રાજપાલ યાદવ બદલી રહ્યા છે પોતાનું નામ, જાણો શું હશે નવું..

રાજપાલ યાદવ હિન્દી ફિલ્મોના હાસ્ય કલાકાર છે જે હિન્દી સિનેમામાં હાસ્ય ભૂમિકાઓ માટે જાણીતા છે. તે તેની કોમિક રોલના કારણે બોલીવુડમાં ખૂબ પ્રખ્યાત છે. તે હિન્દી ફિલ્મોના શ્રેષ્ઠ કોમેડિયન છે. રાજપાલ યાદવનો જન્મ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં થયો હતો. તેણે શિક્ષણ પણ શાળજહાંપુરની શાળામાં જ લીધું હતું, તેઓ શાહજહાંપુરના થિયેટરમાં જોડાયા હતા જ્યાં તેમણે ઘણા નાટકો કર્યા હતા.

આ પછી 1992-94 દરમિયાન લખનઉના ભારતેન્દુ નાટ્ય એકેડમીમાં થિયેટર તાલીમ માટે આવ્યા. ત્યાં બે વર્ષનો કોર્સ કર્યા પછી 1994-97 દરમિયાન તે દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ગયા. ત્યાર પછી તે 1997માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું કરિયર બનાવવા માટે મુંબઈ પહોંચી ગયા હતા. ત્યાર પછી બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવે જાતે જ ઇન્ડસ્ટ્રીમાં મોટું સ્થાન હાંસલ કર્યું છે.

Ad

આટલું જ નહીં તેમણે પોતાના જોરદાર અભિનયથી કરોડો લોકોના દિલ પર રાજ કરે છે. ફિલ્મોમાં તેની કોમેડીના લીધે તે કોઈ પણ ફિલ્મને હિટ કરી શકે છે. તે ઘણાં વર્ષોથી લોકોને મનોરંજન કરે છે. પરંતુ હવે 50 વર્ષની ઉંમરે રાજપાલ યાદવે તેમના નામને લઈને મોટો નિર્ણય લીધો છે. તેમણે પોતાનું નામ બદલ્યું છે.

રાજપાલ યાદવે તેનું નામ બદલીને ‘રાજપાલ નૌરંગ યાદવ’ કર્યું છે. તેણે તેના નામમાં પિતાનું નામ પણ ઉમેર્યું છે. શું તમે જાણો છો કે રાજપાલ યાદવે આવું કેમ કર્યું? તેમણે આ અંગે ખુલાસો પણ કર્યો છે. કોમેડિયને નામ બદલવા પાછળનું કારણ જણાવ્યું કે, “મારા પાસપોર્ટમાં મારા પિતાનું નામ હંમેશા રહ્યું છે. હવે તે સ્ક્રીન પર પણ જોવા મળશે.”

મને નામ બદલવાનો વિચાર ત્યારે આવ્યો જયારે અપૂર્વા વ્યાસે મને વેબ સિરીઝ અને નવી ફિલ્મની ઓફર કરી. મેં વિચાર્યું કે કોવિડ પહેલાં હું માત્ર રાજપાલ યાદવ હતો અને હવે જયારે આખી દુનિયા એક નાના ગામમાં ફેરવાઈ ગઈ છે તો મારે મારા પુરા નામનો ઉપયોગ કરવો જોઈએ. મને નથી લાગતું કે છેલ્લા કેટલાક દિવસોમાં કોઈએ મારા પિતાનું નામ લીધું હોય.

રાજપાલ યાદવે વધુમાં જણાવ્યું હતું કે, “ફાધર ઓન સેલ’ ફિલ્મથી મારું પૂરું નામ દુનિયાભરના દર્શકો સુધી પહોંચશે.” તમને જણાવી દઈએ કે રાજપાલ યાદવે વર્ષ 1999 માં દિલ ક્યા કરે ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર પછી તેણે ક્યારેય પણ પાછું વળીને જોયું નથી. તેણે આજ સુધી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. છેલ્લે તે કુલી નંબર 1 ફિલ્મમાં જોવા મળ્યો હતો.

આ ફિલ્મમાં વરૂણ ધવન અને સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં હતા. આ સિવાય રાજપાલ યાદવની ઘણી ફિલ્મો છે. જેમાં ‘હંગામા 2’, ‘હૈલી ચાર્લી’, ‘ટાઇમ ટૂ ડાન્સ’, ‘ભૂલા ભુલાયૈયા 2’ જેવી ફિલ્મ શામેલ છે. એટલું જ નહીં, રાધા યાદવ સાથે લગ્ન કરનાર રાજપાલ યાદવે ફિલ્મો પહેલા દૂરદર્શનની ટેલિવિઝન સીરિયલ મુંગેરી કે ભાઈ નૌરંગીલાલમાં અભિનય કર્યો હતો. તે દૂરદર્શન પર જ પ્રસારિત થતી સીરિયલ મુંગરીલાલ કે હસીન સપનેની સિક્વલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *