લે.. આવી પણ નોકરી હોય? આખી દુનિયામાંથી ફક્ત 112 લોકો જ કરે છે કામ, શું કામ કરવું પડે છે તે જાણીને થશે આશ્ચર્ય

પહેલાના જમાનામાં લોકો પાસે નોકરી કરવાના અમુક સિલેક્ટેડ ક્ષેત્રો જ હતા જેમાં તે પોતાનું કરિયર બનાવવા વિશે વિચારતા હતા. પરંતુ આજની સ્થિતિ જોઈએ તો નોકરી માટે ઘણા નવા ક્ષેત્ર અસ્તિત્વમાં આવ્યા છે.

Ad

તમને જાણીને આશ્ચર્ય થશે કે એવો પણ એક પ્રોફેશન છે જેમાં દુનિયાભરમાં ફક્ત 112 લોક જ કામ કરી રહ્યા છે અને આ પ્રોફેશન છે પાણીના ટેસ્ટિંગનો. નવાઈ લાગીને?

પાણી ટેસ્ટિંગ માટે પણ કંઈ નોકરી હોતી હશે ભાઈ? પણ આ વાત એકદમ સાચી છે. જે પ્રકારે ભોજન ટેસ્ટિંગ અથવા વાઈન ટેસ્ટિંગ થાય છે. તેજ પ્રકારે હવે પાણી ટેસ્ટિંગનો પ્રોફેશન પણ સામે આવ્યો છે.

ભારતનો એક માત્ર વ્યક્તિ કરે છે આ નોકરી

તમને જાણીને નવાઈ લાગશે પણ પાણીના પણ અલગ અલગ ટેસ્ટ હોય છે, જેમાં હલ્કુ, ફ્રૂટી, વુડી વગેરે ટેસ્ટનો સમાવેશ થાય છે. એક રિપોર્ટ અનુસાર, આ પ્રોફેશનમાં ભારતનો ફક્ત એક વ્યક્તિ જ છે.

જેનું નામ છે ગણેશ અય્યર. તે દેશના એકમાત્ર સર્ટિફાઈડ વોટર ટેસ્ટર છે. ગણેશે જણાવ્યું કે આવનાર 5-10 વર્ષોમાં પાણી ટેસ્ટિંગના સેક્ટરમાં ખૂબ ડિમાન્ડ વધશે.

ગણેશ અય્યર પર આ કારણે ખૂબ હશે છે લોકો

ગણેશ અય્યરે જણાવ્યા અનુસાર, જ્યારે તે લોકોને જણાવે છે કે તે એક વોટર ટેસ્ટર છે તો લોકો તેમના પર ખૂબ હશે છે. કારણ કે એક બાજુ આપણા દેશમાં પીવાના સાફ પાણીની આટલી કમી છે અને ત્યાં જ બીજી તરફ હું એક વોટર ટેસ્ટર છું.

અય્યરે જણાવ્યું કે આ સર્ટિફિકેટ વિશે તેમણે વર્ષ 2010માં પહેલી વખત સાંભળ્યુ હતું. ત્યાર બાદ તેમણે જર્મનીના એક ઈન્સ્ટીટ્યુટ Doemens Academy in Graefelfing, જર્મનીમાંથી સર્ટિફિકેટ કોર્સ કર્યો.

આવનાર સમયમાં ભારતના આ ઉદ્યોગમાં હશે વોટર ટેસ્ટિંગની ડિમાન્ડ

ગણેશ અય્યરે જણાવ્યા અનુસાર પાણીની અલગ અલગ ઓળખ હોય છે અને તે પોતાનામાં જ યુનિક હોય છે. તેના ફાયદા અને ટેસ્ટ પણ અલગ અલગ હોય છે.

ગણેશનું કહેવું છે કે આવનાર દિવસોમાં રેસ્ટોરન્ટ બિઝનેશમાં આ પ્રોફેશનનો ખૂબ મહત્વ હશે. ગણેશ અય્યર બેવરેજ કંપની Veenના ભારત અને ભારતીય ઉપમહાદ્વીપનાં ઓપરેશન નિર્દેશક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *