MP: જૈન સાધુના આગમન પર મોટી સંખ્યામાં ઉમટી ભીડ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ખુલ્લેઆમ ઉલ્લંઘન….

ભારતમાં કોરોના વાયરસના કેસોમાં સતત થઇ રહેલા ભારે વધારાની વચ્ચે મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં મંગળવારે એક જૈન સંતના આગમનની ઉજવણીમાં સોશિયલ ડીસ્ટન્સના પ્રોટોકોલનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થયું અને શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી.

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને ૭૫ હજારની નજીક પહોંચી ગઈ છે અને છેલ્લા ૨૪ કલાકમાં જ ૩૫૦૦ થી વધારે કેસ સામે આવ્યા છે. મધ્યપ્રદેશની જ વાત કરીએ તો એ દેશના કોરોના વાયરસથી પ્રભાવી મુખ્ય રાજ્યોમાંથી એક છે. ત્યાં હજુસુધી આ વાયરસના ૩૯૮૬ કેસ સામે આવ્યા અને ૨૨૫ લોકોએ આ વાયરસના કારણે જીવ ગુમાવવો પડ્યો છે. કોરોના વાયરસના વધી રહેલા વ્યાપની વચ્ચે સતત સામાજિક અંતરની અપીલ કરવામાં આવી રહી છે.

જો કે બંડા શહેરમાં ગુરુવારે જૈન સાધુના આગમન દરમિયાન સોશિયલ ડીસ્ટન્સિંગનું સહેજપણ પાલન થતું જોવા ના મળ્યું. ન્યુઝ એજન્સી દ્વારા સામે આવેલા ફોટોમાં હજારોની સંખ્યામાં પુરુષો અને મહિલાઓને સંત પ્રમાણસાગર અને તેમના શિષ્યોને આજુબાજુમાં જોઈ શકાય છે. આ કેસમાં એસીપી (સાગર) એ કહ્યું, ‘કેસની તપાસ અને આયોજકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે, ”તેમણે કહ્યું કે સામાજિક અંતરના પ્રોટોકોલ અને કલમ ૧૪૪ ના આદેશોનું સ્પષ્ટપણે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે સાગર જીલ્લામાં હજુસુધી કોવિડ -૧૯ ના ૧૦ કેસ સામે આવી ચુક્યા છે અને એક શખ્સનું મોત આ વાયરસથી થઇ ચુક્યું છે. સામાજિક અંતરના નિયમોનું મજાક બનવા પર દેશમાં ગુસ્સો છે. હરિયાણાના મંત્રી અનીલ વીજે સામાજિક અંતરના નિયમની અવમાનનાને ગુનાની શ્રેણીમાં રાખવાની માંગણી કરી છે. પીટીઆઈ સાથે વાત કરતા મંત્રી વીજે કહ્યું, જો સામાજિક અંતરના ઉપાયો અને માસ્ક પહેરવાના નિયમોને કડકાઈથી લાગુ કરવામાં નહી આવે તો કોરોનાના કેસોની સંખ્યા વધશે અને તેનાથી આપણી સ્વાસ્થ્ય સીસ્ટમ પર દબાણ વધશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *