લગ્ન સમયે કન્યાને કેમ પહેરાવવામાં આવે છે મંગળસૂત્ર? જાણો શું છે માન્યતા

Religious

મંગળસૂત્ર સોનાના પેનડેન્ટ  અને કાળા માળાથી બનેલું છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર , કાળા મોતી ભગવાન શિવનું પ્રતિનિધિત્વ કરે છે જે દુષ્ટ આંખોમાંથી રક્ષણ આપે છે અને સોનું દેવી પાર્વતીનું પ્રતીક છે. મંગળસૂત્ર નું મહત્વ: વરરાજા દ્વારા કન્યાને મંગળસૂત્ર પહેરાવવુ એ લગ્નની મુખ્ય વિધિ છે. તેને સુહાગની  નિશાની માનવામાં આવે છે.

આ કન્યાનુ મુખ્ય આભૂષણ છે. મંગલસૂત્રની મોટી મહિમા પ્રાચીન કાળથી ચાલી રહી છે. આ હિન્દુ સનાતન ધર્મની મુખ્ય પરંપરા છે . મંગળ સૂત્ર સોનાના પેન્ડન્ટ અને કાળી માળાથી બનેલું હોય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર,કાળા મોતી એ ભગવાન શિવનું પ્રતિનિધિત્વ કરે છે અને ખરાબ નજરથી  રક્ષણ આપે છે અને સોનું એટલે કે સુવર્ણ એ  દેવી પાર્વતીનું પ્રતીક છે.

મંગળસુત્ર સમૃદ્ધિની  નિશાની છે: સોનાનું  મંગળસુત્ર સમૃદ્ધિનું ચિહ્ન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મંગળસૂત્ર એ સુહાગની રક્ષા  કરે છે. તેમજ ખરાબ નજરથી  પણ બચાવે છે . સોનું પહેરવાથી શરીરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને તે સુખ અને સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. સુવર્ણ ધારણ કરવાથી, સૂર્ય ગ્રહ પણ મજબૂત બને છે અને તેની શુભ અસર આપે છે.

પૌરાણિક મહત્વ: એવું પણ માનવામાં આવે છે કે કન્યાને મંગળસૂત્ર પહેરવાથી કુંડળીમાં મંગળદોષની કોઈ ખરાબ અસર થતી નથી. આનું મુખ્ય ધાર્મિક કારણ તે છે કે તે પતિની રક્ષા કરે છે. મંગળસૂત્ર સામાન્ય રીતે  સોનાનું  પહેરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં, સોનું એ  ગુરુ ગ્રહ સાથે સંબંધિત છે. ગુરૂ ગ્રહ લગ્ન જીવનમાં સુખનુ પરિબળ છે.

તેમજ મંગળસુત્ર માં જડાયેલા કાળા મોતી શનિ સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે. શનિ સ્થિરતાનો પ્રતિક છે. તેથી મંગળસુત્ર ધારણ કરવાથી શનિ અને ગુરુ ગ્રહ ની શુભ અસર વિવાહિત જીવન પર પડે છે.ધાર્મિક માન્યતા અનુસાર મંગળસૂત્ર તોડવું અશુભ માનવામાં આવે છે કારણ કે તેનો સીધો સંબંધ સુહાગ સાથે છે. મંગળસૂત્ર ક્યારેય છુપાવવું જોઈએ નહીં.

Leave a Reply

Your email address will not be published.