આજે આ રાશિઓના ખરાબ દિવસ થશે પૂર્ણ, વધારાનું ધન કમાવવાની મળશે તક..

મેષ:

કાર્યક્ષેત્રમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. જો કે વધારે પરેશાન થવાની જરૂર નથી. તમારી બેદરકારી તમારા માતા-પિતાને દુખી કરી શકે છે. કોઇપણ નવી પરિયોજના શરુ કરવાથી પહેલા તેમની સલાહ પણ જાણી લેવી, કેટલીક સારી તકો મળી શકે છે. ઓફિસમાં જો તમે કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે તો તમે ઘર પર તમારાથી મોટા લોકોની પણ સલાહ લઇ શકો છો. તમારા માટે તેમની સલાહ સફળતાની ચાવી સાબિત થઇ શકે છે.

વૃષભ:

વિરોધીઓ નબળા પડશે અને તમારા પ્રભાવમાં વૃદ્ધિ થશે. તમારી યોગ્યતામાં કોઈ કમી નથી, તમારો આત્મવિશ્વાસ જાળવી રાખવો. આજનો દિવસ ધનની દ્રષ્ટીએ થોડો નબળો રહેશે, આવકમાં ઘટાડો આવી શકે છે. કાલ પર તમારું કોઇપણ કામ ના ટાળો તો સારું રહેશે. જો તમે વેપાર કરો છો તો આજે તમે કોઈ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લઇ શકો છો. આજે કરવામાં આવેલા કામમાં તમને યશ, કીર્તિ અને સફળતા મળશે.

મિથુન:

આજે તમારે શબ્દો પર મર્યાદા રાખવી કારણકે તમારા શબ્દ તમારાથી ઉંમરમાં મોટા હોય તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે. પ્રેમ સબંધો માટે પણ દિવસ સારો છે. જો કે જેમના લગ્ન થઇ ચુક્યા છે તેમના દામ્પત્ય જીવનમાં કેટલીક સમસ્યાઓ રહી શકે છે. આજે તમે તમારા જીવનસાથી પર શંકા કરી શકો છો, જેના લીધે તાલમેલમાં તકલીફ ઉભી થશે. કોર્ટ કચેરીના કાર્ય સફળ થશે. શત્રુ પક્ષ નિર્બળ રહેશે. કાર્યક્ષેત્ર અથવા ઘરમાં કોઈ ફેરફાર કરી શકો છો.

કર્ક:

આજે યાત્રાઓથી વ્યવસાયિક સબંધોમાં સુધારો આવશે. તમારા જીવનસાથી રોજબરોજની જરૂરિયાતોને પૂરી કરવાથી પોતાનો હાથ પાછો ખેંચી શકે છે, જેને કારણે તમારું મન ઉદાસ થવાની શક્યતા છે. સ્વાસ્થ્ય થોડું કમજોર રહેવાની શક્યતાઓ છે. આસપાસ કામ કરનારા કોઈ વ્યક્તિને તમારા વિશે ગેરસમજણ ઉભી થઇ શકે છે. જે લોકો શિક્ષણ ગ્રહણ કરી રહ્યા છે તેમને આજે ભણવામાં મન લાગશે. અટકેલા કામ પુરા થશે.

સિંહ

તમારી કલાત્મક અને રચનાત્મક કુશળતા લોકોને તરફેણ કરવા માટે આકર્ષિત કરશે અને તમને અપેક્ષિત કરતા વધારે રીટર્ન આપશે. આજે તમે કેટલુક વધારાનું ધન પણ કમાઈ શકશો. આજે જીવનસાથીની ખરાબ તબિયત તમારી ચિંતા વધારી શકે છે. તમે બેદરકારી ના દાખવો અને જલ્દીથી જલ્દી કોઈ સારા દાકતરની સલાહ લેવી. તમારા મનમોજી વર્તન પર કાબુ રાખવો, કારણકે તે તમારી મિત્રતાને બરબાદ કરી શકે છે. ઓફિસમાં મન ઓછુ લાગશે.

કન્યા

તમારા માતાપિતાને હળવાશમાં ના લેવા જો તમે ખરીદી કરવા જઈ રહય છો તો વધારે ખર્ચાળ થતા બચવું. આર્થીક મોરચે આજનો દિવસ બરાબર નથી. સમજ્યા વિચાર્યા વગર વધારે ખર્ચો કરવાથી દુર રહેવું. આજે તમારે તમારી વાણી પર ખુબ જ નિયંત્રણ રાખવું પડશે. તમારા પોતાના જીવનસાથી સાથે તણાવપૂર્ણ સબંધ રહી શકે છે. જ્યાં સુધી શક્ય હોય તો વાત આગળ વધવા ના દેવી. શરીરને જરૂરી આરામ આપવો. પારિવારિક જીવન શાંતિપૂર્ણ રહેશે.

Advertisements

તુલા

મિત્રોનો સહકાર મળશે પરંતુ પરિશ્રમ ખુબ જ કરવો પડશે. તમારા જીવનસાથી સહયોગી અને મદદગાર રહેશે. જરૂરિયાતમંદોની મદદ કરવાની તમારી ખાસિયત તમને સન્માન અપાવશે. સારું રહેશે કે તમે વધારે ઉગ્ર ના થાઓ. મિત્રોની સાથે આજનો દિવસ ખુબ જ સારો વીતશે. પારિવારિક જીવન સુખી રહેશે. પરિવારજનો સાથે સબંધ સારા રહેશે. નિર્ણય લેવાની ક્ષમતામાં ઘટાડો આવશે. વિવાહિત જીવન સુખદ રહેશે.

વૃશ્વિક

આજે તમારા જીવનસાથી તમારા પરિવારની અપેક્ષા અને પોતાના પરિવારને વધારે મહત્વ આપતા જોવા મળી શકે છે. તમારા ઊંચા આત્મવિશ્વાસનો આજે સાચો ઉપયોગ કરવો. દોડધામ કરવા છતાં આજે તમે ઉર્જા અને તાજગી મેળવવામાં સફળ રહેશો. જમીન સહિતના વિષયોમાં લાભ મળી શકે છે. તમારી ઈમાનદાર મહેનત પણ આશા કરતા વધારે સારા ફળ આપશે.

ધન

આજે તમારે મહામારીનું ધ્યાન રાખવું પડશે. વધારાના ધનને રીયલ એસ્ટેટમાં રોકાણમાં ઉપયોગમાં લઇ શકાશે. તમારો મજાકિયો સ્વભાવ તમારી ચારે ય તરફના વાતાવરણને ખુશનુમા બનાવી દેશે. નવું કામ શરુ કરવાની ઈચ્છા થશે. શાંતિ-પરિપૂર્ણતા હશે. વિવાહિત જીવનમાં ચાલી રહેલી કોઈ સમસ્યાનું સમાધાન થશે. નોકરિયાત વર્ગને આજે કોઈ મોટી સફળતા મળવાના યોગ છે. કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિ સારી રહેશે.

મકર

આજે તમને પારિવારિક જીવનમાં શાંતિ બનાવી રાખવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે. લાંબા સમયથી અટકેલા વળતર અને દેવા આખરે તમને ચુકવણી સ્વરૂપે મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. જો તમે દરેક કામ સાવધાનીથી કરશો તો સફળતા મળશે.

કુંભ:

આજે તમે કોઈની ભાવનાઓ ના દુભાવો અહે જુઠ્ઠું બોલવાથી દુર રહો. તમારા જીવનસાથીની સાથે તમારી ખાનગી જાણકારી વહેંચતા પહેલા વિચારી લેજો. જો શક્ય હોય તો તેનાથી દુર રહો, કારણકે આ વાતો બહાર ફેલાવાનું જોખમ છે. પારિવારિક જીવન સુખી રહેશે.

મીન

Advertisements

આજે તમે થાક, આળસ અને ચિંતાનો અનુભવ કરી શકો છો. ભાગીદારીવાળા વ્યવસાયો અને ચાલાકી ભરેલી આર્થિક યોજનાઓમાં રોકાણ ના કરો. બાળકો સાથે અસહમતીના કારણે વાદ વિવાદ થઇ શકે છે. આજે તમે ખોટા ખર્ચા ના કરો તો સારું રહેશે. પરિવારજનોનો સહકાર મળશે, જેનાથી તમારા તણાવમાં ઘટાડો થશે.

Advertisements
Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *