પત્રકારે કંગનાને જુઠ્ઠી સાબિત કરી દીધી, કંગનાએ પહેલા ધમકી આપી, પછી ટ્વીટ ડીલીટ કરી, પછી બ્લોક..

એક્ટ્રેસ અને પ્રોડ્યુસર કંગના રનૌત, મુંબઈને પી.ઓ.કે. અને બાદમાં પાકિસ્તાન કહેવા સુધીની નિવેદનબાજી કરી હતી, બાદમાં તેના ઓફીસ પર ગેરકાયદેસર બાંધકામ પર જેસીબી ચલાવવામાં આવતા બીએમસી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે જેવા તેવા શબ્દ પ્રયોગો કરીને વિડીયો જાહેર કરી હતી.

હવે ફરીથી શિવસેનાને લઈને તેનું એક નિવેદન વાયરલ થયું હતું. એક ઈન્ટરવ્યુંમાં કંગનાએ કહ્યું કે, તેણે મજબુરીમાં મુંબઈમાં શિવસેનાને વોટ આપવો પડ્યો હતો. પરંતુ તેનું નિવેદન હકીકતથી ક્યાય દુર અને સદંતર જુઠ્ઠાણું છે.

શું કહ્યું હતું કંગનાએ?

Ad

કંગના રનૌતે એક ટીવી ચેનલને ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, જ્યારે હું બાંદ્રામાં વોટ આપવા ગઈ હતી, હું વોટીંગ મશીનની સામે હતી, હું ભાજપ સમર્થક છું અને વિચારી રહી હતી કે ભાજપનું બટન ક્યાં છે.

પછી મારે શિવસેનાનું બટન દબાવવું પડ્યું. મેં કહ્યું કે ભાજપને વોટ આપવા માંગુ છું. હું રાજકારણ નથી સમજતી. મને તેનો અનુભવ નથી. મને ખબર નથી કે આ ગઠબંધન કેમ થયું. મારે શિવસેનાનું બટન દબાવવા મજબુર થવું પડ્યું.

ત્યારબાદ ટ્વીટર પર સક્રિય એક ન્યુઝ ચેનલના રિપોર્ટર કમલેશ સુથારે જયારે હકીકત જણાવી તો ખબર પડી કે કંગના વિધાનસભા ચૂંટણીમાં બાંદ્રા વેસ્ટ અને લોકસભા ચૂંટણીમાં નોર્થ- સેન્ટ્રલ મુંબઈ બેઠક પર વોટ આપે છે.

હવે ૨૦૦૯ થી ૨૦૧૯ સુધીમાં મહારાષ્ટ્રમાં ૩ લોકસભા ચૂંટણી અને ૩ વિધાનસભા ચૂંટણી થઇ. આ ૬ ચૂંટણીઓમાં ૫ ચૂંટણી શિવસેના અને ભાજપ ભેગા લડેલા તો ૨૦૧૪ ની વિધાનસભા ચૂંટણીમાં બન્ને પક્ષોએ અલગ- અલગ ચૂંટણી લડી હતી.


જયારે શિવસેના પક્ષનો ઉમેદવાર તેના વિધાનસભા કે લોકસભા મત વિસ્તારમાં છેલ્લી ૬ માંથી ૫ ચૂંટણીમાં ભાજપ- શિવસેના ગઠબંધન તરફથી ઉતર્યો જ નથી તો તેણે કઈ રીતે ભાજપનો ઉમેદવાર ના હોવાથી શિવસેનાના ઉમેદવારને મજબુરીમાં વોટ આપવો પડ્યો?

ભાજપ- શિવસેના ગઠબંધનમાં વિધાનસભા અને લોકસભા ચૂંટણીઓમાં બાંદ્રા વેસ્ટ અને મુંબઈ નોર્થ- સેન્ટ્રલ સીટ ભાજપના ખાતે જ ગયેલી છે.

તો ૨૦૧૪ વિધાનસભા ચૂંટણીમાં તો તેમના મત વિસ્તારમાં ભાજપ અને શિવસેના બન્નેના ઉમેદવાર હતા અને ત્યારે તો ભાજપનો ઉમેદવાર હોય તો કઈ રીતે કંગના તેવું કહે કે ભાજપનો ઉમેદવાર ના હોવાથી ગઠબંધનને લીધે શિવસેનાને વોટ આપવો પડ્યો?

જયારે આ વાત સોશિયલ મીડિયા પર ફેલાવા લાગી કે કંગનાએ જુઠ્ઠાણું ચલાવ્યું છે તો તે સફાઈ આપવા સામે આવી. તેણે કહ્યું કે તે ખાર વેસ્ટથી વોટ આપવા ગઈ હતી. કંગનાનો ફ્લેટ મુંબઈના ખાર વેસ્ટમાં ૧૬ માં રોડ પર છે.

જે બિલ્ડીંગમાં કંગના રહે છે તે ૨૦૦૮ માં બનવાની શરુ થઇ હતી. ૨૦૧૨ માં ઓનર્સને પઝેશન આપવામાં આવ્યું હતું. સીધો અર્થ છે કે કંગના ૨૦૧૨ બાદથી જ આ ફ્લેટમાં ફ્હેવા આવી હશે, તો ત્યારબાદ ૨૦૧૪ માં ઈલેકશન થયું. ખાર વેસ્ટનો આ વિસ્તાર બાંદ્રા વેસ્ટ વિધાનસભામાં આવે છે.

જો કે પોલ ખુલ્યા બાદ કંગના ખરાબ ભાષા પર ઉતરી આવી અને મીડિયા રિપોર્ટર કમલેશ સુથાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની ધમકી આપી દીધી.

કમલેશ સુથારને રીપ્લાય કરતા લખ્યું કે, “તમે ખોટા છો. ખોટી જાણકારી ના ફેલાવો. હું તમને લીગલ નોટીસ મોકલીશ. તમારે આ બધું કોર્ટમાં સાબિત કરવું પડશે. આ ટ્રોલિંગ તમને ભારે પડશે, તમે તેના માટે જેલમાં જશો.”

ત્યારબાદ શું થયું?

કંગનાની આ ધમકી બાદ રીપોર્ટરે લખ્યું કે તેઓ કોઈ ટ્રોલ કરનારા શખ્સ નથી, પરંતુ રિપોર્ટર છે. ભારે પડશે.. જેવી વાતો કરીને ધમકાવવાના પ્રયત્નો ના કરો. વાત વધી અને કંગના ખોટી સાબિત થઇ જ ગયેલી.

તો કંગનાએ પોતાનું ટ્વીટ ડીલીટ કરી દીધું. ત્યારબાદ રીપોર્ટરે બ્લોક પણ કરી દીધો. રિપોર્ટર કમલેશ સુથારે આ અંગે જણાવ્યું અને લખ્યું- લોકતંત્ર જિંદાબાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *