ગજબ: ગરીબની દીકરીને મળી ૯ સરકારી નોકરીઓ, બધી જ છોડી દીધી, હવે આ લક્ષ્ય પર કરી રહી છે મહેનત

આજકાલ દરેક યુવાન સરકારી નોકરીનું સપનું જુએ છે. ખુબજ મહેનત અને સારી કિસ્મત બાદ જ કેટલાક ગણતરીના લોકોને એક સરકારી નોકરી મળી શકે છે પરંતુ આજે અમે તમને ખેડૂતની એક એવી દીકરી અંગે વાત કરવા જઈ રહ્યા છીએ જે અત્યારસુધી ૯ સરકારી નોકરીને પાત્ર બની ચુકી છે. આશ્ચર્યજનક વાત તો તે છે કે તેણે છેલ્લા પાંચ વર્ષમાં સાત સરકારી નોકરીઓ છોડી દીધી છે અને અને હે ૨૦૨૧ માં આઠમી વખત પોતાની નોકરી છોડવા જઈ રહી છે.

દેશની આ હોનહાર દીકરીનું નામ પ્રમિલા નહેર છે. રાજસ્થાનના સીકર જીલ્લાના નાના ગામ સિહોટમાં રહેનારી પ્રમિલા નહેર એક ખેડૂતની દીકરી છે. તેની માતા મનકોરી દેવી ઘરમાં હાઉસવાઈફ છે. ભાઈ મહેશ નહેર ચુરુમાં પોલીસમાં કોન્સ્ટેબલ છે તો પતિ રાજેન્દ્ર પ્રસાદ રણવા દિલ્લી પોલીસમાં કોન્સ્ટેબલ છે.

પ્રમિલા વ્યાખ્યાતા ભરતી પરીક્ષા, પટવારી, ગ્રામસેવક, મહિલા પ્રયવેક્ષ્ક, પોલીસ કોન્સ્ટેબલ અને એલડીસીની પરીક્ષા સહીત ૯ એક્ઝામ પાસ કરી ચુકી છે. આ બધી જ નોકરીઓને છોડીને તે હાલમાં નાગૌર જીલ્લામાં એક સરકારી સ્કુલમાં સીનીયર ટીચરની નોકરી કરી રહી છે. પ્રમિલાને માટે આ બધી પરીક્ષાઓને પાસ કરવી એટલી સહેલી પણ નહોતી. ખાસ કરીને લગ્ન બાદ સાસરે રહીને આ કરવું વધુ અઘરું હતું. જો કે આ કામમાં પ્રમિલાના સાસરિયાઓ અને પતિએ પૂરો સાથ આપ્યો હતો.

પ્રમિલા રાજ્ય લોકસેવા આયોગની તરફથી આયોજિત વ્યાખ્યાતા ભરતીમાં પ્રથમ શ્રેણી શિક્ષક પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં નવમો રેન્ક લાવી હતી. પોતાની સફળતાનું રાઝ શેર કરતા તે કહે છે કે મેં આ પ્રીસ્ખાઓ પાસ કરવા માટે ઘણી મહેનત કરી છે. પરીક્ષાની તૈયારી દરમિયાન ના તો તેણે સોશિયલ મીડિયા ખોલ્યું અને ના તો ટીવી જોયું. એટલું જ નહીં તે આ દરમિયાન માત્ર કીપેડવાળો મોબાઈલ જ યુઝ કરતી હતી.

Advertisements

પ્રમિલા કહે છે કે દરેક કોમ્પીટેટીવ એકઝામનો સિલેબસ લગભગ સરખો જ હોય છે. હવે તે તમારી ઉપર આધાર રાખે છે કે તમે આ વિષયોને કેટલા સમજી શકો છો. પ્રમિલાના અનુસાર તમારે કોઇપણ ટોપિકને ક્યારેય ગોખવો ના જોઈએ. ગોખેલું તો તમે ભૂલી જાઓ છો. પરંતુ જો તે ટોપિકને સમજી લો તો એકઝામમાં ફેરવી ફેરવીને આવેલા સવાલોને પણ સરળતાથી હલ કરી શકો છો.

પ્રમિલાની પ્રથમ સરકારી નોકરી ૨૦૧૫ થર્ડ ગ્રેડ ટીચરમાં લાગી હતી. તેમણે આ નોકરી થોડા સમય સુધી જ કરી. ત્યારબાદ પટવારી, ગ્રામ સેવક, એલડીસી તેમજ મહિલા સુપરવાઈઝરની પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી લીધી. આ બધી જ નોકરીઓ તેમણે ક્યારેક બે મહિના તો ક્યારેક ત્રણ મહિના સુધી કરી. ત્યારબાદ ૨૦૨૦ માં રાજ્ય લોકસેવા આયોગની વ્યાખ્યાતા ભરતીમાં પ્રથમ શ્રેણી શિક્ષક પરીક્ષા પાસ કરીને આ નોકરી કરવા લાગી. હવે તે નજીકના સમયમાં આ નોકરી પણ છોડશે કારણકે તેનું અસલી લક્ષ્ય આર.એ.એસ. તેમજ યુપી.એસ.સી. પરીક્ષા ક્રેક કરવાનું છે.

Advertisements

એક રીકેપ કરીએ તો પ્રેમિલા અત્યારસુધી એસ.એસ.સી. જીડી, રાજસ્થાન પોલીસ, મહિલા સુપરવાઈઝર, એલડીસી, ગ્રામસેવક, પટવારી, થર્ડ ગ્રેડ ટીચર, વરિષ્ઠ શિક્ષિકા અને ફર્સ્ટ ગ્રેડ ટીચર જેવી સરકારી નોકરીઓ મેળવી ચુકી છે. તો તે રાજ્યની સીટેટ એકવાર જયારે કે આર.એ.એસ. પ્રિ બે વખત ઉત્તીર્ણ કરી ચુકી છે.

Advertisements
Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *