સલામ..!! શહીદ કુંદન કુમારના પિતાએ કહ્યું: મને દીકરા પર ગર્વ, હવે મારા….

લદ્દાખની ગલવાન ખીણમાં ચીનના સૈનિકો સાથે થયેલી હિંસામાં ૨૦ ભારતીય જવાન શહીદ થઇ ગયા. તેમાંથી એક બિહારના જવાન કુંદન કુમાર પણ છે. શહીદ જવાન કુંદનના ઘરમાં માતમ પ્રસર્યો છે, ઘરના લોકો વિલાપ કરી રહ્યા છે. ઘણા લોકોના રોતા-રોતા આંસુ સુકાતા નથી. જે પણ પરિજનોને આ પરિસ્થિતિમાં જુએ છે તે પોતાને ભાવુક થતા રોકી નથી શકતો.

આ બધાની વચ્ચે શહીદ જવાન કુંદન કુમારના પિતાએ કહ્યું કે તેને પોતાના પુત્ર પર ગર્વ છે. પિતાએ કહ્યું, મારા પુત્રએ દેશની સેવા કરતા સર્વોચ્ય બલિદાન આપ્યું છે. તેના માટે તેમને ગર્વ છે. પિતાએ તેમ પણ કહ્યું કે તેમને બે પૌત્ર છે. અને તેમને પણ તેઓ ભારતીય સેનામાં મોકલવા માંગે છે. તેઓ ઈચ્છે છે કે તેમના પૌત્ર પણ સેનામાં જાય અને દેશની સેવા કરે.

ઉલ્લેખનીય છે કે લદ્દાખની ગલવાન ખીણમાં ચીનની સેના સાથે અથડામણ થઇ હતી. જેમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા. કુંદન કુમાર વિશનપુર પંચાયતના આરણ ગામના હતા. મંગળવારે મોડી રાત્રે પરિવારને તેની સુચના મળી. ખબર મળ્યા બાદ કુંદન કુમારની પત્ની પતિનો ફોટો હાથમાં રાખીને રડી રહી હતી.

જુઓ વિડીયો, શું કહી રહ્યા છે કુંદનના પિતા..

૨૦૧૩ માં સેનામાં જોડાયા હતા કુંદન કુમાર..

કુંદનના લગ્ન બિહારના મધેપુરા જીલ્લાના ધૈલાઢ ક્ષેત્રના ઇનરબા ગામની બેબી કુમારી સાથે થયેલા.કુંદનની શહીદીની જાણ થતા જ તેના પર ઘર લોકો ઉમટી પડ્યા હતા. શહીદ કુંદન કુમારના કાકા મહેન્દ્ર યાદવે કહ્યું કે ૨૦૧૨ માં કુંદન સેનામાં જોડાયા હતા. ૨૦૧૩ માં લગ્ન થયા. કુંદનને ૬ અને ૪ વર્ષના બે પુત્ર છે.

કુંદન કુમારના પિતા નિમેન્દ્ર યાદવ ખેડૂત છે.  નોંધનીય છે કે, આ હિંસક અથડામણમાં ૧૬ બિહાર રેજીમેન્ટના ૧૨ જવાનો શહીદ થયા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ ૧૨ બિહાર બટાલિયનના એક જવાન શહીદ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *