માતા લક્ષ્મી ઘરમાં આવતા પહેલા આપે છે આ 5 સંકેત, જો તમને મળી જાય તો સમજી લો કે બહુ જલ્દી થઈ જશો માલામાલ..

સામાન્ય રીતે માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. સનાતન ધર્મ અને પુરાણોમાં વર્ણવવામાં આવ્યું છે કે જો કોઈને ધનની દેવી દ્વારા આશીર્વાદ મળે છે તો તેના ઘરમાં ધન અને સંપત્તિની ક્યારેય કમી રહેતી નથી પરંતુ શું તમે જાણો છો કે માતા લક્ષ્મીના સ્વભાવને ખૂબ જ ચંચળ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે લક્ષ્મી દેવી એક જગ્યાએ રહી શકતી નથી.

આ જ કારણ છે કે માનવીના જીવનમાં હંમેશા પૈસાની વધઘટ આવતી રહે છે. આવામાં સંપત્તિની દેવીને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાયો કરવામાં આવે છે, જેનાથી તેઓ જીવનમાં ખુશી મેળવી શકે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે, તે પહેલા તમને કેટલાક સંકેત આપે છે. આવામાં જો તમને પણ આવા સંકેતો મળી રહ્યા છે, તો પછી સમજી લો કે બહુ જલ્દી તમારું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે.

Ad

1. ઘુવડનું દેખાવું- મા લક્ષ્મીનું વાહન ઘુવડ છે, આવી સ્થિતિમાં જો તમે હંમેશાં તમારી આસપાસ ઘુવડ જુવો છો, તો સમજી લો કે મા લક્ષ્મી તમારાથી પ્રભાવિત છે અને ટૂંક સમયમાં તમારા પર કૃપા કરશે. માતા લક્ષ્મી ચોક્કસપણે ઘુવડ હોય ત્યાં જાય છે.

2. લીલી વસ્તુઓ- જો તમારી આસપાસ અચાનક લીલોતરી વધે છે અથવા લીલી વસ્તુઓ તમને વધુ આકર્ષવા લાગે છે તો પછી તમે લક્ષ્મી માતા દ્વારા આશીર્વાદ મેળવી શકો છો. ખરેખર, લીલોતરી એ જીવનનું એક મહાન પ્રતીક માનવામાં આવે છે. લક્ષ્મી મા ચોક્કસપણે આવા હકારાત્મક વાતાવરણમાં આવે છે.

3. સાવરણી- જો તમે સવારે કોઈને તમારા ઘરની બહાર સાવરણી લઈને જતા જુવો છો તો સમજી લો કે તમે બહુ જલ્દી શ્રીમંત બનવાના છો. કારણ કે સાવરણી અને લક્ષ્મી માતાનો સીધો સંબંધ છે. સાવરણી આપણા ઘરને સ્વચ્છ બનાવે છે અને આવા ઘરમાં લક્ષ્મી માતા હંમેશાં રહે છે.

4. શંખનો અવાજ- સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળવો એ પણ માતા લક્ષ્મીના આગમનની નિશાની છે. જો તમને પણ તેનો અવાજ સંભળાય છે તો સમજો કે તમારું ભાગ્ય જલ્દી ચમકી જશે.

5. અચાનક શેરડી દેખાવી- જો તમે સવારે અચાનક તમારી આસપાસ શેરડી જુવો છો તો આ સ્પષ્ટ સંકેત છે કે તમારા સારા દિવસો આવવાના છે. આ સિવાય જો તમને શેરડીનો રસ મળી જાય છે તો સમજી લો લક્ષ્મીજી પ્રસન્ન થવાના છે અને તમારી ઉપર ધનનો વરસાદ કરશે. આવી સ્થિતિમાં શેરડી દેખાવી પણ ખૂબ શુભ માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *