આ શહેરમાં અપાઈ જાહેર સેક્સને મંજૂરી, કારણ જાણીને ચોંકી જશો..

દુનિયામાં એક શહેરમાં જાહેર સ્થળોએ સેક્સની મંજૂરી આપવામાં આવી છે. ઇન્ડિપેંડેન્ટના સમાચાર મુજબ આ માટે કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Ad

એટલે કે, જાહેર સ્થળોએ સેક્સ માણનારા લોકોને પોલીસ ત્યાં સુધી પરેશાન કરશે નહીં, જ્યાં સુધી કે કોઈએ તેની ફરિયાદ ન કરી હોય.

મેક્સિકોના 15 લાખની વસ્તી ધરાવતા શહેર ગ્વાડલજારામાં જાહેર સ્થળોએ પ્રેમ વ્યક્ત કરનારા લોકોને પોલીસ હેરાન-પરેશાન કરતી હતી.

ફેરફારો મુજબ જાહેર સ્થળો, ખાલી જગ્યાઓ, વાહનોની અંદર અથવા કોઈપણ જગ્યા, જ્યાંથી દરેકને દરેક વસ્તુ દેખાય રહી હોય, તે જગ્યાએ સેક્સ ત્યાં સુધી અપરાધ માનવામાં આવશે નહીં, જ્યાં સુધી કોઈ નાગરિક પોલીસને જાણ ન કરે.

આ ફેરફારનો પ્રસ્તાવ આપવાવાળા નેતા, ગ્વાડાલુપે મોર્ફિન ઓટેરોએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીના 90 ટકા વિદ્યાર્થીઓએ માન્યુ છે કે જાહેર સ્થળોએ પ્રેમ વ્યક્ત કરવાને કારણે પોલીસે તેમની પાસેથી પૈસા વસૂલતી હતી.

માનવામાં આવી રહ્યું છે કે આ ફેરફાર પછી પોલીસ વધુ ગંભીર ગુનાઓ સામે લડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

તેમ છતાં, આ શહેર મેક્સિકોમાં સૌથી રૂઢીચુસ્ત શહેર માનવામાં આવે છે, વિરોધી પક્ષો આ ફેરફારનો વિરોધ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *