ્યાસ પટેલ ફિટનેસ ટ્રેનરની સાથે યુટ્યુબ બ્લોગર છે અને મોટીવેશનલ વક્તા પણ છે.

ફિટનેસ ટ્રેનર સપના વ્યાસ પટેલના ૧૧ લાખ કરતા વધારે ફોલોઅર્સ છે. સપના એક્ટ્રેસ ના હોવા છતાં ઘણી મહિલાઓની રોલ મોડલ છે. ૧૯૮૯ માં જન્મેલા સપના વ્યાસ બોલીવુડ મુવીઝમાં એક ટ્રેનર તરીકે પણ કામ કરતી હોય છે.

સપના સમાયંતરે ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતા રહે છે. હવે તેમની ફિટનેસને જોઈ તેમ લાગતું નથી કે તેમનું વજન એક સમયે ૮૦ કિલોથી પણ વધારે હતું. સપના મોટાભાગે તેના જીમ અથવા વર્ક આઉટની તસ્વીરો શેર કરતી હોય છે.

તેમણે વિડીયો સાઈટ યુ-ટ્યુબ પર પણ પોતાની ચેનલ બનાવી રાખી છે અને તેઓ સતત તેમાં વિડીયો પોસ્ટ કરતી હોય છે. સાથે જ તેઓ એક જીમ પણ ચલાવે છે. તે લોકોને હેલ્થ વિશે પણ જાગૃત કરતી રહેતી હોય છે.

સપનાએ અમદાવાદથી જ શિક્ષણ પૂરું કર્યું છે. તેમણે સાઈકોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે, સાથે જ તેમણે એમબીએ પણ કર્યું છે. ફિટનેસ ટ્રેનર બન્યા બાદ તેઓ સોશિયલ મીડિયા પર એક્ટીવ છે અને લોકોને ફિટનેસ ટીપ્સ આપે છે. ઉલ્લેખનીય છે કે તેમણે સ્લિમ થવા કોઈ ઓપરેશન નથી કરાવ્યું.

ફક્ત ડાયટ અને ખાન-પાનના આધારે જ સપનાએ પૂરું વજન ઘટાડ્યું છે. જયારે સપનાએ વજન ઘટાડ્યું તો ત્યારબાદ તેના વ્યક્તિત્વમાં બદલાવ જોવા મળ્યો. આ કારણથી સપનાએ ફિટનેસ ટ્રેનર બનવાનો નિર્ણય કર્યો. જ્યાર બાદ તેઓ આજે સર્ટીફાઈડ ટ્રેનર બની ગયા છે.

ફિટનેસનું મહત્વ જાણ્યા બાદ સપનાએ ઘણી મહેનત કરી હતી. જેના કારણે આજે તેમનો આ લુક જોવા મળે છે. આજકાલ ઘણા છોકરા- છોકરીઓ વજન ઘટાડવા માટે હજારો રૂપિયા ખર્ચે છે પણ સપનાના હિસાબથી વજન ઓછુ કરવા માટે આટલા રૂપિયા ખર્ચવાની જરૂર નથી.

યોગ્ય ખાન-પાન, વર્ક આઉટ અને પર્યાપ્ત ઊંઘ ઘણી જરૂરી છે. તે સપનાનો ફિટનેસ મંત્ર છે. તેમને એવું લાગે છે કે, આપણે કઈ કરી બતાવવું છે તો આકરી મહેનત કરવી પડશે. સપનાએ વજન ઘટાડ્યું અને તે બાબત જાણવા મળતા લોકો તેમનાથી પ્રેરિત થઇ ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *