સિરિયલમાં કંજૂસ ‘પોપટલાલ’ હકીકતમાં છે કરોડોના આસામી, ફરે છે મર્સિડીઝમાં.. જાણો તેમની લાઈફસ્ટાઈલ વિશે

તારક મહેતા ક ઉલટા ચશ્માં ટીવી ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય શોઝમાંથી એક છે. આ સીરીયલનો દરેક કિરદાર કોમેડીથી લોકોનું દિલ જીતી લે છે. જણાવી દઈએ કે સીરીયલમાં જોવા મળતો દરેક રોલ હકીકતની જિંદગીમાં એકદમ અલગ છે.

પોપટલાલ એક એવું પાત્ર છે જે ટીવીમાં કુંવારા જોવા મળે છે. પરંતુ અસલ જિંદગીમાં પોપટલાલ એટલે કે શ્યામ પાઠકના લગ્ન થયેલા છે અને ત્રણ બાળકોના પિતા પણ છે અને મર્સિડીઝ જેવી ગાડીના માલિક પણ છે. રિપોર્ટ્સ અનુસાર શ્યામને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો.

આવો જાણીએ શ્યામ પાઠકની જિંદગી સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

લવ મેરેજ કર્યા છે: રીપોર્ટસ અનુસાર શ્યામ અસલ જિંદગીમાં મેરીડ છે અને તેમની પત્ની રેશમીને તેઓ નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાં મળ્યા હતા. બન્ને પહેલા દોસ્ત બન્યા અને પછી મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ.

તેમણે ઘરવાળાઓને કહ્યા વગર બન્નેએ લગ્ન કરી લીધા હતા. શરુઆતમાં બન્નેના પરિવારના લોકો નારાજ થયા, પરંતુ સમય પસાર થયા બાદ તેમને બન્નેના પરિવારોએ સ્વીકારી લીધા. શ્યામ અને રેશમીને ત્રણ બાળકો છે. દીકરીનું નામ નિયતિ અને મોટા દીકરાનું નામ પાર્થ છે. જયારે કે તેમના નાના દીકરાનું નામ શિવમ છે.

મર્સિડીઝમાં ફરે છે: મીડિયા રીપોર્ટસ અનુસાર, એક્ટર શ્યામ પાઠક પાસે ૧૫ કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે. આ સાથે જ શ્યામ ૫૦ લાખ રૂપિયાની મર્સિડીઝ કારના પણ માલિક છે.

તારક મહેતા કા ઉલટા ચશ્માંના દરેક એપિસોડ માટે શ્યામ પાઠક એટલે કે પોપટલાલ લગભગ ૬૦ હજાર રૂપિયાની ફી લે છે. હવે આ હિસાબથી તમે સમજી જ શકો છો કે તેમનું બેંક બેલેન્સ કેટલું હશે.

તર્ક મહેતા શો બાદ જિંદગી બદલાઈ: રીપોર્ટસ અનુસાર શ્યામ પાઠકને કેટલાક નાટકોમાં નાના-મોટા પાત્ર મળ્યા. ૨૦૦૮ માં તેમને જસુબેન જયંતી લાલ જોશની જોઈન્ટ ફેમીલી નામની સિરિયલમાં કામ કરવાની તક મળી હતી. આ સિરિયલમાં તેમના પાત્રને ઘણી પ્રશંસા મળી હતી.

પરંતુ પછી ૨૦૦૮ માં જ તેમને તારક મહેતા કા ઉલટા ચશ્માં માટે ઓફર મળી અને તેમણે એ સ્વીકારી લીધી. આ શો એ તેમની જિંદગી બદલી નાખી અને પછી તેમણે પાછું વળીને બાદમાં જોયું જ નહીં. તારક મહેતા કા ઉલટા ચશ્માંના દરેક એપિસોડ માટે શ્યામ પાઠક એટલે કે પોપટલાલ લગભગ ૬૦ હજાર રૂપિયાની ફી લે છે.

જણાવી દઈએ કે શ્યામ પાઠક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગતા હતા અને તેના માટે તેમણે ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટનટ્સ ઓફ ઇન્ડિયામાં એડમિશન પણ લીધું. પરંતુ એક્ટિંગનો ચસ્કો લાગતા જ તેમણે ભણવાનું અધવચ્ચે છોડી દીધું હતું અને નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાં આવી ગયા.

ત્યાંથી જ તેમના કરિયરની દિશા બદલાઈ ગઈ. શ્યામ પાઠકનો જન્મ ૬ જુન ૧૯૭૬ ના રોજ ગુજરાતમાં એક સાધારણ પરિવારમાં થયો હતો. શ્યામ પાઠકે શિક્ષણ ગુજરાતમાં જ મેળવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *