પુલવામાં હુમલા અંગે NIA એ કર્યો ચોંકાવનારો ખુલાસો.. બે લોકોની કરી ધરપકડ

પુલવામાં હુમલાને લઈને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ઘણા ચોંકાવનારા ખુલાસા કરી રહી છે. તેવામાં NIA હવે નજીકના સમયમાં અસલી ગુનેગારો સુધી પહોંચી શકે છે. NIA એ શુક્રવારે પુલવામાં હુમલાના બે વધુ લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાંથી એક ને IED બનાવવા માટે રસાયણોની ઓનલાઈન ખરીદી કરી હતી.

ગત વર્ષે દક્ષિણ કાશ્મીરના પુલવામા જીલ્લામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના ૪૦ જવાનો આતંકવાદી હુમલામાં શહીદ થઇ ગયા હતા. આતંકી હુમલાખોરોએ સી.આર.પી.એફ. ના કાફલા પર વિસ્ફોટકોથી ભરાયેલી કારને ઘુસાડીને હુમલો કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં ૪૦ જવાનોએ શહીદી આપી હતી.

પુલવામા હુમલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી કરી રહી છે. તેવામાં એન.આઈ.એ. એ શ્રીનગરના બાગ-એ-મેહતાબ વિસ્તારના વઝીર ઉલ ઇસ્લામ અને પુલવામાના હકરીપુરા ગામમાં રહેનારા મહોમ્મદ અબ્બાસ રાઠેરને પકડી લીધો છે. પુલવામાં હુમલાને લઈને એન.આઈ.એ. એક પછી એક પડદા ઉઠાવતી જઈ રહી છે. બન્નેની ધરપકડ બાદ હવે પુલવામા હુમલામાં ધરપકડ આરોપીઓની સંખ્યા વધીને ૫ થઇ ગઈ છે. NIA એ આ અગાઉ એક પિતા અને પુત્રીની ધરપકડ કરી હતી.

NIA ની પૂછપરછમાં ઈસ્લામે ખુલાસો કર્યો છે કે જૈશ-એ-મહોમ્મદના પાકિસ્તાની આતંકીના નિર્દેશો પર તેણે આઈ.ઈ.ડી. બનાવવાનું કામ શરુ કર્યું હતું. IED ને બનાવવા માટે બેટરીઓ, રસાયણ અને અન્ય ચીજોની ખરીદી માટે ઓનલાઇન અમેઝોન શોપિંગનો પ્રયોગ કર્યો હતો. NIA ની પુછપરછમાં પુલવામાં હુમલાના આરોપી ઘણા રાઝ ખોલી રહ્યા છે. તપાસ એજન્સીને પણ હુમલાથી જોડાયેલા મહત્વના સુરાગ મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *