આજથી ધન રાશિમાં માર્ગીય થઇ રહ્યા છે ગુરુ, નોકરી-ધંધામાં થશે ફેરફાર, રાશિઓ પર પડશે શું અસર.. જાણો

ગુરુને નોકરી, ધંધા, રોજગાર, શિક્ષણ, વિવાહ અને સંતાનને પ્રભાવિત કરનારો ગ્રહ માનવામાં આવે છે. ગુરુ ગ્રહ ગોચર ૧૩ સપ્ટેમ્બર, રવિવારે ધન રાશિમાં થવાનો છે. જ્યોતિષો મુજબ આ ગોચર દરેક રાશીઓ પર અલગ-અલગ પ્રકારની અસર પાડશે.

મેષ રાશિ: મેષ રાશિના જાતકો માટે આ સમય શુભ ફળ આપશે. ગુરુ તમારી રાશિમાં નવમ ભાવમાં માર્ગીય થઇ રહ્યા છે. ભાગ્યનો સાથ મળશે. નોકરીમાં પ્રગતિ થશે. કાર્યક્ષેત્રમાં સકારાત્મક ફેરફાર થશે.

Ad

વૃષભ રાશિ: આ રાશિમાં ગુરુ અષ્ટમ ભાવમાં માર્ગીય થઇ રહ્યા છે. આ સમય તમારા માટે ઉતાર-ચડાવોથી ભરેલો હશે. ધન લાભ થઇ શકે છે. શિક્ષણ સબંધિત વિષયોમાં સફળતા મળશે. નવા વાહનોના પણ યોગ બની રહ્યા છે.

મિથુન રાશિ: તમારી રાશિમાં ગુરુ સપ્તમ ભાવમાં માર્ગીય થઇ રહ્યા છે. વિવાહના યોગ બનશે. ઘરમાં માંગલિક કાર્યક્રમ થવાની શક્યતા છે. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થશે. સાસરી પક્ષથી કોઈ ખુશખબર મળી શકે છે.

કર્ક રાશિ: ગુરુ તમારી રાશિમાં છઠ્ઠા ભાવમાં જઈ રહ્યા છે. શત્રુઓથી સાવધાન રહેવું. તમારા કાર્યોમાં અડચણ પેદા થશે. ખર્ચા વધશે. તમારા પોતાનાનો સહયોગ મળશે. કાર્યક્ષેત્ર પર પણ તણાવની સ્થિતિ બની શકે છે.

સિંહ રાશિ: સિંહ રાશિના જાતકો માટે સારો સમય છે. ગુરુ તમારી રાશિના પંચમ ભાવમાં માર્ગીય થઇ રહ્યા છે. સંતાનની તરફથી સુખોની પ્રાપ્તિ થશે. નવી નોકરીના અવસર પણ બનેલા છે. સમય વ્યર્થ કરવાથી બચવું.

કન્યા રાશિ: ગુરુ ચતુર્થ ભાવમાં માર્ગી થઇ રહ્યા છે. માતાની તબિયત સુધરશે. પરીક્ષામાં સફળતા મળી શકે છે. ધન લાભના યોગ બનશે. દામ્પત્ય જીવનમાં મધુરતા આવશે. વિવાહના યોગ પણ બની રહ્યા છે.

તુલા રાશિ: તમારી રાશિમાં ગુરુ ત્રીજા ભાવમાં માર્ગી થઇ રહ્યા છે. નાના ભાઈ-બહેનનો સહયોગ મળશે. પ્રેમ સબંધોમાં મધુરતા આવશે. માતાની સાથે સમય વ્યતીત કરશો. ધન લાભના અવસર બનશે.

વૃશ્વિક રાશિ: વૃશ્વિક રાશિમાં ગુરુ બીજા ભાવમાં માર્ગી થઇ રહ્યા છે. દામ્પત્ય સુખ મળશે. ધનમાં વૃદ્ધિ થશે. નવું વાહન લેવાનો વિચાર બનશે. પરીક્ષાઓમાં સફળતા મળશે. નોકરીના અવસર બનશે.

ધન રાશિ: ગુરુ તમારી રાશિમાં જ માર્ગી થઇ રહ્યા છે. વિવાહના યોગ બનશે. ઘરમાં માંગલિકતા આવશે. આ સમય તમને ખુબ જ શુભ ફળ આપશે. ગુરુના ઉપાય કરવાથી ડબલ ફળ મળશે. ધન લાભ થશે. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થશે.

મકર રાશિ: તમારી રાશિમાં ગુરુ બારમાં ભાવમાં માર્ગીય થઇ રહ્યા છે. શત્રુઓમાં વૃદ્ધિ થશે. પરીક્ષાઓ કે પ્રતિયોગીતાઓમાં ભાગ લેવાથી બચવું. આ સમયે સફળતા મળવી મુશ્કેલ છે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

કુંભ રાશિ:ગુરુ તમારી રાશિમાં અગિયારમાં ભાવમાં માર્ગી થઇ રહ્યા છે. પ્રેમ સબંધોમાં મધુરતા આવશે. તમરા માટે આ સમય અનુકુળ સાબિત થશે. દામ્પત્ય સુખોમાં વૃદ્ધિ થશે. ઘરમાં મંગલ કાર્યક્રમ બનશે.

મીન રાશિ: મીન રાશિમાં ગુરુ દસમાં ભાવમાં માર્ગી થઇ રહ્યા છે. માન- સમ્માનમાં વૃદ્ધિ થશે. સાસરિયા પક્ષથી કોઈ સારા સમાચાર સંભાળવા મળશે. વિવાહના યોગ બનશે. પારિવારિક સુખોની પ્રાપ્તિ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *