આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો દિવસ? કોને છે ધનલાભના યોગ..

મેષ રાશિ: આજે તબિયત નરમ રહેશે, ખોટા નિર્ણયથી બચજો અને કરિયર સંબંધિત ગૂંચવણ ઊભી થશે. વધુ કામથી થાક લાગશે, સ્વજન સાથે વિવાદ થઈ શકે છે અને જીવનસાથીનો સહયોગ મળશે.

વૃષભ રાશિ: આજે પરિવારમાં કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે, ચર્ચામાં પડશો નહીં. શરીરમાં તકલીફ થઈ શકે છે અને દાંપત્ય સુખ ઉત્તમ રહેશે, સાંજ સુધીમાં શુભ સમાચાર મળી શકે છે.

મિથુન રાશિ: આજે જીવનસાથીની શારીરિક અને માનસિક ચિંતા સતાવશે, અનિયમિત દિનચર્યાના કારણે પરેશાન રહી શકો છો. લેખન કાર્યમાં વ્યસ્ત રહેશો, માથામાં દર્દ થઈ શકે છે. કોઈ બાબતે માનસિક દબાણ રહી શકે છે.

કર્ક રાશિ: આજે આનંદ મળશે અને વિદ્ધાનોનો સંપર્ક થઈ શકે છે. વિદેશથી દૂરના લાભના તકની સંભાવનાઓ રહેલી છે. આધ્યાત્મિકતામાં રુચિ રહેશે અને માતા-પિતા સાથે સારું બનશે.

સિંહ રાશિ: ક્રોધથી દૂર રહેજો અને ખોટા નિર્ણયથી મુસીબત આવી શકે છે. કરિયરમાં કામનું દબાણ રહેશે, વિવાદિત વિષયોથી દૂર રહેજો અને પૈસા બચાવીને રાખજો. જે આગળ જતા કામ આવશે.

કન્યા રાશિ: મધુર વાણીથી લાભ થશે, તબિયત સારી રહેશે. જીવનસાથી જોડેના પ્રેમમાં વધારો થશે, મૌલિક વિચારોથી લાભ થશે. ઘરમાં પરિવાર સાથે સમય પસાર થશે.

તુલા રાશિ: આજે તબિયતની ચિંતા સતાવશે, કારણ વિના વિવાદ થઈ શકે છે. પારિવારિક સુખમાં વધારો થશે, આર્થિક સ્થિતિ સારી રહેશે. કળા અને સાહિત્ય-સંગીતમાં રુચિ વધશે.

Advertisements

વૃશ્વિક રાશિ: જીવનમાં સારી વૃદ્ધિ થશે, ઈમોશન પર કાબૂ રાખો. કામનું ભાર વધી શકે છે અને સંતાન સાથે કોઈ બાબતે વિવાદ થશે. જીવનસાથી જોડે પ્રેમ વધશે અને પરિવાર સાથે સારો સમય પસાર થશે.

ધન રાશિ: બોસ તમારી પ્રશંસા કરશે, મનમાં એકાગ્રતા વધશે, ખોટા વિચારોથી બચજો. વિશ્વાસથી વિજય મળશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે.

મકર રાશિ: આજે ખુશી વધશે, ભણવામાં રુચિ વધશે. બપોર બાદ ફિલ્મો જોશો અને જૂના મિત્રો સાથે સંબંધ સ્થાપિત થશે. ફોન પર વાત કરવાથી મનમાં ખુશી મળશે.

કુંભ રાશિ: આજે સમય ઉત્તમ છે, કામથી થાકનો અનુભવ થશે. આજે પ્રેમ મળશે અને મિત્રોથી લાભ થશે. નવા કામમાં સમસ્યા વધશે અને જે વિષયનું પૂરું જ્ઞાન હોય નહીં તે વિશે ચર્ચા કરશો નહીં.

Advertisements

મીન રાશિ: આજે કોઈ વાતને લઈને પરેશાન રહેશો, જૂના મિત્રથી લાભ થશે. આર્થિક સમસ્યા થઈ શકે છે અને ઉત્સાહમાં વધારો થશે. ફિલ્મો જોશો.

Advertisements
Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *