અભિનેત્રી સેલિના જેટલીએ રાજ કુન્દ્રા પર કર્યો ખુલાસો, મને એપ્રોચ કરવામાં આવી હતી પરંતુ..

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. રાજ કુંદ્રા પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો અને તેને ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ કરવાનો આરોપ છે. આ કારણે તે વિવાદમાં આવી ગયા છે. અત્યાર સુધીમાં આ કેસમાં અનેક ખુલાસાઓ થઈ ચુક્યા છે.

ગયા અઠવાડિયે જ એવી અફવા સામે આવી હતી કે, અભિનેત્રી સેલિના જેટલીને રાજ કુંદ્રાની એપના પ્રોજેક્ટ માટે એપ્રોચ કરવામાં આવી હતી. જ્યારે હવે અભિનેત્રી સેલિના જેટલીના પ્રવક્તાએ આ તમામ સમાચારને ખોટા ગણાવ્યા છે. સેલિના જેટલીના પ્રવક્તા દ્વારા કહેવામાં આવ્યું છે કે, સેલિના જેટલીને શિલ્પા શેટ્ટીની જેએલ સ્ટ્રીમ્સ માટે એપ્રોચ કરવામાં આવી હતી.

Ad

જે એપ એક પ્રોફ્રેશનલ માટે એક ડિસેન્ટ ઈન્ફ્લુએન્સર રહેલી છે. સેલિના જેટલીને હોટશૉટ માટે એપ્રોચ કરાઈ નહોતી. તેને આ વિશેમાં કોઈપણ પ્રકારની જાણકારી નહોતી. તેની સાથે તેમને વધુમાં જણાવ્યું હતું કે, શિલ્પા શેટ્ટીની સેલિના જેટલી એક સારી મિત્ર પણ છે. બંને વચ્ચે સારા સંબંધો પણ રહેલા છે, તેના માટે જ સેલિના જેટલીને જોઈન કરવા માટે ઈન્વાઈટ કરવામાં આવી હતી.

તેમ છતાં આ એપ લોન્ચ થઈ તે સમયે સેલિના જેટલી બીજા કમિટ મેન્ટ્સમાં વ્યસ્ત રહેલી હતી માટે જ તે તેને જોઈન કરી શકી નહોતી. માત્ર સેલિના જેટલી જ નહીં, બોલિવુડની અન્ય અભિનેત્રીઓને પણ આ એપ માટે એપ્રોચ કરવામાં આવી તી. જયારે 19 જુલાઈના રોજ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસની ટીમ દ્વારા પહેલા બે કલાક સુધી રાજ કુંદ્રાની પુછપરછ કરાઈ હતી અને બાદમાં ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટ દ્વારા રાજ કુંદ્રાને 27 જુલાઈ સુધીની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. મંગળવારના રોજ પોલીસ દ્વારા રાજ કુંદ્રાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને તેમને કોર્ટ દ્વારા 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *