સવારે દરવાજો ખોલતાની સાથે જ કરી લો આ કામ, ધનવાન બનવાના ખુલી જશે માર્ગ, માતા લક્ષ્મી વરસાવશે આશીર્વાદ..

દરેક વ્યક્તિ જીવનમાં ખુશ રહેવા માંગે છે અને તે ઇચ્છે છે કે તેના જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં. જોકે કેટલાક ઉપાય એવા છે, જેને કરવા માત્રથી તને ધનવાન બની શકો છો. આવી સ્થિતિમાં આજે અમે તમને સવારે દરવાજો ખોલ્યા પછી શું કરવું જોઈએ, તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે તેનું પોતાનું આલિશાન ઘર હોય અને દરેક વ્યક્તિ આ સપનાને પૂરા કરવા માટે સખત મહેનત પણ કરે છે.

જોકે કેટલીક એવી ભૂલો છે, જેને કરવાથી આ સપના પૂર્ણ થઈ શકતા નથી. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરનો મુખ્ય દરવાજો બે બારણાંનો હોવો જોઈએ. આ ઉપરાંત ઘરનો મુખ્ય દરવાજો મોટો હોવો જોઈએ. આ સિવાય તમારે મુખ્ય દરવાજા પર પણ સ્વચ્છતા રાખવી જોઈએ. તો ચાલો આપણે જાણીએ કે એવા કયા ઉપાય છે, જેને સવારે કરવાથી શુભ ફળ મળે છે.

Ad

ઘરમાં સ્વચ્છતા રાખવી :- જો તમે લક્ષ્મી માતાની કૃપા મેળવવા માંગો છો તો રાત્રે કળશમાં થોડું પાણી નાખો અને પછીના દિવસે સવારે ઘરના બંને દરવાજા પર થોડું પાણી છાંટી લો, જો તમે ગંગાજળનો ઉપયોગ કરો છો, તો તે ખૂબ જ શુભ છે અને જો ગંગાજળ ન હોય તો કોઈને સમસ્યા નથી, તમે સામાન્ય પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. આ ઉપાય કરવાથી ઘરમાં શુદ્ધતા રહે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

માતા લક્ષ્મીની કૃપા માટે :- તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર સાફ કરતી વખતે પાણીમાં મીઠું અને એક ચપટી હળદર મિક્સ કરીને પોતું કરવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશાં તમારા ઉપર રહે છે, પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી પડશે કે ગુરુવારે આ ઉપાય કરવો જી નહીં.

મેલીવિદ્યા અટકાવવા :- તમારા ઘરના મુખ્ય દરવાજા પર સાવરણીથી કચરો સાફ કરતા પહેલા, તેના પર બે ડોલ પાણી નાંખો અને તે પછી સફાઇ કરવી જોઈએ. એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ આ ઉપાય કરે છે તો તેના પર કોઈ ખરાબ વિદ્યાની અસર થતી નથી.

ગરીબી દૂર કરવા :- ઘરની ગરીબતાને દૂર કરવા માટે તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા પર ગણેશજીની તસવીર લગાવવી જોઈએ, પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે ગણેશજીની તસવીર બહારની બાજુ લગાવી ન હોવી જોઇએ.

પૈસાની સમસ્યા હલ કરવા માટે :- પૈસા મેળવવા માટે તમે ગુરુવારે અશોકના ઝાડના પાંદડાથી તોરણ બનાવો અને તેને ઘરના મુખ્ય દરવાજા પર લગાવી દો અને દર ગુરુવારે તેને બદલો. આ ઉપાય કરવાથી તમને પૈસા મળશે અને તમે જલ્દીથી ધનવાન બની જશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *