આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.. કોને થશે ધનલાભ..

મેષ રાશિ: દિવસ સેવા- સત્કારમાં વીતશે. લોકો તમારાથી ઘણા પ્રભાવિત થશે. આ રાશિના બિઝનેસમેન જો ઘણા દિવસોથી નવું કામ શરુ કરવાના વિચારી રહ્યા હોય તો દિવસ શુભ છે. આગળ જતા આ કામ તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

વૃષભ રાશિ: ભાગ્ય તમારો સાથ આપશે. દામ્પત્ય જીવન ખુશહાલ રહેશે. કાર્યક્ષેત્રમાં તમને ડબલ ફાયદો થવાનો યોગ છે. જો તમે શિક્ષણ, ધાર્મિક સંસ્થાન, આયાત-નિકાસ વગેરેથી જોડાયેલા છો તો લાભની આશા રાખી શકાશે. નોકરિયાત વર્ગને પ્રમોશન મળશે.

Ad

મિથુન રાશિ: દિવસ સામાન્ય રહેશે. લોકોના બદલાતા વ્યવહાર જોઇને તમે નાખુશ થશો. કોઈ મિત્ર તમને મળવા, ઘરે આવી શકે છે. આર્થિક રીતે દિવસ સામાન્ય રહેશે. આળસના કારણે ઓફિસમાં ઘણા કામો અટકી શકે છે.

કર્ક રાશિ: વેપારી વર્ગ નવા કામમાં રોકાણ કરશો તો લાભ પ્રાપ્ત થશે. તમે તમારા પરિવારની સાથે કોઈ સબંધીના ઘરે જઈ શકો છો. પરિવારમાં ખુશહાલી બનેલી રહેશે. પારિવારિક જવાબદારીઓ પૂરી થવાનો સંતોષ મળશે.

સિંહ રાશિ: બિઝનેસ માટે દિવસ શુભ છે. તમને કોઈ નવી ડીલ મળી શકે છે. દામ્પત્ય જીવન સારું રહેશે. પરિવારમાં ખુશીઓ રહેશે. સંતાનના શિક્ષણમાં ઉન્નતી શક્ય છે. ભણવા પ્રત્યે ગંભીરતા વધશે. માતાપિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે. નોકરિયાત વર્ગને સહકર્મીઓનો સહયોગ મળશે.

કન્યા રાશિ: પરિવારની સાથે સમય વીતાવશો અને બાળકો માતાના ઘરના કામોમાં હાથ વહેંચાવશો. તેમનો વ્યવહાર તમને શાંતિ આપનારો રહેશે. તમને મેડીટેશન કરવાનું મન થશે. ઘરમાં સુખ સુવિધાઓથી સબંધિત કઈક નવો સામાન ખરીદવાના પણ યોગ બની રહ્યા છે.

તુલા રાશિ: પરિવાર માટે કોઈ નવું વાહન લેવાની સ્થિતિ બની રહી છે. પરિવારમાં ભાઈ બહેનની સાથે તમારા સબંધ પહેલા કરતા સારા રહેશે. એક બીજાને ખુશ રાખવા માટે તમે ઉપહારોની આપ લે કરી શકો છો. તમારા ખર્ચાઓમાં વધારો શક્ય છે.

વૃશ્વિક રાશિ: કંઈક નવું કરવા માટે દિવસ સારો છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. તમે કોઈ કામમાં સારું પરફોર્મન્સ આપવા માટે કંઈક નવો પ્રયોગ કરશો. આવકમાં અપ્રત્યાશિત વૃદ્ધિ થશે. સ્વાસ્થ્યમાં સુધારાની શક્યતા છે. કામમાં સીનીયરોનો સહકાર મળશે.

ધન રાશિ: કારોબારીઓ માટે દિવસ અનુકુળ રહેશે. તમે આર્થિક રીતે મજબુત બનશો. નવા કામોમાં તમને ભાગ્યનો સાથ મળશે. ધન પ્રાપ્તિના સારા યોગ છે. ઉચ્ચ શિક્ષણ તથા રીસર્ચ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ પોતાની મહેનતની તુલનામાં સારા પરિણામ મેળવશે. સાહિત્યના ક્ષેત્રમાં ભણનારાઓ માટે સમય અનુકુળ રહેશે. બાળકોને નવી નોકરી મળવાથી ઘરમાં આર્થિક મદદ પ્રાપ્ત થઇ શકે છે. આત્મવિશ્વાસ વધશે.

મકર રાશિ: દિવસ કોઈ વ્યાપાર શરુ કરવા માટે ઉત્તમ છે. તમે કોઈ સારી યોજના બનાવીને લાભ કમાઈ શકો છો. મિત્રોના સહયોગથી બિઝનેસમાં વિકાસ થઇ શકે છે. ઘણા ફાયદાકારક સોદાઓથી તમે જોડાઈ શકો છો. તમારું મન ઉત્સાહ ભરેલું રહેશે.

કુંભ રાશિ: તમારી બધી જ ઉર્જા તમારા નવા પ્રોજેક્ટમાં લગાવવી. પ્રોપર્ટીનું કામ કરનારા લોકોને દિવસ લાભ આપી શકે છે. સટ્ટા તેમજ લોટરીથી ધન કમાવાના ચક્કરથી દુર રહેવું. આવકના નવા સ્ત્રોત સામે આવી શકે છે. તમારા વ્યવસાયિક ક્ષેત્રમાં ફેરફાર આવવાની શક્યતાઓ છે.

મીન રાશિ: બિઝનેસ પાર્ટનરની સાથે મળીને કરવામાં આવેલા કામોથી ફાયદો થશે, ઉચ્ચ અને બૌદ્ધિક વર્ગમાં સમ્માન પ્રાપ્ત થશે. તમારું જીવન ઘણું સુખમય રહેવાની શક્યતા છે. તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિની ઘણી તકો પ્રાપ્ત થઇ શકે છે. તમે તમારા જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે અગ્રેસર રહેશો. ઓફિસનું કામ રોજ કરતા સારું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *