સેક્સ લાઈફની લેવી છે જોરદાર મજા, તો વીર્યની કમીને આ ઉપાયોથી કરો દુર..

પુરુષોમાં કામોત્તેજના અને ઇન્જેક્યુલેશન દરમિયાન પેશાબના રસ્તે નીકળતા સફેદ લીસ્સા તરલ દ્રવ્યને વીર્ય કહેવાય છે. તે પ્રોટેસ્ટ ગ્લેન્ડ અને અન્ય પુરુષ પ્રજનન અંગોથી સ્પર્મ અને તરલ પદાર્થ ગ્રહણ કરીને બને છે. સામાન્ય રીતે તો વીર્ય ઘટ્ટ અને સફેદ રંગનું હોય છે જો કે કેટલીક પરિસ્થિતિઓમાં તેના રંગ અને ક્વોલીટીમાં ફેરફાર હોઈ શકે છે.

વીર્યનું પાતળું હોવું ઓછા શુક્રાણુઓ હોવાનું લક્ષણ છે, જેનાથી પ્રજનન ક્ષમતા પર અસર પડે છે. વીર્યની ક્વોલીટી અને શુક્રાણુઓની સંખ્યા વધવી પુરુષોની હેલ્ધી સેક્સ લાઈફ માટે ઘણા જરૂરી છે. એટલે જાણો કે સીમનની ક્વોલીટી વધારવાના ઉપાય.

Ad

જરૂરી પ્રમાણમાં આરામ કરવો: આપણું શરીર મોટાભાગના જરૂરી કામો ઊંઘવા દરમિયાન કરે છે અને તેમાં વીર્યનું નિર્માણ પણ સામેલ છે. આઠ કલાકની ઊંઘ મનુષ્યના શરીર માટે ઘણી જરૂરી હોય છે. જો તમે વીર્યની માત્રાને વધારવા માંગો છો, તો તમારા શરીરમાં પર્યાપ્ત માત્રામાં આરામ કરવા દેવું.

ટેન્શન અને સ્ટ્રેસ ફ્રી રહેવું: તણાવ જીવલેણ હોય છે. જો કે તમે કેટલાક સમય સુધી તેનાથી સંભાળી શકો છો પરંતુ તમારા વીર્ય માટે તેને સહન કરવું અઘરું હોય છે. ટેન્શન વીર્ય ઉત્પન્ન કરનારા હોર્મોનને ઓછા કરી દે છે. એટલે ટેન્શન ફ્રી રહેવાના પ્રયત્ન કરવા. તેના માટે મેડીટેશન, યોગ અને અને એકસરસાઈઝ કરવી ઘણી ફાયદાકારક હોય છે.

ફોલિક એસિડનું સેવન કરવું: ફોલિક એસીડ એટલે કે વિટામીન B9 વીર્યની માત્રા વધારવામાં મદદકર્તા સાબિત થાય છે. ફોલિક એસીડ લીલા શાકભાજી, ફળો, અનાજ અને નારંગીના રસમાં હોય છે. તમારા આહારમાં ફોલિક એસિડને સામેલ કરવું.

વિટામીન ડી અને કેલ્શિયમ: વિટામીન ડી અને કેલ્શિયમ વીર્યની ગુણવત્તામાં વૃદ્ધિ કરે છે અને તેની મદદથી વીર્યના પાતળાપણાની સમસ્યાને દુર કરી શકાય છે. એટલે તમારા ભોજનમાં વિટામીન ડી અને કેલ્શિયમને સામેલ કરવા. વિટામીન ડી અને કેલ્શિયમને સપ્લીમેન્ટ તરીકે પણ લઇ શકાય છે.

દિવસમાં કેટલોક સમય તડકામાં વ્યતીત કરીને વિટામીન ડી પ્રાપ્ત કરી શકો છો. દહીં, કેળા, ટોન્ડ મિલ્ક, સાલમન, અસ્પરાગસનું વધારે પ્રમાણમાં સેવન કરીને તમે કેલ્શિયમ અને વિટામીન ડીની જરૂરીયાતને પૂરી કરી શકો છો.

એન્ટીઓક્સીદેન્ટ યુક્ત ખાદ્ય પદાર્થ: એન્ટીઓક્સીડેન્ટ યુક્ત ખાદ્ય પદાર્થના સેવનથી કોશિકાઓમાં હાનિ પહોંચાડનારા ફ્રી રેડિકલ્સ નષ્ટ થઇ જાય છે. અલગ અલગ પ્રકારના વિટામીન અને ખનીજ એન્ટી ઓક્સીડેન્ટની જેમ જ કામ કરે છે. એન્ટીઓક્સીડેન્ટથી વીર્ય સબંધિત સમસ્યાઓ ઓછી થાય છે અને શુક્રાણુઓની સંખ્યામાં ઝડપથી વૃદ્ધિ થાય છે. તમારા ખાવાપીવામાં જિનસેંગ, અશ્વગંધા, ઓમેગા ૩ ફેટી એસીડ્સથી ભરપુર પમ્પ્કીન સીડ્સ, ગોઝી બેરીઝ જેવા પદાર્થોનો ઉપયોગ કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *