પ્રાઈમરી સ્કૂલમાં ટીચર છે નીતા અંબાણીની નાની બહેન, આવી છે મુકેશ અંબાણીની સાળીની લાઇફસ્ટાઇલ..

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક છે. દરેક વ્યક્તિ મુકેશ અને નીતા અંબાણીની જીવનશૈલીથી વાકેફ છે. જ્યારે મુકેશ અંબાણીનો પરિવાર તેમની વૈભવી લાઇફસ્ટાઇલ માટે હેડલાઇન્સમાં રહે છે, ત્યારે નીતા અંબાણીનો પરિવાર મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. નીતા અંબાણી લગ્ન પહેલા સંયુક્ત પરિવારનો ભાગ રહી ચુકી છે.

હાલમાં નીતા અંબાણીના પિતા રવિન્દ્રભાઇ દલાલ, માતા પૂર્ણિમા દલાલ અને ભાઇ-બહેનો સહિત બધા જ લોકો સામાન્ય જીવન જીવે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને નીતા અંબાણીની બહેનનો પરિચય આપવા જઈ રહ્યા છીએ. બહુ ઓછા લોકો જાણતા હશે કે નીતા અંબાણીની એક બહેન પણ છે અને તેણીની નીતા કરતા ચાર વર્ષ નાની છે. જેનું નામ મમતા દલાલ છે.

Ad

એક બાજુ નીતા અંબાણી પ્રખ્યાત બિઝનેસ વુમન છે તો તેમની બહેન મમતા શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલી છે. હા, તમને જણાવી દઈએ કે નીતા અંબાણી ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલની સ્થાપક છે તો તેની નાની બહેન મમતા દલાલ તે જ શાળામાં પ્રાથમિક શિક્ષક છે. એટલું જ નહીં મમતા આ સ્કૂલનું સંચાલન પણ કરે છે.

તેની નાની બહેનની જેમ નીતા અંબાણી પણ લગ્ન પહેલા શિક્ષક વ્યવસાય સાથે જોડાયેલી હતી. જોકે લગ્નના કેટલાક સમય પછી પણ નીતા અંબાણીએ શિક્ષણ કાર્ય છોડી દીધું હતું. મમતા દલાલે પોતાના જૂના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે પહેલાથી જ ઘણા સ્ટાર્સના બાળકોને ભણાવી ચુકી છે. તેમના કહેવા મુજબ, તેણે શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનથી લઈને સચિન તેંડુલકરના બાળકો સારા અને અર્જુન તેંડુલકરને અભ્યાસ કરાવ્યો છે.

એવું કહેવામાં આવે છે કે નીતા અંબાણીની જેમ તેમની બહેન મમતા પણ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. જોકે તે અંબાણી પરિવારની દરેક કાર્યક્રમમાં જોવા મળે છે. ઇશા અંબાણીના લગ્નમાં પણ નીતા અંબાણીએ તેની બહેન અને દેવરાણી સાથે ખૂબ ડાન્સ કર્યો હતો. આ સાથે તમને જણાવી દઈએ કે મમતા દલાલે ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા માટે મોડલિંગ પણ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *