અઠવાડિયાના આ દિવસોમાં જો તમે કાપશો પોતાના નખ અને વાળ તો ઘરમાં થશે ભરપુર ધનવર્ષા

હિંદુ ધર્મમાં એવા હજારો નિયમો છે જેના વૈજ્ઞાનિક કારણો છે. જો તમે ઈચ્છો તો આ વાતોને ધર્મ સાથે જોડીને ના જોવી. પરંપરાઓ સેંકડો-હજારો વર્ષોના અનુભવના આધાર પર વિકસિત થાય છે. તેમાંથી કેટલીક તાર્કિક અને વૈજ્ઞાનિક હોય છે તો ઘણી અંધ શ્રદ્ધાઓ પણ હોય છે.

બન્નેમાં ફરક શોધવો અઘરો છે. જયારે ઊંડાઈ અને બારીકાઇથી અભ્યાસ અને વિશ્લેષણ કરીએ છીએ તો આપણે જાણી શકીએ છીએ કે મહત્તમ પરંપરાઓ અને રીત રિવાજોની પાછળ એક સુનિશ્ચિત વૈજ્ઞાનિક કારણ હોય છે.

આજે તમને જણાવીશું કે અઠવાડિયામાં કેટલાક દિવસ એવા છે, જયારે નખ, દાઢી અને વાળ કપાવવાથી નકારાત્મક ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે, જે આપણા સંવેદનશીલ ભાગોને હાનિ પહોંચાડે છે. શનિવાર, મંગળવાર અને ગુરુવારે આપણે નખ ના કાપવા જોઈએ.

શનિવારે નખ કાપવાથી આયુષ્યમાં ઘટાડો આવે છે અને ઘરમાં દરિદ્રતાનો વાસ થઇ જાય છે. મંગળવારે નખ કાપવાથી ભાઈઓ વચ્ચે ખટરાગ રહે છે. સાહસ તેમજ પરાક્રમમાં ઘટાડો આવે છે. શરીરમાં રક્ત સંબંધિત રોગ ઉત્પન્ન થાય છે.

ગુરુવારે નખ કાપવાથી શિક્ષણકાર્યને નુકસાન થાય છે, ગુરુઓ સાથે અણબનાવ થવાની આશંકા રહે છે તેમજ પેટ સબંધિત રોગ થઇ જાય છે. આ દિવસે ગ્રહોથી આવનારી કિરણો શરીર પર પ્રતિકુળ અસરો ઉભી કરે છે.

નખ કપાવવાનો સૌથી સારો દિવસ સોમવાર, રવિવાર, બુધવાર તેમજ શુક્રવાર કહેવાય છે. વાળ કપાવવાના શુભ દિવસો રવિવાર, બુધવાર તેમજ શુક્રવાર કહેવાય છે. સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારે વાળ ક્પવવાથી આપણને નુકસાન થાય છે.

સોમવારના દિવસે વાળ કપાવવાથી સંતાનને હાનિ થાય છે, તેને શિક્ષણમાં અડચણ આવશે. વાળ ક્પવનાર વ્યક્તિનું મન અપ્રસન્ન રહે છે. મંગળવારના દિવસે વાળ કપાવવાથી ધનની હાનિ થાય છે. મંગળ ગ્રહ નબળો હોય તો મંગળવારે વાળ ક્યારેય ના કપાવવા નહીતર મંગળ ગ્રહ અશુભ ફળ આપવા લાગે છે.

ગુરુવારના દિવસે વાળ કપાવવાથી ગુરુની શુભતામાં ઘટાડો આવે છે. વડીલો- વૃદ્ધો જોડે અણબનાવ થાય છે. દામ્પત્ય જીવનમાં પણ તણાવ રહે છે.

શનિવારના દિવસે વાળ ક્પાવવાથી શનિ ગ્રહની શક્તિમાં ઘટાડો આવે છે. ઘરના નોકરો કામ છોડી દે છે, મનમાં ખોટું કામ કરવાના વિચારો આવે છે. ગઠીયા તેમજ કમરના દુખાવાના રોગિયોને શનિવારના દિવસે વાળ કપાવવાથી રોગોમાં વૃદ્ધિ થાય છે.

નોંધનીય છે કે સોમવારે, મંગળવારે, ગુરુવાર અને શનિવારે દાઢી પણ ના કરાવવી જોઈએ. બુધવાર, શુક્રવાર અને રવિવારે દાઢી કરાવવાથી સુખ સમૃદ્ધ બનેલી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *