વધુ પડતા સેક્સથી થઇ શકે છે આ સમસ્યાઓ, જાણવું છે જરૂરી..

જાતીય સંબંધો પાર્ટનરની સંમતિ અને તેમના મૂડ અનુસાર બાંધવામાં આવે છે. પરંતુ, વધુ સેક્સ કરવાના ગેરફાયદા પણ છે. નિષ્ણાતોના મતે, જે લોકો ખૂબ સેક્સ કરે છે તેમને ઘણું નુકસાન સહન કરવું પડી શકે છે. તો ચાલો, જાણો ખૂબ વધારે સેક્સ કરવાથી કઈ સમસ્યાઓ થઈ શકે છે.

સેક્સના ઘણા ફાયદા પણ છે. વિવિધ અધ્યયન સૂચવે છે કે સેક્સ એ સ્વસ્થ જીવન જીવવાની સારી રીત છે. તેનાથી તણાવ ઘટે છે, રક્તવાહિનીના રોગોનું જોખમ ઘટે છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને રક્ત પરિભ્રમણ પણ સુધરે છે.

Ad

આમ તો, સેક્સ માટેની કોઈ મર્યાદા નથી. કારણ કે, જાતીય સંબંધો પાર્ટનરની સંમતિ અને તેમના મૂડ અનુસાર બાંધવામાં આવે છે. પરંતુ, વધુ સેક્સથી નુકસાન પણ થાય છે. તો, જાણો વધારે સેક્સ કરવાથી કઈ સમસ્યાઓ થઈ શકે છે.

ચેપ: ખૂબ સેક્સ કરવાથી જનનાંગોમાં ચેપનું જોખમ રહે છે. ખાસ કરીને, સ્ત્રીઓમાં આ ચેપનું જોખમ ખૂબ વધારે હોય છે. તો વળી, પુરુષોને પણ ચેપ સહિતની ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

પીડા અને ઈજા: વધુ પડતા સેક્સથી પુરુષોના શિશ્નમાં તીવ્ર પીડા અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે. આનાથી તેમાં ઇજા, ઘાવ અથવા ફોલ્લાઓ પણ થઈ શકે છે. જેનાથી, રાહત મેળવવા માટે તમારે ડૉક્ટરની મદદ લેવી પડી શકે છે.

માનસિક સ્વાસ્થ્યને થઈ શકે છે અસર: સેક્સનું વ્યસન લોકોના સંબંધોને બગાડે છે. પરિણામે, પાર્ટનર્સ વચ્ચે તણાવ વધી શકે છે. તે વાતને સમજવી મહત્વપૂર્ણ છે કે કોઈપણ પ્રકારનું વ્યસન એ તમારા માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યા છે. તેથી, સેક્સનું વ્યસન પણ એક માનસિક સમસ્યા છે. જો તમે આ વ્યસનથી પોતાને બચાવવા માંગતા હો, તો તમેં તમારા ડૉક્ટર સાથે વાત કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *