કોણ છે આ વૃદ્ધ સ્ત્રી, જેને મળવા માટે મોટા – મોટા સ્ટાર પણ જમીન પર બેસે છે..!!

હું પોતાને શોધવા માટે દુનિયાભરમાં ભટકતો રહ્યો અને આ સ્ત્રીએ પોતાને અહિયાં જ શોધી લીધી ‘

શેખર કપૂરે થોડાક દિવસ અગાઉ એક વૃદ્ધની તસવીર ટ્વીટર પર શેર કરીને આવું લખ્યું હતું. શેખર કપૂર કોણ છે તો તે બોલીવુડના એક જાણીતા અભિનેતા અને નિર્દેશક છે.

તેમની મિસ્ટર ઇન્ડિયા અને બેન્ડીન્ટ ક્વીન જેવી અનેક પ્રખ્યાત ફિલ્મો આવી ચુકી છે.

એક નજરે જોઇને થાય કે કોણ છે આ સ્ત્રી અને તેની પાસે કોઈ સ્ટાર કેમ જશે ? શું તે કોઈ સિદ્ધ મહિલા છે ? કે કોઈ જ્યોતિષી કે ગુડ લક જાણતી મહિલા છે ? બિલકુલ નહી. તે ફક્ત એક ચાવાળી છે.

જેનું નાનું અમથું ખોખું જોઇને લાગે છે કે તેની પાસે એટલા પૈસા પણ નહી હોય જેટલા કોઈ ફેમસ ચાવાળા પાસે હોય છે.

આપણા દેશમાં કહાનીઓની કમી નથી. ભારતમાં તમને એકઠી એક અદ્ભુત લોકો મળી જશે, જેના વિશે જાણ્યા બાદ તમે ચોંકી ઉઠો. આજે અમે તમને આવી જ એક મહિલા વિશે જણાવી રહ્યા છીએ.


શેખર કપૂરે ટ્વીટમાં લખ્યું કે આ સ્ત્રી ૧૦૦ વર્ષની છે અને ખબર નહી ક્યારથી ચા પીવડાવી રહી છે. ત્યાં સુધી કે તેમણે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને પણ ચા પીવડાવી છે. એક એવું વાક્ય કે ભૂતકાળ કે જેને યાદ કરતા હરદી બાઈની આંખો ચમકી ઉઠે છે.


આ વૃદ્ધ મહિલા ખજુરાહોના પશ્ચિમ મંદિર સમૂહની નજીક એસબીઆઈ બેન્કની સામે એક ઝુપડીમાં પોતાનું જીવન ગુજારી રહી છે.

આ મહિલાના પતિનું મૃત્યુ થઇ ચુક્યું છે, જેનો કોઈ સહારો નથી. કમાણીનો કોઈ રસ્તો ના રહેતા તે પોતાનો જીવન નિર્વાહ કરવા ચા બનાવે છે.

લગભગ ૧૦૦ વર્ષની ઉંમર હોવા છતાં પણ તે લોકોને ટેસ્ટી ચા પીવડાવે છે. હરદી બાઈ ખજુરાહોમાં ઘણા ફેમસ છે. આ કારણથી જ ફિલ્મ ફેસ્ટીવલ બાદ શેખર કપૂર અને જેકી શ્રોફ તેને મળવા ગયા હતા.

બન્નેએ તેના હાથની બનેલી ચા પણ પીધી અને તેમની સાથે ફોટો પણ પડાવ્યો. ફોટો શેર કરતા શેખર કપૂરે લખ્યું છે કે, આ જ હરદી બાઈની મહાનતા છે કે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને ચા પીવડાવ્યા બાદ પણ એક સામાન્ય સ્ત્રી તરીકે રહે છે.

કહેવાય છે કે મુંબઈ સંઘર્ષોનું શહેર છે. ત્યાં જેટલા સપના સાચા થાય છે તેનાથી સો ગણા સપના રોજ મરે છે.શું તે આશ્ચર્યની વાત નથી કે વર્ષો વર્ષ સુધી ઇન્ડસ્ટ્રીમાં મહેનત કરીને સ્ટાર બનનારા એક સાદગીથી ભરેલી ૧૦૦ વર્ષની વૃદ્ધા પાસે મનની રાહત મેળવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *