તુલસી જ નહીં આ 3 છોડનું સુકાઈ જવું માનવામાં આવે છે અશુભ, રાખો આ બાબતોનું ખાસ ધ્યાન..

સામાન્ય રીતે વાતાવરણની દ્રષ્ટિએ આપણી આજુબાજુમાં ઝાડ અને ફૂલ છોડ ઉગાડવાનું ખૂબ જ મહત્વ છે પરંતુ જો આપણે વાસ્તુ શાસ્ત્રને ધ્યાનમાં લઈએ તો પછી ઘર અને ઓફિસમાં પણ છોડવા રોપવા ખૂબ ફાયદાકારક છે. આનાથી આપણને આપણા કાર્યક્ષેત્રમાં જ નહીં પંરતુ ઘર પરિવારની સુખ શાંતિમાં પણ ફરક જોવા મળે છે.

આ સિવાય આપણે તેમની પાસેથી સકારાત્મક ઉર્જા પણ મેળવી શકીએ છીએ. આ સાથે હિન્દુ ધર્મમાં ઝાડ અને છોડને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. વાસ્તુ ટીપ્સમાં એવું કહેવામાં આવ્યું છે કે છોડવા બુધ ગ્રહ સાથે સંબંધિત હોય છે પરંતુ આજે અમે તમને કયા છોડ સુકાઈ જાય તો અશુભ માનવામાં આવે છે અને તે સુકાઈ ના જાય તે માટે કેવી કાળજી લેવી જોઈએ, તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Ad

તુલસી- તુલસીના છોડને હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. ભગવાન વિષ્ણુને તુલસીનો છોડ ખૂબ જ પ્રિય છે. આવામાં જો તુલસીનો છોડ સુકાઈ જાય છે તો તે સંકેત હોઈ શકે છે કે મા લક્ષ્મી તમારી ઉપર ગુસ્સે છે, તેથી હંમેશાં તુલસીના છોડનું ખાસ ધ્યાન રાખો. આ સાથે જો છોડની સંભાળ લીધા પછી પણ તે સુકાઈ જાય છે તો તમારે તરત જ તેને બદલી નાખવો જોઈએ.

મની પ્લાન્ટ- તુલસીના છોડ સિવાય મની પ્લાન્ટ પણ એક એવો છોડ છે, જે ઘણીવાર લોકોના ઘરોમાં જોવા મળે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, મનીપ્લાન્ટ હંમેશાં દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવો જોઈએ કારણ કે ગણેશજીને આ દિશાના દેવ માનવામાં આવે છે. ભગવાન ગણેશની દિશામાં મની પ્લાન્ટનો છોડ રોપવાથી ઘરમાં ક્યારેય પૈસાની સમસ્યા હોતી નથી, એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં આ છોડ લીલો હોય છે ત્યાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે, તેથી આ છોડનું સુકાવું સારું માનવામાં આવતું નથી.

શમી વૃક્ષ- તમને જણાવી દઈએ કે શમી વૃક્ષ શનિદેવ અને ભગવાન શિવશંકરને પ્રિય છે. એવું માનવામાં આવે છે કે શનિદેવને લગતી કોઈપણ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે શમી વૃક્ષ વાવવાનો એક ખૂબ જ અસરકારક માર્ગ છે. જો તમે પણ તમારા ઘરમાં શમીનું વૃક્ષ વાવ્યું છે, તો તેની યોગ્ય કાળજી લેવી જોઈએ કારણ કે જો આ વૃક્ષ સુકાઈ જાય છે તો શનિદેવની ખરાબ સ્થિતિ અથવા ભગવાન શિવના ક્રોધનો સામનો કરવો પડી શકે છે.

આસોપાલવ- આપણા હિન્દુ ધર્મમાં આસોપાલવના ઝાડની ઘણી માન્યતા છે, કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા આસોપાલવ ના પાનથી બનેલા તોરણ દરવાજા પર લગાવવામાં આવે છે. આ સાથે હવનમાં આસોપાલવના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે, તેથી જ જો તમારા ઘરમાં આસોપાલવનું ઝાડ હોય તો તમારે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે તે ક્યારેય સુકાઈ જાય નહીં કારણ કે તે આવનારા સંકટનું સંકેત હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *