પોતાનાથી અડધી ઉંમર સુધીની સ્ત્રીઓ સાથે કર્યા છે આ નેતાઓએ લગ્ન, જાણો..

પ્રેમ આંધળો હોય છે આ કોઈ આશિકે સાચું જ કહ્યું છે. જયારે કોઈ વ્યક્તિને કોઈની સાથે પ્રેમ થાય છે તો તે તેના રંગ રૂપ- સામાજિક અને આર્થિક હાલત જેવા બંધનોથી ઉપર રહીને બસ વ્યક્તિને પોતાનો બનાવવા માંગે છે.

પછી ચાહે સમાજ ભલે ને કંઈપણ કહે. જયારે બે પ્યાર કરનારાઓ એક બીજાને ખરેખર પામી લે છે તો તેમને એકબીજાથી અલગ કોઈ કરી નથી શકતું. જો પ્રેમ સાચો છે તો તે બધી જ દીવાલો પાર કરીને બહાર આવી જ જાય છે.

આજે અમે આ અંગેની જ એક વાત કરીશું. આજે અમે તમને કેટલાક તેવા રાજનેતાઓની પત્નીઓ અંગે જણાવીશું કે જેમણે ઉંમરના બંધનથી બહાર આવીને લગ્ન કર્યા છે અને પોતાના પ્રેમને સાબિત કર્યો છે.

અમે તમને જણાવી દઈએ કે આ મોટા રાજનેતાઓની પત્નીઓ ઉંમરમાં પોતાના પતિ કરતા લગભગ ૨૦ થી ૩૦ વર્ષ નાની છે. તો ચાલો જાણીએ

જનતા દલ સેક્યુલરના દિગ્ગજ નેતા એચ.ડી. કુમારસ્વામીનું નામ આ લીસ્ટમાં જોવા મળે છે. અમે તમને જણાવી દઈએ કે જે લગ્નની વાત અહી કરીશું તે કુમાર સ્વામીના બીજા લગ્ન છે.

તેમની આ બીજી પત્નીનું નામ રાધિકા છે કે જે તેમના કરતા ઉંમરમાં ૨૭ વર્ષ નાની છે. ઉંમરની દ્રષ્ટીએ જોઈએ તો જે વર્ષે કુમાર સ્વામીના પહેલા લગ્ન થયા હતા. રાધિકાનો તે વર્ષે જ જન્મ થયો હતો.

રામ વિલાસ પાસવાન કે જે લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ નેતા છે. તેમણે પણ બીજા લગ્ન કર્યા છે જેમાં તેમની પત્ની અને તેમની ઉંમરમાં લગભગ ૧૯ વર્ષનું અંતર છે. વર્ષ ૧૯૮૩ માં તેમણે રીના શર્માની સાથે બીજા લગ્ન કર્યા હતા.

તો કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહના લગ્ન આશા દેવી સાથે થયા હતા, જેમનું નિધન થોડા વર્ષો પહેલા થયું હતું, ત્યારબાદ તેમણે પત્રકાર અમૃતા રાય સાથે વર્ષ ૨૦૧૫ માં લગ્ન કરી લીધા. જો આ બન્નેની ઉંમરની વાત કરીએ તો તેમની ઉંમરમાં લગભગ ૨૫ વર્ષનું અંતર છે.

ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ આ લિસ્ટમાં છે. તેમણે વર્ષ ૨૦૦૫ માં લગ્ન કર્યા હતા, તેમના લગ્ન અમૃતા ફડણવીસ સાથે કર્યા હતા કે જે તેમનાથી ઉંમરમાં લગભગ ૯ વર્ષ નાના છે.

તો આ છે એ જાણીતા અને મોટા રાજ્નેતાઓનું લિસ્ટ જેમણે પોતાની ઉંમર કરતા અસામાન્ય રીતે વધુ નાની ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *